NASA હવે એસ્ટરોઈડ હુમલાઓને વધુ સારી રીતે ખાળી શકવા સમર્થ

0
296
Photo Courtesy: mashable.com

પૃથ્વીને અવકાશ તરફથી સહુથી મોટો કોઈ ખતરો હોય તો તે એસ્ટરોઈડ અને ધૂમકેતુઓથી છે. આ બંનેને અવકાશ વિજ્ઞાનની ભાષામાં નિયર અર્થ ઓબ્જેક્ટ્સ અથવાતો NEOs પણ કહેવામાં આવે છે. અમેરિકાની અવકાશી સંસ્થા નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલેકે NASAએ હાલમાં એક ફેડરલ યોજના અંગેનો દસ્તાવેજ બહાર પાડ્યો છે જેમાં પૃથ્વી પર ખતરો લઈને આવતા NEOsને પૃથ્વીથી ત્રીસ મિલિયન માઈલ્સ દૂરથી જ તોડી પાડવા માટે તે કેવા પગલા ભરવાનું છે તે દર્શાવવામાં આવ્યું છે.

Photo Courtesy: mashable.com

NASAએ આ યોજના ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલીસી, ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી અને અમેરિકન સરકારની અસંખ્ય એજન્સીઓ સાથે મળીને તૈયાર કરી છે. NEOs દ્વારા ઉભા કરવામાં આવેલા ભયસ્થાનોથી પહોંચી વળવા આ યોજનામાં સમજણ, આગાહી, નિવારણ અને કટોકટીની તૈયારી જેવા લક્ષાંક પણ નક્કી કર્યા છે. આ સમગ્ર યોજના આવનારા દસ વર્ષ માટે તૈયાર કરવામાં આવી છે.

NASAના કહેવા અનુસાર જમીન પરના તેના ટેલીસ્કોપ આંતરિક સોલર સિસ્ટમમાં આવી જતા એસ્ટરોઈડ્સને રાત્રીના સમયમાં પણ ઓળખી જાય છે. પરંતુ એ પથ્થરો જે સૂર્યને પસાર કરી ચૂક્યા છે અને સોલર સિસ્ટમમાં દિવસના સમયે પૃથ્વી તરફ આવતા હોય તેને પારખવામાં આ ટેલીસ્કોપને તકલીફ પડે છે.

આ તકલીફને લીધે જ 2016માં જ્યારે 66 ફૂટનો એસ્ટરોઈડ રશિયાના ચેલ્યાબીન્સ્ક પર ખાબક્યો હતો ત્યારે તેણે હજારો બિલ્ડીંગોને નુકશાન પહોચાડ્યું હતું અને તેણે ઘણાબધા લોકોને ઈજા પહોંચાડી હતી.

આ યોજનાના એક્શન પ્લાન અનુસાર પૃથ્વી પર ધસી આવતા એસ્ટરોઈડ ને ઓળખી કાઢવાની પદ્ધતિ તેમજ તે NEO કઈ પ્રકારનો છે તે નક્કી કરવાની પદ્ધતિ તેમજ તેનો રસ્તો કઈ તરફનો છે તે ઓળખી કાઢવાની રીતને હજી વધારે સુધારવામાં આવશે. NASA એવી ટેક્નોલોજી પણ વિક્સીત કરશે જેમાં NEOના રસ્તાને બદલી નાખવાના અને તેને તોડી પાડવાનું મિશન, NEOના હુમલાથી બચાવ માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને NEOની અસર ખાળવા ઈમરજન્સીમાં થતી તૈયારીઓ અને નિયમો પણ નક્કી કરવામાં આવશે.

NASA આ પ્રકારે એસ્ટરોઈડ નો અભ્યાસ છેક 1970ના દાયકાથી ચાલુ છે. પરંતુ NEOsને શોધી કાઢવાનું કામ તેણે ‘સ્પેસગાર્ડ’ નામના એક કાર્યક્રમ દ્વારા 1990ના દાયકાથી શરુ કર્યું હતું. NASA હવે ઇન્ટરનેશનલ એસ્ટરોઈડ વોર્નિંગ નેટવર્ક (IAWN) ના મહત્ત્વના સભ્યોમાંથી એક છે અને યુનાઇટેડ નેશન્સના સલાહકાર જૂથ પીસફૂલ યુઝીસ ઓફ આઉટર સ્પેસ (UN-COPUOS)માં પણ સામેલ છે. આ બંને સંસ્થાઓ અવકાશ વિજ્ઞાનમાં સક્ષમ એવા દેશો માટે એસ્ટરોઈડ ના ટકરાવવાથી થતી તકલીફો નિવારવાની સલાહ આપતી સંસ્થાઓ છે. 2016માં NASAએ પ્લેનેટરી ડિફેન્સ કોર્ડીનેશન ઓફિસ શરુ કરી છે અને અત્યારસુધીમાં જેટલા પણ NEOs શોધી કાઢવામાં આવ્યા છે તેમાંથી 95%ની શોધ NASAએ કરી છે.

eછાપું

તમને ગમશે: પ્રિયા પ્રકાશ વારિયર – આંખોની આ ગુસ્તાખીઓને પ્લીઝ માફ કરી દેજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here