સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIP માં રોકાણ કરવું એટલું સરળ છે?

0
413
Photo Courtesy: tomorrowmakers.com

એક ગૃહિણી પોતાની દીકરીના દહેજ માટે સોનું લેવું પડશે એમ વિચારી દર મહીને પતિની બચતમાંથી બે ગ્રામ સોનું ખરીદી ભેગું કરે તો એ એનું સોનામાં સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIP છે એક આયોજન છે એક નિશ્ચય છે એની સમજણ ખોટી છે. પરંતુ હા તેને રોકાણ યોગ્ય કહી શકાય. મોટાભાગે મરાઠી મહિલાઓ આ પ્રમાણે સોનામાં રોકાણ કરતી હોય છે. હવે વિચારો કે દહેજના બદલે જો અહી જો ઉચ્ચ શિક્ષણ માટે બચત થાય તો એ યોગ્ય જ કહેવાય ને?

Photo Courtesy: tomorrowmakers.com

SIP મોટાભાગે મ્યુચ્યુઅલફંડના સદર્ભમાં વપરાતો શબ્દ છે પરંતુ એનો સાચો અર્થ દર મહીને કે વર્ષે કે ત્રિમાસિક એમ ચોક્કસ સમયે ચોક્કસ રકમની બચતનું ફાયનાન્સીયલ પ્રોડક્ટમાં રોકાણ એમ જરૂરથી કરી શકાય.

જો તમારી દર મહીને આવક કરતા ખર્ચ વધુ હોય તો અને બચત થતી ના હોય તો આ પ્રમાણે SIP દ્વારા ફરજીયાત બચત કરવું જરૂરી બની જાય છે. અહી બચતનું રોકાણ એક ખર્ચ તરીકે ગણી બચત કરવામાં સવલત રહે છે અને બચત તથા રોકાણ શક્ય બને છે અને જો તમારી આવક માંથી ખર્ચ બાદ થતા કોઈ રકમ બચતી હોય તો એ બેંકમાં પડી રહેવાને બદલે રોકાણ તરફ એટલેકે વધુ આવક મળે એવા પ્રોડક્ટમાં રોકાણ તરફ વળે છે.

હવે આ SIP મ્યુચ્યુઅલફંડના સદર્ભમાં કઈ રીતે કામ કરે છે એ જાણીએ તે પહેલા મ્યુચ્યુઅલફંડ શું છે એ ટુંકમાં સમજીએ.

મ્યુચ્યુઅલફંડ આપણી પાસે યુનિટ રૂપે પૈસા લઇ શેરબજારમાં અથવા ડેબ્ટ ફંડમાં રોકે છે અને લે વેચ કરી આપણા માટે નફો રળે છે. અહીં મૂડી વૃદ્ધિ પણ થતી હોવાથી શેરબજારના રોકાણનો જ લાભ મળે છે જે યુનિટની કિંમતમાં વધારો અથવા જો નુકશાન થાય તો ઘટાડો રૂપે સૂચવે છે. જેમને શેરબજારની આટીઘુંટી સમજાતી નથી એમના માટે એ એક એજન્ટની ભૂમિકા ભજવે છે. મ્યુચ્યુઅલફંડ નું સંચાલન શેરબજારના નિયામક સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ટુંકમાં સેબીના નિયમન હેઠળ થાય છે એથી એમાં શેરમાં સીધા રોકાણ કરતા જોખમ ઘણું ઘટી જાય છે

તો આવા મ્યુચ્યુઅલફંડમાં તમે રૂ. 500 થી પણ રોકાણની શરૂઆત કરી શકો છો અને SIP દ્વારા દર મહીને હજાર બે હજાર કે વધુ રકમ પણ જમા કરી શકો આ માટે તમે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકટશન દ્વારા એ રકમ દર મહીને તમારા બેંક ખાતામાંથી સીધા એમને ત્યાં રોકાણ થઇ શકે છે અને એથી આ SIP કહેવાય છે.

સાધારણપણે મ્યુચ્યુઅલફંડમાં વાર્ષિક 12 ટકા થી વધુ વળતર છૂટે છે પરંતુ આપણે 10 ટકા થી 12 ટકા પકડીને ચાલીએ તો એ પણ ખોટું નથી. હવે દર મહીને રૂ. 1000 કે 2000 અથવા 5000 રોકાતા આ દરે ત્રણ વર્ષ પછી કે પાંચ વર્ષ પછી કે દસ વર્ષે કેટલા રૂપિયા આપણા ખાતામાં જમા થશે એની ગણતરી માટે ગુગલ કરશો તો આસાનીથી એ જાણવા મળશે. આ ગણતરી કરી આપતી ઘણી વેબસાઈટસ છે દાખલા તરીકે દર મહીને રૂ. 5000 12 ટકાના દરે જમા કરતા 25 વર્ષમાં તમે રૂપિયા 15,00,000 જમા કરશો તો વળતર મળશે રૂપિયા 69,31,032 અને તમારી કુલ રકમ થશે રૂપિયા 84,31,032 જમા કરશો તો આ જ રકમ દસ વર્ષ માટે કુલ રકમ થશે રૂપિયા 11,09,650 અને વળતર રહેશે રૂપિયા 5,09,650 ૫૦૯૬૫૦ અને તમારું રોકાણ થશે રૂપિયા 6,00,000.

SIP દ્વારા તમે મ્યુચ્યુઅલફંડમાં દર મહીને જો ચોક્કસ રકમ જમા કરો તો ચોક્કસ સમયમાં તમારું વળતર સાથે કેટલી રકમ જમા થશે એ ગણી શકાય અને એથી તમારી બચતનું આયોજન વધુ સારી રીતે થઇ શકે છે આ છે મુખ્ય હેતુ SIP ગણવાનો. વળી મ્યુચ્યુઅલફંડમાં આ રકમ છૂટે જ છે એવો આજ સુધીનો અનુભવ ઘણાને છે હા પણ આ વાત ટુંકા ગાળા માટે કદાચ શક્ય ન પણ બને કારણકે શેરબજારમાં તેજી મંદી આવતી રહેતી હોય છે પરંતુ લાંબાગાળા માટે આ ગણતરી મહદ અંશે યોગ્ય જ છે ખાસ તો મ્યુચ્યુઅલફંડ માટે અથવા બેંક ફિક્સ્ડ ડીપોઝીટ માટે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: મફતમાં ચેટ સેવાઓ આપતી કંપનીઓ હવે બનશે કમાઉ દીકરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here