આ Monsoon સિઝનમાં ભારતના 4 શ્રેષ્ઠ સ્થળોમાંથી તમે ક્યાં ફરવા જશો?

0
436
Photo Courtesy: smartstay.in

Indiaમાં monsoon destination એટલે કે ચોમાસામાં ફરવા લાયક અનેક સ્થળો છે તેમાંથી ખુબ જ સુંદર એવા 4 destinationsની અમે પસંદગી કરી છે એટલે જો આપ પ્રકૃતિપ્રેમી, ચોમાસાપ્રેમી અથવા તો માત્ર પ્રેમી છો તો આ લેખ આપના માટે જ છે. ચોમાસા સાથે આપણા દરેકની અનેક યાદો જોડાયેલી હોય છે. લીલી વનરાજીઓથી છવાયેલા આવા સુંદર સ્થળોએ જવું પણ એક લહાવો છે તો જોઈએ  Indiaનાં ફેમસ monsoon destinations.

Mount Abu (Rajasthan)

Photo Courtesy: abutimes.com

Mount Abu એ રાજસ્થાનમાં આવેલું સુંદર હિલ-સ્ટેશન છે જે રાજસ્થાન-ગુજરાતની બોર્ડરની સાવ નજીક આવેલું છે. ગુજરાતીઓ માટે તો આબુ એટલે આબુ-અંબાજી. ઘણા ખરા ગુજરાતીઓને તો કદાચ એ પણ ખ્યાલમાં નહીં હોય કે અંબાજી ગુજરાતમાં છે અને આબુ રાજસ્થાનમાં.  Mount Abu ની સીઝન આમ તો બારેમાસ હોય છે પણ જો તમે ચોમાસાનું માઉન્ટ આબુ નથી માણ્યું, તો ચોક્કસ પ્લાન બનાવો. ચોમાસા દરમિયાન આબુનાં પર્વતો જાણે કે લીલી ચાદરો ઓઢી લે છે, આબુ એ અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલ છે. ચોમાસામાં આબુમાં આવેલ નક્કી લેકની સુંદરતા એક અલગ જ રૂપ ધારણ કરે છે. ઝરમર ઝરમર વરસાદમાં નક્કી લેકમાં કરવામાં આવેલું બોટિંગ જીવનભરનો યાદગાર અનુભવ આપે છે તથા આ સમયગાળા દરમિયાન એડવેન્ચર અને ટ્રેકિંગનાં શોખીનો માટે તો જાણે કે સ્વર્ગ મળ્યાની અનુભૂતિ થાય.

આબુ પહોચવા માટે આબુ રોડ રેલ્વે સ્ટેશન એ ભારતનાં લગભગ દરેક મોટા શહેર સાથે જોડાયેલું છે. આ ઉપરાંત ટેક્સી દ્વારા બાય રોડ પણ આબુ જઈ શકાય છે અને સાથે અંબાજીનાં દર્શનનો લહાવો પણ લઇ શકાય છે.

Mahabaleshwar – Panchgini (Maharashtra)

Photo Courtesy: smartstay.in

મહાબળેશ્વર- પંચગીની એટલે પ્રવાસીઓ માટે બીજું સ્વર્ગ. એમા પણ વરસાદ ભળે એટલે વાત જ કૈક અલગ છે. મહારાષ્ટ્રનાં સતારા જિલ્લામાં આવેલ સહ્યાદ્રી ગિરિમાળાઓની વચ્ચે આવેલ મહાબળેશ્વર-પંચગીની જવા માટે આમ તો બારે માસ પ્રવાસીઓમાં આકર્ષણ હોય જ છે, ત્યાંની દરેક ઋતુ માણવા જેવી છે પરંતુ Monsoon માં વર્ષારાણી જ્યારે ધોધમાર વરસીને ત્યાંની ધરા ને ભીંજવી નાખે છે ત્યારે સહુ પ્રવાસીઓના મન પણ જરૂર ભીંજાય છે. મહાબળેશ્વર-પંચગીનીમાં ફરવાની જગ્યાઓ અનેક છે જે ઘણું ખરું આપણને ખબર હોય છે, બની શકે કે વર્ષાઋતુમાં ત્યાં ગયા પછી કદાચ આ બધા પોઈન્ટ પર જવા ન મળે તો પણ હોટેલનું લોકેશન એવું શોધવું કે જ્યાંથી પ્રકૃતિને મન ભરીને માણી શકાય અને તે સમયનાં રોમાન્ટિક વાતાવરણની અસર પ્રવાસીઓને ચોક્કસ થાય જ.

Mahabaleshwar-Panchgini જવા માટેનું અંતર મુંબઈથી 260 કી.મી. અને પુણેથી 120 કી.મી નું છે. અહીંથી સૌથી નજીકનું મોટું એરપોર્ટ તથા રેલ્વે સ્ટેશન પુણે છે જ્યાંથી દરેક પ્રકારની કનેક્ટિવિટી મળી રહે છે.

