વિમ્બલ્ડન વિષેની 10 રસપ્રદ હકીકતો જે તમારે જાણવી જ જોઈએ

0
277
Photo Courtesy: infinitydish.com

વિશ્વની સહુથી આદરપાત્ર ટેનીસ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન – ધ ચેમ્પિયનશીપ્સ ની સિઝન ફરીથી આવી ગઈ છે. આપણામાંથી એવા ઘણા લોકો છે જે પોતાને ટેનીસ અને ખાસકરીને વિમ્બલ્ડન ના ફેન ગણતા હોય છે, પરંતુ આ ટુર્નામેન્ટ વિષે કદાચ જ આપણે અમુક હદ કરતા વધારે જાણીએ છીએ. આજે આપણે જાણીશું વિમ્બલ્ડન વિષે એ 10 રસપ્રદ હકીકતો જે તમારે ચોક્કસ જાણવી જ જોઈએ.

Photo Courtesy: infinitydish.com

વિશ્વની સહુથી જૂની ટેનીસ ચેમ્પિયનશીપ

વિમ્બલ્ડન એ વિશ્વની સહુથી જૂની ટેનીસ ચેમ્પિયનશીપ છે જે ઓલ ઇગ્લેન્ડ લોન ટેનીસ ક્લબમાં છેક 1877થી રમાતી આવે છે. અત્યારે જે સ્થળે વિમ્બલ્ડન રમાય છે તે જગ્યાએ 1922થી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. વિમ્બલ્ડન ના કોર્ટ નંબર 1 માં એક સાથે 11,500 વ્યક્તિઓ ટેનીસની મેચ રમાતી જોઈ શકે છે. અમુક વર્ષ પહેલા ખ્યાતનામ હેનમેન હિલ ખાતે એક વિશાળ ટીવી સ્ક્રિન ઉભો કરવામાં આવ્યો છે જેના પર સ્ટેડીયમમાં કે અન્ય કોર્ટ્સમાં મેચ ન જોઈ શકનારાઓ મેચનો આનંદ માણી શકે છે.

સહુથી વધુ એસીઝ ધરાવતી ટુર્નામેન્ટ

2001માં ચેકોસ્લોવેકિયાના ગોરાન ઇવેનીસેવીચ જે વિશ્વમાં 125મો રેન્ક ધરાવતો હતો અને જેને વિમ્બલ્ડન રમવા વાઈલ્ડકાર્ડ એન્ટ્રી મળી હતી તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 212 એસીઝ ફટકાર્યા હતા જેમાંથી સેમીફાઈનલમાં 35 અને ફાઈનલમાં 27 એસીઝ સામેલ હતા. ચારેય ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ્સમાં આ સહુથી વધારે સંખ્યામાં એસીઝ હતા. એ ઉમેરવાની જરૂર નથી કે ગોરાન ઇવેનીસેવીચ એ વર્ષે વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો હતો.

મહિલાઓમાં પણ સેરેના વિલિયમ્સે 2015માં અહીં ફટકારેલા 80 એસીઝ ગ્રાન્ડસ્લેમ રેકોર્ડ ધરાવે છે.

એક સિઝનમાં 50,000થી પણ વધારે ટેનીસ બોલનો વપરાશ

માત્ર સિંગલ્સ ટુર્નામેન્ટમાં વિમ્બલ્ડન 254 મેચો રમાડે છે. શરૂઆતની સાત મેચો બાદ દર નવ મેચો બાદ નવા બોલ વાપરવામાં આવે છે. એક આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં 50,000થી પણ વધુ ટેનીસ બોલ સરેરાશ વાપરવામાં આવ્યા હતા.

સ્ટ્રોબેરી અને આઈસ્ક્રીમનું ખાસ આકર્ષણ

જ્યારે ટુર્નામેન્ટ ચાલુ હોય ત્યારે ઇંગ્લેન્ડના કેન્ટમાં આવેલા એક ખેતરમાંથી દરરોજ સવારે 40 લોકો એક લાખથી પણ વધુ નંગ સ્ટ્રોબેરી તોડીને વિમ્બલ્ડન પહોંચાડે છે. એક આંકડા અનુસાર વિમ્બલ્ડન ટુર્નામેન્ટ જોવા આવનારાઓ અને ખેલાડીઓ દર વર્ષે 28 હજાર કિલો સ્ટ્રોબેરી અને 10 હજાર કિલો આઈસ્ક્રીમ આરોગી જાય છે. આ બંને ખાદ્યપદાર્થો લગભગ દોઢ લાખ બાઉલ્સમાં ભરીને વેંચવામાં આવે છે.

ફાસ્ટેસ્ટ સર્વિસ

2010માં ટેલર ડેન્ટે નોવાક જોકોવિચ સામે રમતા 148 માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે જે સર્વિસ કરી હતી તે વિમ્બલ્ડનના ઇતિહાસમાં અત્યારસુધીની સહુથી ફાસ્ટ સર્વિસનો રેકોર્ડ ધરાવે છે. જ્યારે મહિલાઓમાં 2008ની એક મેચમાં પોતાની બહેનને વિનસ વિલિયમ્સ દ્વારા કરવામાં આવેલી 129 માઈલ્સ પ્રતિ કલાકની સર્વિસ સહુથી તેજ ગતિએ કરવામાં આવેલી સર્વિસનો વિક્રમ ધરાવે છે.

