બાળકો માટે માતા અને પિતા બંને જરૂરી છે. માતા – પિતા બંનેનું મહત્વ એકબીજાથી જરાય ઓછું નથી એટલે જેટલી ઉત્સુકતાથી Mother’s Day ની ઉજવણી થાય છે, તેવી જ રીતે Father’s Day પણ ઉજવાય છે. સૌથી પહેલાં, Father’s Day ક્યારથી અને શું કામ અસ્તિત્વમાં આવ્યો તેની સંક્ષિપ્ત માહિતી લઈએ.
Father’s Day નો ઇતિહાસ :
જૂન મહિનામાં ત્રીજા રવિવારને ભારત સહિત ઘણા દેશોમાં Father’s Day તરીકે ઉજવવામાં આવે છે. Father’s Day એ એવી ઉજવણી છે, કે જેમાં પિતાને માન આપવાની સાથે પિતૃત્વને અને સમાજમાં પિતાના પ્રભાવને ઉજવવામાં આવે છે. 20 મી સદીની શરૂઆતમાં Mother’s Day એટલે કે માતૃ દિવસને વધાવવા માટે, યુ.એસ.માં Father’s Day નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. “ફાધર્સ ડે” નું પ્રથમ પાલન 5 જુલાઈ, 1908 ના રોજ ફેરમોન્ટ, વેસ્ટ વર્જિનિયામાં યોજાયું હતું. યુ.એસ.માં, 1972 માં જ્યારે President Richard Nixon એ કાયદામાં હસ્તાક્ષર કર્યા, ત્યારથી Father’s Day ને કાયમી રાષ્ટ્રીય રજા તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને તેની ઉજવણી કરવામાં આવે છે.
આ તો વાત હતી Father’s Day ના ઉદભવની. પણ Save Indian Family એ તેની ઉજવણી કેવી રીતે કરી, તે વિશે પણ આપણે જાણીએ.

આ વખતે 17 મી જૂન, 2018 એ, Save Indian Family (SIF)-ગુજરાત, દ્વારા Father’s Day 2018 ની ઉજવણી અમદાવાદના સોલા ખાતે આવેલા Children’s Home અનાથાશ્રમમાં જઈને, માતા – પિતા ના પ્રેમથી વંચિત બાળકો સાથે જઈને, તેમની સાથે સારો એવો સમય પસાર કરીને અને તેમની સાથે થોડો પ્રેમ વહેંચીને કરી. SIF ના સ્વયંસેવકો ત્યાં જઈને, બાળકો સાથે અલગ અલગ રમતો રમ્યા, બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી, બાળકોને પુસ્તકો વહેંચ્યા તથા સ્પોર્ટ્સ કીટ આપીને જીવનમાં સારી રીતે આગળ વધવા માટે અને તેમનો સંપૂર્ણ વિકાસ થાય, તેને માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પાછળનો SIF નો હેતુ બાળકોની સાથે સમય પસાર કરવાની સાથે સાથે, તેમનાં મોઢા પર ખુશી લાવવાનું હતું.
આવી સંસ્થાઓમાં જ્યાં બાળકો કે જેઓ પેરેંટ્સ દ્વારા ત્યજી દીધેલા છે, તેની સાથે સાથે એવાં બાળકો પણ હોય છે જેમણે તેમનાં માતા પિતા ગુમાવી દીધાં હોય છે.
SIF (Save Indian Family) ના જીતુ વાસ્વાનીના જણાવ્યા મુજબ, આ એક એવી સંસ્થા છે કે જે પુરૂષો અને સ્ત્રીઓ બંનેના કલ્યાણ માટે કામ કરવા માગે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ માત્ર સ્ત્રીઓ તરફી જ નહીં પણ પુરૂષો તરફી કાયદાઓના બંધારણને જાગૃત કરવાનો છે. કાનૂની જોગવાઈમાં મુખ્યત્વે સ્ત્રીઓ તરફી જે કાયદાઓ છે. સ્ત્રીની અરજી પર છૂટાછેડા ઝડપથી થતા હોવાથી, તેને લીધે બાળકોને પણ ઘણી વખત મતભેદ અને મનભેદનો સામનો કરવો પડે છે. મોટા ભાગના રીસર્ચ પરથી અને ચાઇલ્ડ સાઇકોલોજી પ્રમાણે એ સાબિત થયેલું છે કે બાળકોનાં હેલ્ધી ગ્રોથ માટે બાળકોને માતા અને પિતા બંનેનો પ્રેમ અને હુંફ મળવા જોઈએ. અને દુઃખની વાત એ છે કે ઘણાં બાળકોને બંને પેરેંટ્સ હોવા છતાં, માતા પિતા એકબીજા સાથે ન રહેતાં હોવાથી કોઈ પણ એક પેરેંટ સાથે રહેવું પડે છે અથવા તો બોર્ડીંગ સ્કૂલમાં જવું પડે છે.
SIF નો Father’s Day ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ પણ એ છે કે આ ઉજવણીથી સોસાયટી, ચાઇલ્ડ કેર ઓર્ગેનાઇઝેશન, ચાઇલ્ડ ડેવલપમેંટ મિનિસ્ટ્રી તથા જ્યુડિશિયરી દ્વારા બાળકોનાં શિક્ષણ, આરોગ્યની સાથોસાથ તેમની ઉપર વ્યવસ્થિત ધ્યાન કેન્દ્રિત કરીને, કાળજી લેવામાં આવે, તે પણ છે.
Save Indian Family સંસ્થા દ્વારા ખાસ કરીને પુરૂષો માટે એક નેશનલ હેલ્પ લાઈન નંબર 08882 498 498 પણ મુકવામાં આવ્યો છે જે માત્ર અને માત્ર પુરૂષો ના ભવિષ્ય માટે કામ કરે છે. સ્ત્રીઓ માટે બહોળો વર્ગ કામ કરે છે, તેથી આ સંસ્થા દ્વારા સ્ત્રીઓ સાથે સાથે પુરુષો માટે પણ અલગ કમિટિ કામ કરે છે જે સામાજિક રીતે મુશ્કેલી અનુભવતા પુરૂષો ને મદદરૂપ થાય છે.
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: ટેસ્ટ ક્રિકેટ : “અભી હમ ઝીંદા હૈ!”