સંજુમાં રણબીર કપૂર ઓરીજીનલ સંજય દત્ત કેવી રીતે લાવી શક્યો?

0
308
Photo Courtesy: bollyworm.com

“સંજુ”, 2018 ની રણબીર કપૂર અને સંજય દત્ત બંનેના ચાહકો માટે રાજકુમાર હિરાણીની ભેટ સમાન ગણી શકાય એવી એક ફિલ્મ. ટ્રેલર જોતાં જ રણબીર કપૂરે આ ફિલ્મ માટે કરેલી મહેનત ઉડીને આંખે વળગે છે. એ પછી “Rocky” નો સીધો સાદો સંજય દત્ત હોય કે પછી જેલમાં સજા ભોગવતો સંજય દત્ત હોય. દેખાવથી લઈને ચાલવા, ઉઠવા, બેસવા, બોલવાની રણબીરની સ્ટાઇલ જોતા એક મિનિટ માટે ભૂલી જ જઈએ કે આંખ સામે ખરેખર રણબીર કપૂર છે કે સંજય દત્ત. રાજકુમાર હિરાણીએ નાનામાં નાની બાબતો વિશે ખૂબ ચકાસણી રાખી હશે તેનો અંદાજ પણ આવી જાય છે.

Photo Courtesy: bollyworm.com

સંજય દત્તના જીવનના દરેક પાસાને આવરી લેતી આ ફિલ્મમાં રણબીર કપૂરના દેખાવ માટે એની પહેલેથી જ પ્રસંશા કરવામાં આવી છે. પણ આ દેખાવ પાછળ કોનો હાથ છે, તે જાણવાનું વધારે રસપ્રદ છે.

Hakim’s ના આલિમ હકીમ જે ભારતના એક અત્યંત નામના મેળવેલા હેર સ્ટાઇલિસ્ટ છે, તેમને રણબીર કપૂરના “રોકી (1982)” લુક માટે તક આપવામાં આવી ત્યારે તેમને સન્માન મળ્યાની લાગણી થઈ હતી.

Photo Courtesy: Universal Communications

આલિમ હકીમ, જેઓ હકીમ કૈરાનવીના સુપુત્ર છે, તેમણે તેમના પિતા પાસેથી જ હેર સ્ટાઈલીંગ માટે ટ્રેનિંગ લીધેલી છે. પિતા હકીમ કૈરાનવી, ભારતના પહેલા સેલિબ્રિટી હેર ડ્રેસર, જેમણે સુનિલ દત્ત સાથે પણ કામ કર્યું હતું. એટલું જ નહીં, પણ તેમણે સંજય દત્તની પ્રથમ ફિલ્મ Rocky માટે સંજય દત્તના લુક પર કામ કર્યું હતું. આલિમ હકીમ તે ઘટનાને યાદ કરતા કહે છે કે એક આખું જીવનચક્ર પૂરું થઈ ગયું, જ્યારે એમને સંજુ ફિલ્મ માટે રણબીર કપૂર માટે Rocky નો લુક તૈયાર કરવાનો મોકો મળ્યો.

Photo Courtesy: Universal Communications

એક પ્રસંગ યાદ કરતાં આલિમ જણાવે છે કે તેમણે રણબીર કપૂરને જ્યારે તેમનાં પિતા અને સંજય દત્તનો Rocky સમયનો ફોટોગ્રાફ બતાવ્યો ત્યારે રણબીર ખૂબ ઉત્સાહિત બની ગયો હતા. અને પછી આલિમ અને રણબીર બંનેએ એ સિચુએશન ફરીથી જીવંત કરી અને એવો જ ફોટોગ્રાફ પણ લીધો. સંજય દત્ત માટે હજી પણ હેર સ્ટાઈલિસ્ટ તરીકે ફરજ બજાવતા આલિમએ રણબીર કપૂરના સંજુ મૂવી માટે બધાં જ લુક પર કામ કર્યું છે.

આલિમએ વધુમાં જણાવ્યું હતું કે “રણબીર એક રોકસ્ટાર છે. તેમણે બધાં જ લુક્‌સ ખૂબ સુંદરતાથી નિભાવ્યા છે. એવું જ લાગે જાણે કે આંખ સામે સંજય દત્ત જ છે.” અને આ માટે તેઓ રણબીર કપૂરને ખૂબ બિરદાવે છે.

સંજુ 29 મી જૂન 2018 એ રિલીઝ થવાની છે. રણબીર કપૂરે સંજુ ફિલ્મ માટે કરેલી મહેનત કેવો રંગ લાવશે તે તો ફિલ્મ રિલીઝ થશે પછી જ ખબર પડશે. પણ તેના દેખાવ પર કરેલી આલિમની મહેનત ચોક્કસ ઝળકી રહી છે અને તેના માટે તેમને ધન્યવાદ આપવા જ રહ્યા.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: ઉત્તરાયણ અને ફંડફાળો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here