આ ચોમાસામાં તમારી ત્વચા માટે શું સંભાળ લેશો? જાણીએ 6 ટિપ્સ

0
287
Photo Courtesy: enrichsalon.com

ભલે ગુજરાતમાં વિવિધ સ્થળે વધતાઓછા પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે પરંતુ આપણા રાજ્યમાં ચોમાસું વિધિવત પણે પધારી ચુક્યું છે. ચોમાસું એક એવી ઋતુ છે જ્યારે આપણે આપણી ત્વચા અંગે વધુ ફિકર કરતા હોઈએ છીએ કારણકે આ જ ઋતુમાં આપણી ત્વચા ઘણું સહન કરતી હોય છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તો તમારે તેની ખાસ સંભાળ લેવી જ જોઈએ. તો આવો જાણીએ કે ચોમાસા દરમ્યાન એવું તો શું કરવું જોઈએ જેથી તમારી ત્વચા આ ઋતુ દરમ્યાન પણ ચમકતી રહે?

Photo Courtesy: enrichsalon.com
  • ચોમાસામાં સુરજ સતત આવ-જા કરતો રહેતો હોય છે. પરંતુ જો સુરજ લાંબા સમય સુધી આકાશમાં દેખા દેવાનો છે એવો તમને ખ્યાલ હોય તો એવું સનક્રીમ યુઝ કરો જે ઓછામાં ઓછું SPF 20 ધરાવતું હોય. આ સનક્રીમ તમારે દર ત્રણ કલાકે તમારી ત્વચા પર લગાડવું જોઈએ જેથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી તે સુરક્ષિત રહે. આ ઉપરાંત ત્વચા પર આ ક્રીમ એક પડદો બનાવે છે જે તેને ધૂળ અને પવનથી બચાવે છે.
  • દિવસમાં ત્રણ વખત સારી ગુણવત્તાવાળા ફેઈસવોશથી તમારે તમારો ચહેરો ધોવો જોઈએ. અને હા, આ ફેઈસવોશ તમારી ત્વચાને લાયક હોય તેનું ખાસ ધ્યાન રાખવું. આમ કરવાથી દિવસ દરમ્યાન તમારા ચહેરા પર ધૂળ અને કચરો નહીં જામે જેનાથી તમારી ત્વચાના છિદ્રો ઢંકાતા નથી અને જેથી તમારી તે કાળી પડતી નથી અને ખીલ થતા નથી.
  • ત્વચાને શરીરની અંદરથી તંદુરસ્ત રાખવાના કોઇપણ પ્રયાસ ટાળવા ન જોઈએ. આ માટે બને તેટલું વધુ પાણી પીઓ. જો શક્ય હોય તો દિવસ દરમ્યાન બે થી ત્રણ લિટર પાણી પીવાનો આગ્રહ જરૂર રાખો. આ ઉપરાંત ઓછી ખાંડ નાખીને લીંબુનું શરબત પણ પી શકાય. ચોમાસાની મોસમમાં નારીયેળ પાણી ત્વચા માટે અત્યંત મહત્ત્વનું એવું વિટામીન C પૂરું પાડે છે, શક્ય હોય તો એ પણ પી શકાય. આમ કરવાથી સ્કિન કુદરતી રીતે ચમકી ઉઠશે. બને તો ભારે અને વધુ તેલવાળા ખોરાકથી દૂર રહો.
  • ચણાનો લોટ, દળેલી ખાંડ, દહીં, નારંગીની સૂકી છાલના મિશ્રણને ચહેરા પર દસ મિનીટ લગાવી રાખવું અને ત્યારબાદ તેના પર થોડું પાણી છાંટવું. ત્યારબાદ તેને આંગળીઓને ગોળગોળ ફેરવીને દૂર કરવું. આમ કરવાથી ત્વચા તંદુરસ્ત રહેશે.
  • મુલતાની માટી, ચંદનનો પાવડર ભેળવી તેમાં ચીની માટી (કાઓલીન પાઉડર જે જનરલ સ્ટોર્સમાં આસાનીથી મળી જાય છે) તેની એક ચપટીમાં ગુલાબજળ નાખીને તેનું ફેઈસ પેક બનાવો અને ચહેરા પર લગાવો. આ પેકને ચહેરા પર દસ મિનીટ રાખવાથી ચહેરાના છિદ્રો ટાઈટ થશે અને ચહેરાના યુથફૂલ દેખાવ પણ મળશે.
  • ભૂલ્યા વગર કાયમ ક્લીન્ઝીંગ, ટોનિંગ અને મોઇસ્ચ્યુરાઈઝીંગ કરતા રહેવું જે સારી ત્વચા માટે પાયાની જરૂરિયાત છે.

બસ આટલી સરળ ટિપ્સનો ઉપયોગ કરીને ચોમાસા દરમ્યાન તમે તમારી ત્વચા સંપૂર્ણપણે જીવંત રાખી શકશો.

eછાપું

તમને ગમશે: અમૃતા અને પ્રીતમ – છુટા પડ્યા પછી પણ સંબંધનું સન્માન જાળવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here