દેખો ઓ દીવાનો તુમ યે કામ ના કરો આયુર્વેદ કો બદનામ ના કરો!

29
611
Photo Courtesy: franchiseindia.com

ગયા શુક્રવારે પ્રકાશિત થયેલા લેખ જેમાં આયુર્વેદ કઈ કઈ રીતે બદનામ થાય છે તેને સમાજના લોકોએ ખુબ વખાણ્યો, ફેસબુકથી માંડીને વોટ્સઅપના અનેક ગ્રુપમાં સામાજીક સેવાના ભાગ રૂપે ફેલાવ્યો આ આવકાર માટે ટીમ eછાપું તમામનું આભારી રહેશે. દેશવિદેશથી લોકોએ સંપર્ક કર્યો અને તમામે હજીપણ આ વિષય પર વધુ લખવાની જરૂર હોવા પર ભાર મૂક્યો જેથી આયુર્વેદ વધારે બદનામ થતું અટકે. તો વાચકોની લાગણીને માન આપીને આયુર્વેદને બદનામ કરતા કેટલાક વધારાના તત્વો પર ચર્ચા આગળ વધારીએ.

Photo Courtesy: franchiseindia.com

આયુર્વેદ બહુ ધીમી અસર કરે નહીં?…ને ટ્રીટમેન્ટ તો લાંબી ચાલે ને?

બધે થી કંટાળી ગયા હોય, ઘરે ફાઈલોના થપ્પા થઇ ગયા હોય, દરેક પેથીના અસત્યના પ્રયોગો શરીર પર થઇ ગયા હોય, જાતે આયુર્વેદના ડોક્ટર બની દવા લઇ થાક્યા હોય, રોગ ક્રોનિક-જીર્ણ અવસ્થામાં આવી શરીરમાં ઘર કરી ગયો હોય, બાપુઓના આશ્રમો ઘસી નાખ્યા હોય પછી એક આયુર્વેદ કન્સલ્ટન્ટનું પગથીયું ચડવામાં આવે છે. એમાય જો ડોક્ટર એમ કહી દે કે ત્રણથી છ મહિના દવા લેવી પડશે અને એકાદું પંચકર્મ કરાવીશું પછી જ ફેર પડશે તો માર્યા ઠાર. આની તૈયારી ન હોય એટલે છેવટે આયુર્વેદને બદનામ કરીને જ છોડવાનું.

આખીય રોગ ની દાસ્તાનનો ગુનેગાર આ વૈદ્ય બની જાય.. બધેથી થાકીને તો આવ્યા છીએ હવે કેટલી રાહ જોઈએ?

સાચી વાત એ છે કે ક્રોનિક રોગની સારવાર તરત ન જ થાય, બીજું કે રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી થતા રોગોમાં ખાસ આયુર્વેદ સારવાર માટે છેલ્લે પેશન્ટ આવે તો વૈદ્ય એના પૂ.બાપુજીને પણ તુરંત ન મટાડી શકે.

બીજું કે આયુર્વેદમાં જડમૂળ થી રોગ ની સારવાર થાય છે નહી કે રોગના લક્ષણોની. સીમ્પ્ટોમેટીક-લક્ષણજન્ય સારવાર આયુર્વે ને માન્ય નથી. જ્યારે રોગની સારવાર થતી હોય ત્યારે સ્વાભાવિક છે લક્ષણ તરત જ બેસી ન જ જાય, અરે ઘણા કિસ્સામાં તો થોડો ટાઈમ રોગ વકરે પછી પાછો બેસી જાય. તો ઉભરાયેલી ગટરને ફીટ ઢાંકણું મારી ઉપર સ્પ્રે મારવું યોગ્ય છે કે ગટર ન ભરાવાનું કારણ દુર કરવાનું?

બીજું કે રોગ થાય કે તરતજ આયુર્વેદમાં આવવાથી એકદમ ફાસ્ટ રીઝલ્ટ મળે જ છે. દરેક વૈદ્યની પ્રેક્ટીસમાં સો-દોઢસો એવા ફેમીલી હોય છે એ માથાના દુઃખાવાથી માંડી ઝાડા સુધી અને તાવથી શરદી સુધી તુરંત જ આયુર્વેદ દવા લઇ જાય. એક વાર જમાલગોટાની ગોળીઓ લઇ જોવો પછી કહેજો આયુર્વેદ કેટલી મિનીટ માં અસર કરે છે!!

