Race 3 નો સટીક રિવ્યુ: ભાઈ તો ભાઈ છે મજાક થોડી છે?

0
472
Photo Courtesy: filmcompanion.in

Race 3 એ ટ્યુબલાઈટ બાદનું ભાઈનું આ એક બીજું જોરદાર મુવી છે જેમાં બોબી દેઓલ છે. બોબી દેઓલને ફિલ્મમાં એટલે લેવામાં આવ્યો છે જેમ BPL કાર્ડ ધારક હોય એમ ‘’ભાઈ’’ બધા ને રોજગારી આપે છે એજ રીતે BRY =  બોબી દેઓલ રોજગાર યોજના હેઠળ બોબી દેઓલને આ ફિલ્મમાં સ્થાન મળ્યું છે . મુવીના ડાયલોગ દમદાર છે આવો જાણીએ કોનો કેવો ડાયલોગ છે અને બહુ બધા લોકો છે એ લોકો કેમ છે શું કરે છે એ કોઈને નથી ખબર.

Photo Courtesy: filmcompanion.in

અનિલ કપૂર (શમશેર) નો ડાયલોગ આ ફિલ્મ જોનારા (કે જોઈ શકનારા??) દર્શકો માટે જ લખાયો છે કે “ગુસ્સે મેં ડીસીઝન નહી લેના ચાહિએ ઇસ લિયે મેં ડીસીઝન પહેલે લેતા હું ગુસ્સા બાદમે કરતા હું!!” એટલે ફિલ્મ જોવા જવાનું ડીસીઝન ગુસ્સામાં અને જુસ્સામાં આવી ને કરનાર ફિલ્મ જોઈ  100% ગુસ્સે થવાના એ નક્કી છે .

શાકિબ સલીમ (સુરજ) નો Race 3 નો એક ડાયલોગ છે કે, “યે કરતા પહલે હૈ સોચતા બાદમે હૈ!” મતલબ ડાયરેક્ટરે ફિલ્મ કરી લીધા પછી હવે વિચારશે કે એણે આ શું કર્યું??

જેક્વીલીન ફર્નાન્ડીઝ (જેસિકા) અને ડેઇઝી શાહ (સંજના) છે એ લોકોની બીનજરૂરી મારામારીના સીનો પણ છે. Race 3 ના અમુક ડાયલોગ તો એટલે ફિલ્મમાં છે કારણકે કે કબાટમાં આ બડા ડાયલોગ પડેલા હતા અને વેસ્ટ ન જાય એટલે એમને ફિલ્મ માં નાખી દીધા ભલે પછી તે ફિટ ન બેસે. દા.ત IPL નું પ્રસારણ ભલે સ્ટાર સ્પોર્ટ્સ ઉપર થતું હોય તોય આપણે સૂર્યવંશમ ને યાદ કરીએ એવી રીતે ડાયલોગ લોકો યાદ રાખશે “Our Dialogue is Our Dialogue none of your Dialogue.”

ફિલ્મ માં જોરદાર સિક્વન્સ, હેલિકોપ્ટર, મોંઘીદાટ ગાડીઓ બધું જ છે અને ખુદ ભાઈ પણ છે અને ભાઈ ભાઈ છે મજાક થોડી છે? સોલિડ બોડી લઇને આખી ફિલ્મમાં સિકંદર બનીને ફરે રાખવું કઈ સહેલું થોડું છે? ભાઈ ગાડીમાં બેસે છે, ભાઈ ગન ચલાવે છે, ભાઈ બાઈક ચલાવે છે, ભાઈ પેરેશુટ લઈને ઉડે છે, ભાઈ હેલિકોપ્ટરમાં બેસે છે, ભાઈ મોંઘીદાટ ગાડીઓમાં બેસે છે, ભાઈ બધું જ કરે છે પણ ભાઈ એક્ટીગ નથી કરતા એટલે આ બધું એટલું રીયલ લાગે જરાય એક્ટીગ ન લાગે.

આવું જોરદાર પિક્ચર હોવા છતાં બધા એને ઓછા સ્ટાર આપે છે કેમકે ભાઈ ખુદ બીજનો ચંદ્ર છે એટલે એમને સ્ટારની જરૂર જ નથી. પણ ભાઈની ફિલ્મમાં સ્ક્રિપ્ટ શોધવી એ રૂ ના ઢગલામાંથી ટાંકણી શોધવા જેવું અઘરું છે.

અમને ખબર છે કે આટલું સારું મુવી હોવા છતાં લોકો ખોટે ખોટું ક્રિટીસાઈઝ કરશે. આખી ફિલ્મ વારસાઈની મગજમારીના  ટોપિક ઉપર બેઝ છે, કોઈ તલાટીને કીધું હોત તો તરત જ સરખું પેઢીનામું બનાવી આપત. તોય  ભાઈ 100 કરોડ કમાઈ બતાવશે પણ કદાચ આ મુવીમાં બધું સારું છે તોય આ મુવીને તૈમુરની હાય લાગી છે અને કદાચ એટલેજ… શિવ શિવ શિવ અમારે આગળ કશુંજ નથી બોલવું.

અજ્ઞાન ગંગા

ટહુકો : માલા બાપા ને Race 3 મુવીમાં નથી લીધા જાઓ તમને જલુલ જલુલ થી કોઈ સ્ટાર નહીં મલે.

– તૈમુર

eછાપું

તમને ગમશે: મને મારા ભારત પર આજે પણ ગર્વ છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here