રેસ 3માં સૈફની જગ્યાએ સલમાન કેમ? જણાવે છે રેમો ડી’સોઝા

0
304
Photo Courtesy: freepressjournal.in

મિત્રો, ફરી એક વાર આપસૌનું શાનદાર સ્વાગત છે રેસ-3ના દિગ્દર્શક રેમો ડિ’સોઝા સાથે Fryday ફ્રાયમ્સમાં…. Fryday ફ્રાયમ્સ…. ભેજવાળા વાતાવરણમાં હવાના લાગે એનું ખાસ ધ્યાન રાખીને પેક કરવામાં આવે છે… એટલે મસાલેદાર ચટાકેદાર ફ્રાયમ્સ તમે વરસાદી સીઝનમાં પણ અવિરત માણી શકશો….  વરસાદી સીઝનમાં રસ્તાઓ લપસણા થી જાય છે એટલે મારી અસ્પ સૌને નમ્ર વિનંતી છે કે તમારું વાહન ધ્યાનથી ચલાવજો… રેસ ના લગાવતા…. લપસણા રસ્તાઓ પર રેસ લગાવતાં શું હાલત થઈ શકે છે એ અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે જ આજે રેમો ડિ’સોઝા પધાર્યા છે… તો ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લો… તો પ્રસ્તુત છે…  રેસ-3ના દિગ્દર્શક રેમો ડિ’સોઝા…..

Photo Courtesy: freepressjournal.in

પંકજ પંડ્યા : વેલકમ સર…

રેમો ડી’સોઝા : ધન્યવાદ…

પંકજ પંડ્યા : કેવું લાગી રહ્યું છે અહીં આવીને ?

રેડી : Fryday ફ્રાયમ્સના મંચ પર આવવા હું ખૂબ excited હતો…..  હવે અહીં આવી જ ગયો છું તો લાગે છે જાણે…. ધડકને રેસ પર હૈ….

પંકજ પંડ્યા : હાહાહાહા…..   ચાલો શરૂ કરીએ ?

રેમો ડી’સોઝા :  યસ્સ… રેડી ફોર ધ રેસ… થ્રિ… ટુ…. વન…

પંકજ પંડ્યા : સૌથી પહેલા તો હું એ પૂછવા માગીશ કે કોરિયોગ્રાફર તરીકે તમારી ગાડી પૂરપાટ દોડી રહી હતી…. તો પછી આ ડાયરેક્ટર થવાનું ક્યાંથી સૂઝ્યું ?

રેડી: દેવા રે દેવા…. પ્રભુ સૂઝાડે એ કરવાનું….

પંકજ પંડ્યા : તો પણ કંઈ ખાસ કારણ ?

રેમો ડી’સોઝા : Remo નું anagram more પણ થાય છે….  I am always out to do more than previous day…

પંકજ પંડ્યા : સરસ…  એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તમારી લેટેસ્ટ ફિલ્મ રેસ 3 માં સ્ટોરીમાં કે ટ્રીટમેન્ટમાં કંઈ દમ નથી…

રેડી: ફેસ્ટિવ કે વેકેશનમાં લોકો કોઈ પણ ભોગે પૈસા વેરવા તૈયાર હોય ત્યારે ટેલન્ટ ઑફ સિઝન માટે રિઝર્વ રાખવાનું હોય…

પંકજ પંડ્યા : એ છતાં સ્ટોરી માટે ખાસ શું ધ્યાન રાખેલું ?

રેમો ડી’સોઝા : એ જ કે આ ફિલ્મની સ્ટોરી દિગ્દર્શક તરીકેની મારી પહેલી ફિલ્મ (ફાલતુ)ને અનુરૂપ હોય.

પંકજ પંડ્યા : ઓકે… સમજી ગયો.. રેસ ફ્રાન્ચાઈઝી માટે સૈફ અનડિસ્પ્યુટેડ ફર્સ્ટ ચોઈસ છે… તો પછી….