અને લક્ષણો દબાવવા હોય તો આયુર્વેદમાં પણ રસ ઔષધીઓ અને સુવર્ણભસ્મયુક્ત દવાઓ અને આસવ-અરિષ્ટ આવે જ છે જે તુરંતજ આરામ આપે છે, પેરાસીટામોલની જેમ આયુર્વેદ પણ એક જ ગોળીથી તાવ ઉતારે છે અને ડાઈકલોફિનાકની જેમ એકજ ગોળીથી દુઃખાવો પણ મટાડી શકે છે.

જેમ એક એક પગથીયું ચડીને ત્રણ માળ ઉપર ગયા પછી એક એક પગથીયું જ નીચે અવાય છે સીધો ભૂસકો મરાતો નથી એમ એકએક સીસ્ટમના બગાડ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિએ હથિયાર હેઠા મૂકી દીધા હોય પછીજ રોગ થાય છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે એકએક સીસ્ટમ-ચેનલને સુધારી મજબુત બનાવવી એમ બે મોરચે આયુર્વેદ લડતું હોવાથી ચોક્કસ સમય ગાળો દવા લેવી જરૂરી છે જ પણ દર્દીઓમાં ધીરજનો અભાવ હોવાથી આયુર્વેદ બદનામ થાય છે. ઉતરવા માટે લીફ્ટ પણ હોય એની ચર્ચા ઉપર કરી લીધી.

બીજું કે દવા ફાસ્ટ કે ધીમી; ટ્રીટમેન્ટ લાંબી કે ટૂંકી એ ડોક્ટરનું જ્ઞાન, સ્કીલ, બહોળો પેશન્ટ પરનો અનુભવ અને ડોક્ટરની નિયત ઉપર આધારિત છે એમાં આયુર્વેદ ધીમું કે લાંબુ નથી જ. ઝાડ નીચે ઉભા રહેવાથી ઝાડા થાય એવી હરડેનો પણ આયુર્વેદમાં ઉલ્લેખ છે જ.

આયુર્વેદ તો ઓલ્ટરનેટીવ થેરાપી કહેવાય, રીસર્ચ થયેલા છે આ દવા પર ? ભય આયુર્વેદ સાયન્ટીફીક નથી

એક મસ્ત ગીત છે : ડી.જે વાલે બાબુ મેરા ગાના બજાદે… મતલબ જેને જે સાંભળવું હોય એજ સામેવાળો વગાડે એવી માનસિકતા આજે ચરમસીમાએ છે. ચીનમાં પ્રોટોકોલ મુજબ તમે ગમે તે દેશના નાગરિક હોવ ત્યાંની જમીન પર તમારા પગ છે ત્યાં સુધી પ્રથમ ચાઇનીઝ હર્બલ મેડીસીન જ અપાય એ ના કામ કરે પછી જ બીજી.

મતલબ ઔષધી ઓલ્ટરનેટીવ છે કે પ્રાયમરી એ નક્કી કરનાર તમે કે હું કોણ? જે અહીનું મૂળ છે જે અહી હજારો વર્ષોથી છે એને ઓલ્ટરનેટીવ કહેવાય? સેન્ટરનું નામ પ્રાયમરી રાખવાથી બધું પ્રાયમરી થઇ જતું નથી.

એક કપડાને કાણું પડ્યું હોય તો સાંધવા એજ કપડા કે દોરાનું રફુ કરવું પડે એમ જ શરીરમાં જે ધાતુ કે દોષ વધ્યો કે ઘટ્યો હોય તો તેનીજ વધ-ઘટ પૂરી કરવી પડે અને આ પ્રાયમરી બાબત છે તો આવા એકદમ RO પાણી જેવા ચોખ્ખા જેના નિયમો છે એને થોડી ઓલ્ટરનેટીવ કહી શકાય?

