આપણા હવામાન ખાતાની આગાહી કેમ સાચી પડતી નથી કોઈ ખાસ કારણ?

0
466
Photo Courtesy: india.com

આવતા સોમવારથી ગુજરાત માં ચોમાસા નું આગમન થશે. આવતા 48 કલાકમાં ABC વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતના સાગર કાઠે વાવાઝોડાનો એલર્ટ અપાયો.

આ હતી ભારતીય હવામાન ખાતાની અગાહીઓ ની ઝલક. પણ આ બધું માત્ર થોડી મીનીટો માં આટોપી લેવાય છે, જયારે કોઈ ટીટોડીએ કોઈકના ખેતરમાં ઈંડા મુક્યા, એની ખબર પડતા લગભગ દરેક ગુજરાતી ન્યુઝ ચેનલવાળા પહોચી જાય છે અને એક કલાક નો પ્રોગ્રામ બનાવે છે.

Photo Courtesy: india.com

ઇન્ડિયા મીટીઓરલોજીકલ ડીપાર્ટમેન્ટની એક સરસ મજાની વેબસાઈટ છે જેમાં લખેલું છે કે ભારતમાં હવામાનની આગાહી વિષે લગભગ ઈશાપુર્વે 3000 થી લખાયેલ છે. વરાહમિહિરનું પુસ્તક જે ઈસ્વીસન ૫૦૦માં લખાયેલું છે, બ્રીહ્સ્તમહિતામાં એમણે હવામાન વિષેની આગાહી અને ખેતી પર પડતા એના પ્રભાવ વિષે પણ લખેલું છે.

મોર્ડન હવામાન ખાતાની સ્થાપના 1857માં થયેલી પણ એની પહેલા 1785માં કલકત્તામાં અને 1796માં મદ્રાસમાં વેધશાળા ઓ સ્થપાયેલ છે.  ઇન્ડિયા મીટીઓરલોજીકલ ડીપાર્ટમેન્ટ દુનિયાનું સૌથી જુનું હવામાન ખાતું છે જે હાલ પણ સેવારત છે. આટલો જુનો અને લાંબો ઈતિહાસ હોવા છતાં એક જ પ્રશ્ન થાય, આપણા હવામાનખાતાવાળા સાચી આગાહી કેમ નથી કરી શકતા?

આપણે તરત અમેરિકાનું ઉદાહરણ આપીએ, ત્યાંનું હવામાનખાતું સચોટ માહિતી આપે. એટલેસુધી કે એવીએવી વેધર એપ્સ છે જે તમને નોટિફિકેશન આપે કે છત્રી કે રેઇનકોટ લઇ લેજો, વરસાદ પડશે. લોકો ચોમાસા દરમ્યાન હવામાનખાતાની ખુબ મજાક ઉડાડે છે પણ મૂળ વાત કોઈ ને પણ ખ્યાલ નથી કે તસ્દી લેવી નથી જાણવા માટે.

અમેરિકાનાં હવામાનના ફેરફાર ફ્રન્ટલ સીસ્ટમથી થાય છે જ્યાં ગરમ હવા અને ઠંડી હવા મળે ત્યાં યા તો સાયક્લોન આવે કે પછી વરસાદ પડે, આ સિમ્પલ છે અને આ વિષે બધાને ખબર છે. થોડા ગણિતના ફોર્મુલા અને હવાનું તાપમાન અને ગતિને જાણીને કોઈ પણ આગાહી કરી શકે છે. ભારતની વાત અલગ છે અહીંયાના વાતવરણનો મિજાજ રાજા, વાજા અને વાંદરા જેવો છે.

આપણે ટ્રોપિકલમાં રહીએ છીએ જ્યાં વાતાવરણના ફેરફાર અચાનક અને અણધાર્યા હોય છે, વળી અલ નીનો જેવા પ્રવાહોની પૂરી જાણકારી આપણી પાસે હજી સુધી છે જ નહીં. આપણા હવામાનના ફેરફાર રેડિએશન અને કન્વેન્શન (radiation and convection) થી થાય છે જેનો સાદો મતલબ થાય કે હવા ગરમ થઇ ને ઉપર જાય અને ઠંડી હવા નીચે આવે. સૂર્યની ગરમીથી પાણીનું બાષ્પીભવન થવું એ બધું.

આમાં કોઈ પણ પ્રકારના ફોર્મુલા કામ નથી આવતા. ઘણીવાર વાદળા આવતા દેખાય પણ હવા એને ખેંચીને લઇ જાય, ઘણીવાર આકાશ સાવ કોરુંકટ હોય અને એમાં જોરદાર વરસાદ આવી જાય. છતાં પણ હવામાનખાતાની આગાહીઓ લગભગ સાચી જ પડતી હોય છે.

સૌથી મહત્વપૂર્ણ વાત છે વાવાઝોડાની આગાહી, જેમાં ઇન્ડિયા મીટીઓરલોજીકલ ડીપાર્ટમેન્ટ નિષ્ણાત છે. એમની ફાઈલીન અને હુડહુડ જેવા વાવાઝોડાની સચોટ આગાહીને કારણે હજારો લોકોના જીવ બચી ગયેલા છે.

હવામાનખાતાની અગાહીઓ હમેશા અંદરના વિસ્તાર માં ખોટી પડતી હોય છે કેમકે વાદળો જયારે પાણી ઉપરથી જમીન પર આવે ત્યારે એ ક્યા પ્રકારનો વહેવાર કરશે એ સંપૂર્ણ રીતે હવા ઉપર આધારિત છે. દરિયાકાઠાના વિસ્તારોમાં હજી પણ લોકો રેડીઓ રાખે છે કેમકે આપણા હવામાનખાતાની આગાહીઓની સૌથી વધારે અસર એમના પર થાય છે.

એક વસ્તુ સમજવા જેવી છે, જે સેટેલાઈટનો ઉપયોગ અમેરિકા કરે છે એવા જ સેટેલાઈટનો ઉપયોગ ભારત કરે છે. હા, હજી પણ આપણે થોડા પાછળ છીએ પણ એનો મતલબ એવો નથી કે એ લોકોની વર્ષોની મેહનત બાદ કરેલી આગાહી પર આપણે હસીએ કે મીમ્સ બનાવીએ. હવામાનખાતાની વધુ માહિતી માટે ઇન્ડિયા મીટીઓરલોજીકલ ડીપાર્ટમેન્ટ કે IMD પર જઈ ને વધારે માહિતી મળી જશે.

eછાપું

તમને ગમશે: મોદી મેજીક?- કેપ્ટન અમરિંદર સિંઘ ને આખરે કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here