વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક ટીપ્સ

0
441
Photo Courtesy: hindustantimes.com

21 જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક જાહેર સ્થળો બગીચામાં યોગ શિબિર યોજવામાં આવે છે અને લોકો યોગ કરીને પોતાની તંદુરસ્તીમાં વધારો કરે છે અને માનસિક શાંતિ અને તણાવમાંથી મુક્તિનો અહેસાસ કરે છે. પણ આ દિવસ ઉજવવામાં કેટલીક ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટીપ્સ છે જેનાથી તમે વધારે સારો યોગ કરી શકશો

Photo Courtesy: hindustantimes.com
  1. હમેશા જાહેર સ્થળો એ યોગ કરવા પહેલા પહોચવું જેથી પાર્કિગ મળી રહે અને હમેશા આગળની હરોળમાં જ બેસવું કેમકે પ્રિન્ટ મીડિયા અને ટી.વી ચેનલો ફક્ત આગળની હરોળમાં બેઠેલાના જ ફોટા અને વિડીયો બતાવે છે જો તમે છોકરી ન હોવ તો.
  2. હંમેશા પોતાનું આસન સાથે લઈને જવું અને એવી રીતે પાથરવું જેથી કોઈના હાથ પગ આપણને વાગે નહીં અને આપણા હાથ પગ કોઈને વાગે નહીં.
  3. નવી નક્કોર સફેદ ટી-શર્ટ કે પ્લેન બ્લેક ટી-શર્ટ પહેરીને યોગ કરવો જેથી ફોટા સારા આવે અને Instagram અને ફેસબુક લાઈકમાં વધારો થાય.
  4. યાદ રાખો જો તમે ફોટા પડાવવાજ આસનો કરતા હો તો પદ્માસન કરીને જ ફોટા પાડવા કેમકે તેમાં તમારો ફેસ સરખો દેખાય છે અને “NICE DP” ની કોમેન્ટ વધવા નાં ચાન્સ છે. ઉંધા-ચતા આસનો કરીને ફોટા અપલોડ કરવા નહીં બાકી લોકો તમે ખોટું આસન કર્યું એવી ભૂલો શોધશે અને સરખી લાઈક પણ નહીં મળે.
  5.  તમે જો Walk કરવા જાહેર બગીચામાં જતા હોવ તો આજનો દિવસ Walk Avoid કરવી કેમકે એટલા લોકો બગીચામાં યોગા કરવા આવી ગયા હશે કે તમારે એક બીજા પરથી કુદી કુદીને ચાલવું પડશે.
  6. હંમેશા જાહેર યોગ કાર્યક્રમમાં આગળવાળો શું કરે છે એ જોઈ ને યોગ કરવા નહીં કારણકે ઘણીવાર આગળવાળાના મોઢા પર માખી બેઠી હોય અને એ માખી ઉડાડતો હોય તો આપણને એવું લાગે કે આ યોગા સ્ટેપ હશે અને આપણે એવુંને એવું ફોલો કરીએ તો હાસ્યાસ્પદ દેખાઈએ માટે એમ ન કરવું.
  7. આળસા-સન આ આસન આજના દિવસ ખાસ કરવું જેમાં મોડા નાહવા જવું ઉઠ્યા પછી પોતાની પથારી અને ઓઢવાનું પણ જાતે ન વાળવું, ફોનનું ચાર્જર શોધવાની પણ આળસ કરવી, જમ્યા પછી 12 થી 4 આ આસનનું ઘણું મહત્વ છે બપોરનાં ધોમધખતા તાપમાં રાજકોટ ખાતે આ આસન આગવું મહત્વ ધરાવે છે જે તમને ગરમી થી બચાવે છે અને શરીરમાં ચુસ્તી-ફુર્તી લાવે છે જેથી સાંજે તમે ઉઠ્યા પછી સરખું જમીને બરફ નો ગોળો પણ ખાઈ શકો છો.
  8. કોઇપણ માનસિક શાંતિ હણે એવું મુવી જોઈને યોગ કરવો નહીં નહીતર તેનાથી શરીરને ફાયદો થવાની જગ્યાએ નુકશાન થાય છે કેટલાક લોકો Race3 જેવા મુવી જોઇને શવાસન કરવાનો પ્રત્યન કરે છે આવું કરવાથી ઘણીવાર શવાસન દરમીયાનજ કોમા માં જતા રહેવાના બનાવો પણ બનતા હોય છે જેથી હંમેશા આવું જોખમ ટાળવું.

અજ્ઞાન ગંગા

સૂર્ય નમસ્કાર કરવાથી ફાયદો થાય છે એટલોજ ફાયદો નોકરી દરમ્યાન બોસ ને રોજ નમસ્કાર કરવાથી પણ થાય છે.

eછાપું  

તમને ગમશે: … અને ફેસબુક પર ગુજરાતીઓ વચ્ચે અચાનકજ છેડાયું અભૂતપૂર્વ ફાફડા યુદ્ધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here