હવે ગુજરાતમાં એડમીશન કમિટી અને છાપાંવાળા પણ આયુર્વેદ માટે ઓલ્ટરનેટીવ શબ્દ વાપરતા નથી.

પ્લાસ્ટિક સર્જરીની શોધનાર ઋષિ સુશ્રુત આયુર્વેદના નિષ્ણાત હતા. લોહી હાડકાની મજ્જામાં પ્રાથમિક નિર્માણ પામે, હાર્ટ-માથું-કીડની આ ત્રણના રોગ એકદમ મેજર કહેવાય, એપેન્ડીક્ષ-આંતરડા-કાનની બુટ=કપાયેલા નાક-હર્નિયા-મોતિયા, જલોદર, મૃત ગર્ભ, સિઝેરિયન વગેરે તમામના ઓપરેશન, ઓપરેશનના તબક્કા અને પ્લાસ્ટિક સર્જરીમાં લાઈવ ચામડીના ફ્લેપ મારવાની શોધ, સર્જરીના તમામ સાધનોનું વર્ણન, ટાંકાથી લઇ ગાંઠ કેવીરીતે મારવી એનું વર્ણન બધું આયુર્વેદમાં બેઠે બેઠું મળે. આજની કોઈ પણ મેડિકલ શોધનું મૂળિયું આયુર્વેદમાં મળે. જે આયુર્વેદમાં નથી એ બીજે ક્યાંય નથી જ… અને એજ સાયન્ટીફીક નથી? વાહ! પાછું લટકામાં બદનામ આયુર્વેદને જ કરવાનું.

જ્યાં અમેરિકા કાગળથી સાફ કરે છે અને ચીન આખું ભાત ખાવાને લકઝરી ગણે છે ત્યાં ભારત હજારો વર્ષો થી આ કહી ગયું તો વધુ સાયન્ટીફીક કોણ?

હકીકત માં આ બધા આયુર્વેદનો વિરોધ કરીને તેને બદનામ કરવા માટે ના જુદા જુદા તબક્કા છે : જેમકે..

  1. આયુર્વેદ દવા કામ કરતી નથી.
  2. જો આયુર્વેદ દવા કામ કરે તો તેમાં જરૂર કાંઇક ભેળસેળ કરી હશે.
  3. ભેળસેળ સાબિત ન થાય તો આ દવા કેમ કામ કરે? સમજાવો.
  4. જો સમજાવીએ કે આમ દોષ, દૂષ્ય છે તો કે એમ નહીં મોર્ડન મેડીસીન ટર્મીનોલોજીમાં સમજાવો!!
  5. એમ સમજાવીએ તો – આના વિશે કોઇ પ્રોપર રીસર્ચ થયેલ છે?
  6. જો રીસર્ચ થયેલ છે એનો જવાબ હા હોય તો – પીઅર રીવ્યૂડ જરનલમાં પબ્લીશ થયેલ છે?
  7. એ પણ બતાવીએ તો – આ તો પાઇલોટ સ્ટડી કહેવાય, મોટા સમૂહમાં ટ્રાયલ હોવી જોઇએ બ્લા બ્લા .. ટૂંકમાં, જેને ટપાકા થી જ કામ છે, એટલેકે જેને આખા શાસ્ત્રની બદનામી જ કરવી છે એને શું કામને રોટલો ખવડાવવો પણ જોઇએ.

બાકી ગુજરાતમાં આયુર્વેદનો પાયો નાંખનાર માણસ કહી શકાય એવા ડૉ. પી.એમ.મહેતા જે તે વખતે મોર્ડન મેડીકલ સાયન્સજ ભણેલા હતા અત્યારે પણ ડૉ. બી.એમ.હેગડે જેવા પ્રસિદ્ધ ડોક્ટર સાહેબો સાથે કેટલાય આયુર્વેદપ્રેમી એલોપથી ડૉક્ટર સાહેબો છે. આંખ અને મગજ ખુલ્લુ રાખીને, અને ફીક્સ સાઇઝ અને કલરના ચશ્મા કાઢીને જોઇએ તો જ હકીકત નો ખ્યાલ આવે. (વૈદ્ય અજય પીઠીયા)

અને જેમ હાથી, માછલી, કીડી અને બાજ આ ત્રણેયને પોતાની શક્તિ સાબિત કરવા એક તાડના ઝાડ પર ચડવાનું કહેવું એ કેટલું યોગ્ય છે?? શું દરેક બાબત મોડર્ન સાયન્સના ચશ્માં ચડાવી દેખાય તો જ સાચી? શું એક ચોક્કસ એરણ પર ટીપીયે એજ સાચું? એક ચોક્કસ પેંગડા માપ્ગ ભરાવીયે તો જ સાચા અસવાર?

