ભારતના એક શહેર અને ફુટબોલ વચ્ચેની સમાનતા વિષે તમે જાણો છો?

0
384
Photo Courtesy: futurelearn.com

મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે…. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે…. જેનો જન્મ જ લાત ખાવા માટે થયો હોય એની જોડે ડહાપણ ભર્યો સંવાદ વ્યર્થ છે… સદનસીબે આજના fryday ફ્રાયમ્સમાં છેક રશિયાથી લાત થકી પ્રક્ષેપિત થઈને આપણી સમક્ષ ઉપસ્થિત ફુટબોલ મહાશય આજના આપણા ખાસ મહેમાન છે… તો સ્વાગત છે… fryday ફ્રાયમ્સમાં…. ફુટબોલ મહાશયનું…

Photo Courtesy: futurelearn.com

પંકજ પંડ્યા :  વેલકમ…

ફુટબોલ : થેન્ક્સ…

પંકજ પંડ્યા :  અરે… તમારી આંખમાં આંસુ ?..

ફુબો:  ખુશી કે આંસુ હૈ પગલે….

પંકજ પંડ્યા :  ખુશી કે આંસુ ?

ફુબો :  તમે પહેલા વ્યક્તિ છો જેમણે મારી સાથે હસ્તધૂનન કર્યું.. બાકી તો….

પંકજ પંડ્યા :  બાકી તો… શું ?

ફુબો:  બધા લાત જ મારે છે….

પંકજ પંડ્યા :  ઓહ…. એનો મતલબ કે તમારી સાથે સૌહાર્દપૂર્ણ વ્યહવાર કરનાર હું પ્રથમ છું…

ફુટબોલ : સાવ એવું નથી… એક હતો… ડિયેગો મારડોના… એ મને ખૂબ લાડ લડાવતો…

પંકજ પંડ્યા :  વાહ.. સરસ..

ફુબો: શું ધૂળ સરસ… મારી પ્રત્યેના અનહદ પ્રેમના લીધે વખત સરે એ ખુદ ફુટબોલ જેવો થઈ ગયો છે… આજ કાલ એ સ્ટેડિયમમાં હાજર હોય તો પણ કોર્ટથી સલામત અંતર જાળવે છે.

પંકજ પંડ્યા :  કેમ ?

ફુબો : મેદાનમાં પ્રવેશે તો ખેલાડીઓ એને જ ફુટબોલ સમજીને લતામલાત ચાલુ કરી દે છે…

પંકજ પંડ્યા :  ઓહ….

ફુબો : ખરેખર…. હું બહું જૂનો ખેલાડી છું…

પંકજ પંડ્યા :  મને તો એમ કે તમે ખેલવાનું સાધન માત્ર છો..

ફુબો : અરે બૃહદ અર્થમાં લો…

પંકજ પંડ્યા :  ok…. હું શ્યોર નથી… પણ કદાચ અમારા ભગવાન હનુમાનજી સૂરજદાદાને ફુટબોલ સમજીને એનાથી રમવા માટે આકાશમાં ઉડીને ગયેલા અને….

ફુબો : હોય જ નહીં… એ બીજું કંઈ સમજ્યા હશે.. અસલી અને માન્યતા પ્રાપ્ત ફુટબોલ હું જ છું…

પંકજ પંડ્યા :  એ કેવી રીતે?

ફુબો :  એક વખત નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રને ફુટબોલ સમજીને તેની ઉપર સૌપ્રથમ પગ મૂક્યો…

પંકજ પંડ્યા :  પછી?

ફુબો : પછી શું? હું બહુ ચાલક છું… મને સુ… નીલ છેત્રી શકે?

પંકજ પંડ્યા :  ના છેતરી શકે…

ફુબો : હવે સમજ્યા…. મેં કહી દીધું… એ….. નીલ…. ફુટબોલ રમવાના અભરખા હોય તો આર્મ નહીં… ફૂટ સ્ટ્રોંગ જોઈએ…

પંકજ પંડ્યા :  હાહાહા….. તમે ખરેખર લાતૂર છો…

ફુબો : લાતૂર ? તમારા ત્યાં એક નગરનું નામ લાતૂર છે એ મને ખબર છે …. પણ મારે અને એને સ્નાન સૂતકનો ય સંબંધ નથી…

પંકજ પંડ્યા :  અરે એમ નહીં.. લાતૂર એટલે…. હંમેશાં લાત ખાવા માટે આતૂર

ફુબો : એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે….

