પિનાક આર્ટિલરી રોકેટ સિસ્ટમ – દુશ્મનને અચંબિત કરીને પ્રલયનો પ્રહાર

0
546
Photo Courtesy: defenceforumindia.com

પિનાક મિસાઈલ સીસ્ટમની ઘાતક ક્ષમતા  સમજવા એક કલ્પના કરી જુવો કે દુશ્મન દેશ આપણી બોર્ડર તરફ આર્ટીલરી, ટેંક્સ અને પાયદળ સાથે હુમલો કરવા ધસી રહ્યું છે અને અચાનક એક મિનિટ કરતાં ઓછા સમયમાં આકાશમાંથી એક સાથે મિસાઈલનો વરસાદ ત્રાટકે છે અને સાથે જ દુશ્મનના કાફલામાં સંપુર્ણ તબાહી મચી જાય છે. એની ટેંક્સ, આર્ટીલરી અને પાયદળ નાશ પામે છે. એક સ્ક્વેર કીલોમીટરના ક્ષેત્રમાં ફક્ત તબાહી જ તબાહી નજરે ચડે છે. બસ આ જ મારક ક્ષમતા પિનાકની છે.

Photo Courtesy: defenceforumindia.com

AGNI – V પછી તરત જ એક મિસાઈલ સીસ્ટમ સમાચારમાં આવી. એ પિનાક MK II. પિનાક આર્ટિલરી રોકેટ સિસ્ટમ શું છે? અને એ શું કામ સમાચારમાં આવી એ વિશે વિસ્તૃત વાત કરીએ. હાલમાં જ 31 મે ના રોજ ઓડીશાના ચાંડીપુર કાંઠેથી પ્રી ઇન્ડક્શન બીજું સફળ પરિક્ષણ થયું.

પિનાક શબ્દ આમ તો શિવજીના ધનુષ્યના નામ પરથી લેવામાં આવ્યો છે.  પુરાણોના રેફરન્સ મુજબ વિશ્વકર્માજી એ બે મહાન ધનુષ્યનું નિર્માણ કર્યું હતું.  સારંગ અને પિનાક. સારંગ એ વિશ્નુ ભગવાનને આપ્યું અને પિનાક શિવજીને આપ્યું. આ પિનાક એ સંપુર્ણ વિનાશ – સર્વનાશ માટે શિવજી પાસે હતું. આપણી મિસાઈલ પ્રણાલીના નામો પણ પુરાણોમાં દર્શાવેલ હથીયારો પ્રેરીત છે.

પિનાક મિસાઈલ સીસ્ટમ – આ સંપુર્ણ સ્વદેશી આર્ટિલરી રોકેટ સિસ્ટમ એટલે કે 40  સેકન્ડમાં એક સાથે કે એક પછી એક 12 રોકેટ્સ છોડી શકે. તેની મારક ક્ષમતા 40 કિલોમીટર છે અને જ્યારે આ રોકેટ છોડવામાં આવે ત્યારે દુશ્મનોના પ્રદેશમાં 1 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તારમાં સંપુર્ણ સર્વનાશ મચાવવા પુરતા થઈ પડે છે.

મલ્ટી બેરલ રોકેટ લોન્ચર – આપણે રશિયન બનાવટના BM-21 Grad ઓપરેટ કરતા હતા. 1981માં ભારતીય સેના અને સેના મુખ્યાલય વડે નિર્ણય લેવાયો કે સ્વદેશી બનાવટના MRBL વિકસાવવા અને આ દિશામાં આત્મનિર્ભર બનવું.

પિનાક એ ભારતની શાન જેવી DRDO – Defense Research and Development Organization અલ્ટ્રા-મોર્ડન લેબોરેટરી અને તેની સંલગ્ન એવી પુણે સ્થીત ARDE – Armament Research and Development Establishment  દ્વારા થયું છે. 1986માં આ પ્રોજેક્ટની જોરશોરથી શરૂઆત થઈ. DRDO અને ARDEની જવાબદારી ઓવરઓલ ડીઝાઈન અને વિકાસની હતી, એની સાથે એની કેટલીક સબ-સીસ્ટમ અને પુરજાઓ ટાટા પાવર SED, Larsen & Toubro (L&T), Defense Ordinance Board દ્વારા નિર્માણ થયા. પ્રથમ તબક્કાના પરિક્ષણો જુન 1996 અને બીજા તબક્કાના પરિક્ષણો જુલાઈ 1998 દરમ્યાન થયા. અને આવ્યું જુન 1999. તે સમયે કારગીલ યુદ્ધ દરમ્યાન પિનાકની મારક ક્ષમતાનો પુરેપુરો લાભ આપણી સેનાએ લીધો.