રફસ નામનો બાજ વિમ્બલ્ડનની સુરક્ષામાં અત્યંત મહત્ત્વનો

વિમ્બલ્ડન જેવી ટુર્નામેન્ટ રમાતી હોય ત્યારે સુરક્ષાનો પ્રબંધ ચોક્કસ હોવાનો જ. અહીં રફસ નામના એક બાજને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે જે દરરોજ સવારે આખા વિમ્બલ્ડન વિસ્તારમાં ઉડીને કબૂતરોને ભગાડવાનું કાર્ય કરે છે. રફસને ટીવી કેમેરા અને તેના અન્ય સાધનો અલગ છે તેથી તેનાથી કોઈ ખતરો નથી એવું પણ સમજાવવામાં આવ્યું છે.

સહુથી લાંબી મેચ

Photo Courtesy: tsmplug.com

2010માં જ્હોન અઈસનર અને નિકોલસ માહુત વચ્ચે રમાયેલી મેચ વિમ્બલ્ડન જ નહીં પરંતુ ટેનીસના ઇતિહાસની સહુથી લાંબી ચાલેલી મેચ છે. પહેલા રાઉન્ડની તેમની આ મેચ સાંજે છ વાગ્યે ચાલુ થઇ હતી અને રાત્રે નવ વાગ્યે બંનેએ જ્યારે બે-બે સેટ્સ જીતી લીધા ત્યારે આ મેચ બીજા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી. બીજે દિવસે બપોરે બે વાગ્યે તેઓએ પાંચમો સેટ રમવાનો શરુ કર્યો. ત્રણ કલાક અને ચાલીસ મિનીટ બાદ મેચ ઓલરેડી ટેનીસ ઇતિહાસની સહુથી લાંબી મેચ બની ગઈ હતી પરંતુ તે પૂર્ણ થઇ નહોતી કારણકે પાંચમાં સેટમાં બંને ખેલાડીઓ 32-32 ગેમ્સ જીતી ચૂક્યા હતા.

બાદમાં સ્કોર વધીને 47-47 પહોચ્યો અને ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડે પણ હાથ જોડી દીધા અને તે બંધ થઇ ગયું. તો પણ મેચ ચાલુ રાખવામાં આવી અને રાત્રે નવ વાગ્યા પછી જ્યારે સ્કોર 59-59 પર હતો મેચને ફરીથી આગલા દિવસ માટે સસ્પેન્ડ કરાઈ. ત્રીજે દિવસે જ્હોન આઈસનરે છેવટે નિકોલસ માહુતની સર્વિસ બ્રેક કરી અને છેલ્લો સેટ 70-68થી જીતી લીધો. છેલ્લો સેટ આઠ કલાકથી પણ વધુ સમય ચાલ્યો જે ટેનીસની સામાન્ય મેચ કરતા બમણાથી પણ વધુ હતો. આ મેચ કુલ 11 કલાક અને 5 મિનીટ ચાલી જેમાં કુલ 183 ગેમ્સ રમાઈ હતી.

ઘાસની ખાસ સંભાળ

વિમ્બલડન એ વિશ્વની એકમાત્ર ગ્રાન્ડસ્લેમ છે જે ઘાસ પર રમાય છે. 8mmનું ઘાસ એ તેની ઓછામાં ઓછી જરૂરિયાત છે. આથી દરરોજ સવારે ગ્રાઉન્ડ સ્ટાફ ઘાસ માપે છે, જરૂર હોય તો તેને કટ કરે છે અને તમામ કોર્ટ્સ ફરીથી પેઈન્ટ પણ કરે છે. વિમ્બલ્ડન એક માત્ર એવી ટુર્નામેન્ટ છે જેમાં એક અઠવાડિયા બાદ રજા રાખવામાં આવે છે, જેથી બીજા વિક માટે ગ્રાઉન્ડ સ્ટાફ ઘાસને પાણી પીવડાવી શકે અને તેને વ્યવસ્થિતપણે કાપી શકે. દર વર્ષે ટુર્નામેન્ટ પત્યાના એક અઠવાડિયા બાદ આવતા વર્ષ માટે ફરીથી ઘાસ પર કામકાજ શરુ થઇ જાય છે.

સહુથી વધુ વિમ્બલ્ડન ટાઈટલ્સ જીતનાર ખેલાડીઓ

પુરુષોમાં સહુથી વધુ વિમ્બલડન ટાઈટલ્સ જીત્યા છે રોજર ફેડરરે. ફેડરરની 11 ટાઈટલ જીતમાં 7 જીત સળંગ છે. જ્યારે મહિલાઓમાં આ સન્માન માર્ટિના નવરાતીલોવાને મળ્યું છે. તેણે આ ટાઈટલ (સિંગલ્સ/ડબલ્સ ભેગા કરીને) 12 વખત જીત્યું છે જેમાંથી 9 જીત સળંગ હતી.

પ્રાઈઝ મની

વિમ્બલ્ડનમાં દરેક રાઉન્ડ જીતનાર ખેલાડીને ઓછામાં પછા પંદરસો પાઉન્ડથી માંડીને વિજેતાને (પુરુષ/મહિલા બંનેને) 2.2 મિલિયન પાઉન્ડની પ્રાઈઝ મની મળે છે. રનર્સ અપને 1.1 મિલિયન પાઉન્ડ ભેટરૂપે મળે છે. આમ દર વર્ષે વિમ્બલડન કુલ 31.6 મિલિયન પાઉન્ડની પ્રાઈઝ મની આપે છે.

eછાપું

તમને ગમશે: RSS પ્રમુખનું હિટ એન્ડ રન કરવા જતા લિબરલો અને સેક્યુલરો ભરાઈ પડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here