પંકજ પંડ્યા :  તમને લાત મારનારનો જ જયકાર થાય છે અને લાડ કરનારને ધૂત્કારવામાં આવે છે… એમ કેમ ?

ફુબો :  કારણ તો ખબર નહીં… પણ તમારી વાત તદ્દન સાચી છે…

પંકજ પંડ્યા :   ફુટબોલના મેદાનમાં પણ તમને લાત મારનારા સન્માન મેળવે છે અને જે હાથ વડે તમને સ્પર્શી શકે છે તેને લોકો ઘોલકી (Goalkee) કહે છે….

ફુટબોલ : હાહાહાહા……

પંકજ પંડ્યા :  તમારામાં અભિમાન જેવું ખરું ?

ફુબો :  બિલકુલ નહીં… પણ હવા ભરેલી રાખવી પડે…

પંકજ પંડ્યા :  એટલે જ  પૂછ્યું….  બાય ધ વે…. દુનિયામાં બધી જ પ્રકારની રમતોમાં સૌથી વધુ ફૂટેજ ફુટબોલને મળે છે.. કંઈ ખાસ કારણ ?

ફુબો :  કારણમાં તો એવું છે કે હું ફુટબોલ છું એટલે ફૂટેજ મળે છે…

પંકજ પંડ્યા :  હાહાહા…. ક્રિકેટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ હોવા છતાં એને આખી દુનિયામાં આવું ફૂટેજ નથી મળતું..

ફુબો : કહ્યું ને…. હું ફુટબોલ છું…

પંકજ પંડ્યા :  અને ક્રિકેટ બોલ ?

ફુટબોલ :  it’s merely a cry-cat ball…..

પંકજ પંડ્યા :  ઓહો… અને અહીં ભારતમાં ફુટબોલને કેમ આટલી બધી પ્રસિદ્ધિ નથી મળતી?

ફુબો : અહીં રમત પ્રત્યે એટલો ઉત્સાહ કે લગાવ નથી… મેં એક ભારતીય બાળકને કહ્યું… “હું ફુટબોલ છું.. મારી સાથે રમીશ ?”

પંકજ પંડ્યા :  તો શું કર્યું એણે ?

ફુટબોલ : મને બંને હાથથી પકડી બધી બાજુ ફેરવીને કહે.. “આમાં તો વાટ જ નથી.. કઈ રીતે ફૂટશે ? ફુટબોલ huh “ એમ કહીને મારો છુટ્ટો ઘા કર્યો… કસમ સે મુજે ઇતના બુરા લગા કિ મૈ ફૂટ ફૂટ કર રો પડા….

પંકજ પંડ્યા : ઉફ્ફ….

ફુબો : વાટ શોધવામાં ના પડ્યા હોત તો તમારા ત્યાં સ્પોર્ટ્સ ક્ષેત્રે આટલી વાટ ના લાગી  પણ એક વાત માનવી પડે…. ફિફા વર્લ્ડકપ માટે ભારતમાં શ્રેષ્ઠ ગીત રચાયું છે…

પંકજ પંડ્યા : કયું ?

ફુબો:  goal-માલ હૈ ભાઈ સબ goal-માલ હૈ……..

પંકજ પંડ્યા : વાહ….

ફુબો : મારે આગલી મેચ માટે હવે રવાના થવું પડશે… enjoy your golden moments

પંકજ પંડ્યા : thanks a  and rather we will enjoy the goal-done moments…..

ફુબો :  wow …. Bye….

પંકજ પંડ્યા : bye……

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું 

તમને ગમશે: આપ કા ગુંડારાજ – દિલ્હીના મતદારોએ આવું તો નહોતું જ ધાર્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here