યાદ રહે એક જમાનામાં સર્વેસર્વાં ગણાતી મેડીસીન્સ આજે વિશ્વ ફલક પર બેન પામી ચુકી છે. યુધ્ધોમાં સૈનિકો બેઠા કરતી પેનીસીલીન આજે અપાતી નથી. એક પછી એક દવાઓ સામે જીવાણુંવાદ બંડ પોકારી રેઝિસ્ટન્સ લાવી રહ્યો છે. ડોઝ વધતા જાય છે અને વેદના વકરતી જાય છે. આ તમામ વચ્ચે આયુર્વેદની કોઈ દવા પાછી ખેંચવી પડી હોય એવા ન્યુઝ છે? શું હજારો વરસ પછી હરડે ઝાડા કરાવવાનું ભૂલી ગઈ? કે આંતરડાઓએ બંડ પોકારી એની સામે રેઝિસ્ટન્સ લાવી દીધું?

આયુર્વેદના એક પણ ગ્રંથની એક પણ લીટી થૂંકેલું ચાટવું પડે એવી રીતે લખાઈ નથી અને લોકો આસાનીથી તેને બદનામ કરવા લાગી જાય છે. લોહીથી માંડી પેશાબ સુધી, બીપીથી માંડી ડાયાબીટીસ કેવી રીતે માપવો એના આયુર્વેદના પેરામીટર્સ આજે પણ બદલાયા નથી અને મોડર્ન સાયન્સના પેરામીટર્સ પેટ્રોલના ભાવો ની જેમ રોજ બદલાય છે તોય બદનામ આયુર્વેદને થવાનું?

નવા આવતા દરેક રોગ અને વાયરસની દવા આયુર્વેદમાં બતાવેલી જ છે. અરે રોગ કેવી રીતે તબક્કાવાર વધે અને કઈકઈ દવાથી એના દરેક તબક્કા કેમ તોડવા એનું વર્ણન દરેક રોગવાર કરેલું છે.

એક મિનીટથી માંડીને છેક નવ વરસે બની રહે એવી દવાઓનું વર્ણન છે આયુર્વેદમાં. નેનો ટેકનોલોજીના પિતામહ એવા રસવૈદ્ય નાગાર્જુને તો નાનામાં નાના કોષમાં દવા શોષાઈ જાય એ માટે દવાને નેનો પાર્ટીકલ્સમાં કેમ ફેરવાય એનું વર્ણન છે. શું આ બધું સાયન્ટીફીક નથી?

અહી રહો કે મંગળ પર આયુર્વેદ બધે એક જ છે.કાળ ના પડળ ચઢતા જાય પણ આયુર્વેદ નિત્ય નવીન જ રહેશે એમાં બેમત નથી. જો આયુર્વેદ પર વિશ્વાસ ન હોય તો કોઈ વાંધો નથી પણ પ્લીઝ એને બદનામ તો ન કરો?

જય હો…

eછાપું

તમને ગમશે: માર્વેલ સ્ટુડિઓઝ: જહાં સે હમ ખડે હોતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ

29 COMMENTS

  1. Great Words… Vd. Gaurangbhai….

    Actually we all as Ayurveda practitioners faces that issues… but can’t express it like you… You are a symbol of those all….

    Keep write your and our emotion – passion for Ayurveda forever…
    Thanks

  2. Khub saras and sachot lekh chhe. Medico n nonmedico banne loko ne aa samajvani jarur chhe. Vadhu ma, aapna lekh ma vadhare shabdo Ayurvedic terminology ma j chhapo jethi Je loko ne terminology no bau chasko chhe temnu magaj thekane ave(tappo j na pade etle). Astu.