Kodaikanal (Tamil Nadu)

Photo Courtesy: abhibuscommunity.com

કોડાઈકેનાલ ને ‘Princess of Hill Station’ નું બિરુદ આપવામાં આવ્યું છે. તમિલ ભાષામાં Kodaikanal નો અર્થ ‘the gift of the forest’ એવો થાય છે અને ખરેખર તમીલનાડુમાં આવેલ વેસ્ટર્ન ઘાટનો જ એક ભાગ એટલે આ સ્થળ સાચા અર્થમાં ગીફ્ટ જ છે. નીલગીરીના તથા બીજા અનેક વૃક્ષો, અનેક વિશાળ ઝરણાઓ પણ આપણને ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત અનેકવિધ ફૂલોની ચાદરો પથરાયેલી જોવા મળે છે. Monsoon માં જો વાદળોની વચ્ચે રહેવાનો લ્હાવો મેળવવો હોય તો ચોક્કસ જ આ સ્થળે જવું જોઈએ. કોડાઈકેનાલમાં આવેલ લેકમાં બોટિંગનો આનંદ ઉઠાવી શકાય છે. આ ઉપરાંત અલગ અલગ વન ડે ટુર પણ ટુર આયોજકો દ્વારા થતી હોય છે જેમાં અંદરનાં જંગલ વિસ્તારને જોવા અને જાણવા મળે છે.

Kodaikanal પહોચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ મદુરાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે જે આશરે 115 કી.મી. દુર છે. ટ્રેન દ્વારા પહોચવા માટે ભારતનાં દરેક મોટા શહેરો સાથે જોડાયેલ મદુરાઈ સ્ટેશન 114 કી.મી. નાં અંતરે આવેલ છે. તથા બસ દ્વારા મુસાફરી કરવા માટે પણ મદુરાઈ થી બસ સેવા ચાલુ હોય છે.

Coorg ( Karnataka)

Photo Courtesy: goseekandhide.com

કર્ણાટકનાં વેસ્ટર્ન ઘાટમાં આવેલ કૂર્ગ જેને ‘Scotland of India’ કહેવામાં આવે છે તે વર્ષાઋતુનાં પ્રેમીઓ માટે કુદરત દ્વારા મળેલ ભેટ સમાન છે. કૂર્ગનાં હેડકવાર્ટર કહેવાતા મદીકેરી એ જવાનો લહાવો ચૂકવા જેવો નથી. પ્રદુષણથી સો વેત દુર એવી આ સુંદર જગ્યાએ જે રસ્તે થઈને પહોચવાનું છે તે પણ એટલો સુંદર રસ્તો છે કે જે પોતાનામાં જ એક ડેસ્ટીનેશન બની જાય છે. કૂર્ગની જોવાલાયક જગ્યાઓમાં અબી વોટર ફોલ, કાવેરી નૈસર્ગધામ, તિબેટીયન મોનેસ્ટ્રી, રાજા’ઝ સીટ, ફોર્ટ છે અને monsoon માં જો ધોધમાર વરસાદ વરસતો હોય તો હોટેલની બાલ્કનીમાંથી વરસાદનો આનંદ લેવાની અહીં અનોખી મજા છે.

કૂર્ગ પહોચવા માટે મેંગલોર એરપોર્ટ કે જે 164 કી.મી દુર છે તે સૌથી નજીકનું એરપોર્ટ છે. નજીકના રેલ્વે સ્ટેશનમાં મૈસુર છે જે 95 કી.મી. નાં અંતરે છે અને બસ દ્વારા મુસાફરી કરવી હોય તો મૈસુર,મેંગલોર અને બેંગ્લોર થી બસ સર્વિસ ઉપલબ્ધ છે. કૂર્ગમાં કોફી પ્લાન્ટેશન ટુર ની મજા જ કૈક અલગ છે.

Monsoon tour માં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા :

  • બધા કપડાને પ્લાસ્ટીકમાં વિટાળીને લઇ જવા જેથી વરસાદનાં કારણે કપડા ન બગડે.
  • નાસ્તાને ડબલ પ્લાસ્ટીકમાં પેક કરવું જેથી હવાઈ ન જાય.
  • વરસાદના કારણે મચ્છર તથા જીવજંતુનો ઉપદ્રવ વધી જતો હોય છે તેથી ઓડોમસ, મોસ્કીટો કાર્ડ સાથે રાખવા.
  • બને ત્યાંસુધી એવા કપડા લેવા જે જલ્દી સુકાઈ જાય.
  • એક થેલો એવો રાખવો જેમાં ભીના કપડા રાખી શકાય અને ભેજની વાસ પણ ફેલાય નહિ.
  • કોમ્પેક હેર ડ્રાયર સાથે રાખવું જે ઘણા કામમાં આવી શકે.

તો બેગ પેક કરો અને ઉપડી જાઓ monsoon ને માણવા.

eછાપું

તમને ગમશે: ડેઝર્ટ એટલે સંસ્કૃતિનો વિકાસ અને દિવ્યતાનો અનુભવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here