રેડી: દેખો…  આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સ્ટોરીલાઇન કરતાં રિલીઝ ડેટ પહેલાં નક્કી કરેલી….  રમઝાન ઈદ વખતે ફિલ્મ રિલીઝ કરવાની હોય ત્યારે સ્ટાર વેલ્યુ જ જોવાય… એ જ safe છે…  સૈફ વોઝ રિસ્ક હિયર…

પંકજ પંડ્યા :  તદ્દન સાચી વાત… તમે આ ચોખવટ ના કરી હોત તો મારા મનમાં એ જ ગડમથલ હતી કે રેસના અનુભવી ને બાજુમાં મૂકીને ફૂટપાથ પર વાહન ચલાવનાર પર કેમ પસંદગીનો કળશ ઢોળ્યો હશે…

રેમો ડી’સોઝા : તમે ખરેખર બહુ નાસમજ છો…

પંકજ પંડ્યા : એ તો છે જ…   જેકલીનની પસંદગીનું કોઈ ખાસ કારણ ?

રેડી: તમને દરેક વાત સમજાવવી પડે છે… ભાઈ.. રેસ ચાલતી હોય અને કારમાં કોઈ પ્રોબ્લેમ થાય તો… you know ? Car can lean on  jack…  so jack-lean… અને એટલે જ એ એક્ટ્રેસસ છે જે ક્લીનલી ફર્સ્ટ ચોઈસ છે..

પંકજ પંડ્યા : oh my god… મને લાગે છે કે બોલિવડમાં તમારાથી વધુ  ટેલેન્ટેડ કોઈ નહીં હોય…

રેમો ડી’સોઝા :  હોઈ શકે…

પંકજ પંડ્યા : ખરેખર….. your brain is your  brain.. none of my brain….

રેડી: હાહાહાહા…

પંકજ પંડ્યા : પણ મિ. ડી’સોઝા… ફિલ્મમાં એવું શું છે કે દર્શકોને રોમાંચકારી goose bumps આવવાને બદલે મગજ પર હથોડા વાગીને સોજા આવી ગયાનો અનુભવ થાય છે…

રેમો ડી’સોઝા : બકવાસ… મારે કંઈ નથી કહેવું… ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું થઇ ગયું છે…  બોક્સ ઓફિસ કલેક્શન પર નજર માંડી લેજો… નેગેટિવ પ્રચારે ખરેખર તો મદદ જ કરી છે…

પંકજ પંડ્યા : તમારા બધાજ વિચારો અલગ છે… તમારા મગજમાં આવા અનોખા વિચારો આવે છે ક્યાંથી ?

રેડી: હું જેટલો સમય જાગતો હોઉં છું… એટલો સમય કંઈક ને કંઈક વિચારતો જ હોઉં છું…  જ્યારે હું સૂતો હોઉં ત્યારે જ મગજને યોગ્ય આરામ મળે છે… અને મારા મગજનો ખ્યાલ રાખીને જ્યારે હું નાનો હતો ત્યારે મારી મમ્મી રોજ ડીનર પતે એટલે તરત મને કહે…. “રેમોડી….સો જા..”

પંકજ પંડ્યા : ઓહ..તો એવું કહી શકાય કે તમારું નામ પણ એ પરથી જ પડયું છે…

રેમો ડી’સોઝા : exactly…. બાકી મારું ઓરીજીનલ નામ રમેશ નાયર છે અને ઉપનામ રેમો હતું.. મા મને પ્યારથી રેમોડી કહેતી….

પંકજ પંડ્યા : વાહ….  ખરેખર ખૂબ મજા આવી તમારી સાથે વેટ કરવાની…  રેસ 3 ને પ્રથમ અઠવાડિયામાં જે પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે એવી જ રીતે અગ્રેસર રહી ઑલ ટાઈમ હાઈએસ્ટ કલેક્શન મેળવે તે માટે શુભેચ્છાઓ…

રેડી: આભાર….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: પેડમેન ચેલેન્જ – સેનેટરી પેડ, થોડુંઘણું પ્રમોશન અને થોડુંઘણું હરખપદુડાપણું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here