  3. Results has it’s own voice… MD -DM pan aave .. Kam karine batavo.. atyare 10 varas Pela jevo tough samay hato; Avo bilkul Nathi.. Loko ne khub Shraddha Che aayurved ma.. khub man Che.. khub expectations che..baba Ramdev na lakho medical store amnem Nathi chalata.. ne ayurved ma Shraddha hoy Ava Loko nu j Kam Che.. Chelle kyay med na padato hoy to pan last ma AK opinion leva k Batavava chokkas aave… Bhale time Lage pan matase mud mathi avi chokkas sharddha Che samaj ma.. aapana vadavao khub mehanat Kari ne gya Che; koi taklif Nathi ne je morden science (yukti praman) thi samaje Che Ane Ane j rite samajavu pade.. jene Results aapata aavade Ane koi taklif Nathi ayurved ma… Sky is the limit Che..

  4. ખુબ જ સરસ લેખ છે મારા શબ્દો મા કહુ તો કળિયુગ રુપી અંધકાર મા આયુર્વેદ મારા માટે પ્રકાશ નુ એક એવુ કિરણ છે જેણે મારા મા આયુર્વેદ પ્રત્યે

  5. Actually drek nu mud Ayurved ma mde che
    Jm k internal stich mate shushrut ma makoda kardavine stich levano ullekh che ej vastu ne dhyan ma lai organic catgut thread ni banavat krvama avel che.
    Same way sincona mathi quinine sulfate jevi medicine banavel che.
    Ava ketlay example mde che.
    Khali fark etlo k apde teno shrey leta nathi jyare modern science Na dr pela j Kai dye k tmare Ayurved medicine totally bndh krvi Pdse.

  6. ગૌરાંગભાઈ. આપડાને તો આરયુવેદમાં બહુ શ્રધ્ધા….આપડે પણ આરયુવેદની સલાહ આપીએ. મારા બાપદાદાઓએ આરયુવેદની ચોપડીઓ વસાવેલી છે. મારી પાસે એક આર્યભિષક નામની સો વરસ જૂની ચોપડી હજુ પણ માળીએ પડી છે. એ બધા ચોપડામાંથી મેં વાંચી વાંચીને એક દવા (ભેળ) બનાવી છે. આપડાને સેવા કરવાની બહુ ગમે. લોકોની સેવા કરીએ, કોક બચારાનું ભલું થાય એટલા માટે હું આ દવા લોકોને વહેચતો ફરું. જરૂર પડે તો તમારા જેવા આરયુવેદ ભણેલા બે-ચાર લોકોને પૂછી લઈએ એટલે એમાં જે કઈ ખૂટતું હોય એ નાખી દેવાનું. બોલો, સો ટકા મારી દવા લે એટલે બધું મટી જ જાય. અને મને તો નાડી જોતા પણ આવડે. આપડાને વાત, પિત્ત અને કફ એવું કહી દેતા પણ આવડે. આતો શું કે તમારા જેવું ભણેલા નહિ એટલું જ બાકી (તમે બધા તો વૈદ્યો તો મારી પાસે ડફોળ છો)……તમારા વૈધ્યોના રવાડે ચઢી જાય તો નાહકના ૫૦૦-૧૦૦૦ તમે લોકો કન્સલ્ટીંગ ફીના નામે ઠોકી લો…..તમને રસ હોય તો તમને પણ મારી દવા બતાવું.

    આવા નમૂનાઓનો વારો આવશે?

  7. આયુર્વેદના ડોકટર પાસે… જે ગાડીના કોઈ લેવલ ના હોય અથવા આ ગાડી સ્ક્રેપમાં જાય તેવી ૯૦% આવતી હોય છે…. માટે દુઃખી ન થવું… આયુર્વેદના નામે ૯૦% હમ્બગ નીમ-હકીમ છે એ લટકામાં…

  8. Very well return gaurang sir..Here I also want to mention that many so called super super specialist of allopathy medicine are also take ayurvedic medicine for their diseases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here