મ્યુચ્યુઅલ ફંડ – રોકાણ કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી?

0
357
Photo Courtesy: moneycontrol.com

આ સવાલનો જવાબ મેળવતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસાનું શું કરે છે એ જાણીએ. મ્યુચ્યુઅલ ફંડ તમારી પાસે યુનિટ રૂપે પૈસા લે છે જેમકે રૂ 10નો એક યુનિટ અને એ પૈસા શેરબજારમાં રોકે છે. અહીં એ શેરમાં રોકશે અથવા ડેબ્ટફંડમાં રોકાણ કરશે લે-વેચ કરશે અને નફો રળશે જે આ યુનિટની કિંમત જેને NAV કહેવાય એ રૂપે દેખાશે જો રૂ 10 ની કિંમત 15 રૂપિયા થઇ તો એ રૂ 5નો નફો દર્શાવે છે અને જો રૂપિયા 5 થયા તો રૂ 5ની ખોટ દર્શાવે છે. આમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે સૌ પ્રથમ એ જુઓ કે એની NAV કેટલી છે એટલેકે તમે શું ભાવે યુનિટ લીધા છે એથી તમારું મ્યુચ્યુઅલ ફંડ નફો કરે છે કે ખોટ એ જાણવું આસાન થઇ જશે.

હવે જોઈએ આપણે મ્યુચ્યુઅલફંડના પ્રકારો એમાં મુખ્ય છે ઇક્વિટી અને ડેબ્ટ ફંડ.

ઇક્વિટી ફંડ એ તમારા પૈસાનું માત્ર ઇક્વિટીમાં રોકાણ કરશે શક્ય છે કામચલાઉ 10 થી 20 ટકા રોકાણ ડેબ્ટ ફંડમાં કરે જે ફંડ 65% કે એથી વધુ રોકાણ ઇક્વિટીમાં કરે એ ઇક્વિટી ફંડ કહેવાય છે. એથી ઉલટું જે ફંડ 65% થી વધુ ડેબ્ટ ફંડમાં રોકાણ કરે તો એ ડેબ્ટ ફંડ કહેવાય જ્યારે બેલેન્સ્ડ ફંડમાં મ્યુચ્યુઅલફંડ ડેબ્ટ અને ઇક્વિટી બંનેમાં રોકાણ કરશે

ઇક્વિટી ફંડ ડેબ્ટ ફંડ કરતાં વધુ જોખમી કહેવાય કારણકે એ શેરબજારની કંપનીના શેરમાં રોકાણ કરે છે. પરંતુ અહી એક વાત નોંધી લો કે “ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલફંડસ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક“ એથી અહી જોખમ વધુ કે ઓછું હોય પરંતુ સાવ સલામત ના હોય. અહીં તમારી મૂડીનું જોખમ રહેલું જ છે એ ધ્યાન રહે.

મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજેર શેરબજારના નિષ્ણાત હોય છે એમનો ફાયનાન્સનો અભ્યાસ હોય છે બજારના પરિબળોને સમજતા હોય છે, કંપનીની બેલેન્સ શીટ નો પણ અભ્યાસ હોય છે માટે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરો એના કરતા અહી જોખમ ખુબ ઘટી જાય છે અને વધુ વળતર મેળવવા થોડું જોખમ તો લેવું જ પડે. અહી મ્યુચ્યુઅલ ફંડમાં વળતર ઇક્વિટી સ્કીમમાં 12%થી 15% આસાનીથી છૂટે છે એ તેનું સૌથી મોટું આકર્ષણ છે. વળી ફંડ મેનેજર તમારા જોખમને સ્પ્રેડ કરતા હોવાથી જોખમ ઘણું ઘટી જાય છે જો ફંડ મેનેજર ફ્રોડ કરે કે ગેરવહીવટ કરે તો જ જોખમ વધી જાય પરંતુ એનો અવકાશ ઓછો રહે છે કારણકે એના લે-વેચ પર SEBIની નજર હોય છે અને માર્કેટ હવે પારદર્શક હોવાથી આના ચાન્સીસ ઘટે છે.

હવે મૂળ મુદ્દા પર આવીએ તો ડેબ્ટ ફંડમાં ફંડ મેનેજર ડેબ્ટમાં એટલેકે લોન તરીકે વ્યાજ જ્યાં વધુ મળે એ રીતે રોકાણ કરતા હોવાથી અને એમાં પણ વધુ ભાગ સરકારી સિક્યુરીટીમાં રોકાણ કરતા હોવાથી જોખમ ઇક્વિટી ફંડ કરતા ઓછું હોય છે એ સ્વાભાવિક ડેબ્ટમાં પણ “AA“ રેટિંગ જેવા ફંડમાં રોકાણ કરતા હોય છે એથી જોખમ ઓછું રહે છે. પરંતુ એ પ્રમાણે એમાં વળતર પણ ઓછું છૂટે છે જે બેન્કના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દર કરતા સહેજ વધુ હોય જે એકાદ બે ટકા વધુ રહે જે હાલના દર મુજબ 8%થી 9% સુધી હોઈ શકે પરંતુ ઇક્વિટી ફંડમાં એ બમણું હોઇ શકે જે 15% થી 20% સુધી જઈ શકે છે.

તો આ થયા મ્યુચ્યુઅલ ફંડ ના બે મુખ્ય પ્રકાર એના પેટા પ્રકારો અંગે હવે પછી ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા જોઈ લઈએ એક પ્રકાર કે જેમાં આવકવેરામાં રાહત મળે છે જેને ઇક્વિટી લીંક સેવિંગ્સ સ્કીમ અથવાતો ELSS કહે છે. આ સ્કીમમાં મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસા વર્ષ માટે પૈસા લોક ઇન કરે છે એમાં તમે પૈસા ત્રણ વર્ષ ઉપાડી ન શકો પરંતુ તમને એમાં રોકાણ કરતા એ પૈસા આવકવેરામાં બાદ મળે છે. આની મર્યાદા રૂ 1,50,000 છે. આ સ્કીમ ઇક્વિટી હોવાથી આમાં પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરતા વધુ વળતર છૂટે છે જે ડેબ્ટ સ્કીમ છે.

મ્યુચ્યુઅલ ફંડ ના જોખમ અને મુખ્ય પ્રકારો બાદ જોઈશું. ઇક્વિટીમાં કઈ કઈ સ્કીમ હોય છે જેમકે લાર્જ કેપ સ્મોલ કેપ મિડકેપ બેલેન્સ ફંડ વગેરે એની સમજુતી હવે પછી.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: અરે! આ મુસ્લિમ વિરોધી મોદીનું આરબો બંને હાથે કેમ સ્વાગત કરી રહ્યા છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here