પિનાક – I એ અન-ગાઈડેડ આર્ટિલરી રોકેટ સિસ્ટમ છે. અર્થાત, મિસાઈલ છોડ્યા બાદ લોંચર એને કન્ટ્રોલ ન કરી શકે. પણ 40 કિલોમીટર જેટલી રેન્જને કારણે એને ગાઈડન્સ કે કન્ટ્રોલ સીસ્ટમની જરૂર નથી.  હવે જે નવો અવતાર છે (જેનું સફળ પરિક્ષણ મે – 2018માં થયું તે ગાઈડેડ મિસાઈલ વર્ઝન છે. જેમાં નેવીગેશન, ગાઈડન્સ અને કન્ટ્રોલ કીટ સામેલ છે. અને આ આખી સિસ્ટમ DRDO સંલગ્ન ડીફેન્સ લેબોરેટરી RCI – Research Center, Imarat (જે હૈદરાબાદ સ્થીત છે) દ્વારા સંપુર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આ પિનાક – II હવે વધુ લાંબી મારક ક્ષમતા અને ગજબની એક્યુરેસી સાથે દુશ્મનનો સર્વનાશ કરવા તૈયાર છે. પિનાક-I જે  40 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી હતી એની સામે આ પિનાક – II 70+ કિલોમીટરની ક્ષમતા ધરાવે છે. આ નેવીગેશન અને કન્ટ્રોલ ક્ષમતા એટલે વધુ અનિવાર્ય હતી કે જો મિસાઈલની રેન્જ વધારવામાં આવે તો એની એક્યુરેસી જળવાઈ રહેવી આવશ્યક બની રહેતી હતી. અને આ સફળ પરિક્ષણ આપણા વૈજ્ઞાનિક અને રીસર્ચ સંસ્થાઓની પ્રચંડ ઉપલબ્ધી ગણી શકાય.

ભારતીય સેનામાં પિનાકના બન્ને વર્ઝન્સ સાથે જ રહેશે. પિનાક – II એ સચોટ નીશાન અને સર્વનાશ માટે વધુ ઉપયોગમાં લેવાશે. પિનાક આર્ટિલરી રોકેટ સિસ્ટમ Shoot & Scoot મતલબ ફાયર – મિસાઈલનો મારો કરો અને સ્થાન બદલતા રહો. આ એટલે જરૂરી છે કે દુશ્મનની આર્ટીલરી ગન્સ આને પ્રતિ-હુમલો ન કરી શકે. અને આ Shoot & Scoot માટે સ્વદેશમાં જ નિર્મિત 12 ટન વહન ક્ષમતા વાળું 8×8 TATRA by BEML – Bharat Earth Movers Ltd. દ્વારા નિર્મિત ટ્રક ઉપયોગમાં લેવાય છે. એના એક કાફલામાં કુલ 6 વાહનો હોય છે. 12 રોકેટ્સ, અન્ય રોકેટ્સ (જે ખાલી થયેલા રોકેટ્સના સ્લોટને ભરવા માટે વપરાશે) માટે ત્રણ ટ્રક્સ, એડવાન્સ્ડ રેડાર સીસ્ટમ અને કમાન્ડ કન્ટ્રોલ – જનરેટર સાથે. આમ એક કાફલામાં કુલ 72 રોકેટ્સ હોય છે અને એ તમામ  44 સેકન્ડસની અંદર છોડી શકાય એ પ્રકારે સીસ્ટમ સક્ષમ છે. એડવાન્સ્ડ કોમ્પ્યુટર અને એના પ્રોગ્રામને કારણે દરેક રોકેટ્સને અલગ અલગ ટારગેટ પર છોડી શકાય છે.

અત્યારે ભારતીય સેનામાં પિનાકની 2 રેજીમેન્ટસ છે. અને હવે 2 – 22 યોજના હેઠળ બીજી નવી 10 રેજીમેન્ટ્સ 2020 સુધીમાં રચવાનું આયોજન છે. અને આવતા દશકમાં કુલ 22 રેજીમેન્ટ્સ તૈયાર થઈ જશે.

પિનાક અને પિનાક – II એ સુપીરીયર ટેકનોલોજીનું પરિણામ છે.

કેટલીક અગત્યની ટેકનીકલ વિગતો

હવે ટુંક સમયમાં જ એ પિનાક – II એડવાન્સ્ડ અને ફાયનલ પરિક્ષણો બાદ  આપણી સેનામાં ફરજ બજાવવા જોડાશે. દેશની સુરક્ષા માટે તત્પર.

જય હિંદ.

eછાપું

તમને ગમશે: ગુમ થયેલ છે: ભારતીય એની શોધ એ જ ઇનામ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here