વાકા વાકા, વેવીન ફ્લેગ્સ જેવા ફૂટબોલ અને વર્લ્ડકપ સાથે સંકળાયેલા સરસ ગીતો

0
376
શાકિરા વાકા વાકા માં couresy- MyTe box

આ વર્લ્ડકપ અપસેટ વાળો વર્લ્ડકપ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયન જર્મની ગ્રુપ સ્ટેજમાં જ ફેકાઈ ગયું, આર્જેન્ટીના અને પોર્ટુગલ પણ નીકળી ગયા અને આ લખાઈ રહ્યું છે ત્યારે સ્પેન પણ ફેકાવવાની તૈયારીમાં છે. આ વર્લ્ડકપમાં ઓલરેડી આવા ઘાતક અપસેટ થઇ રહ્યા છે, અને એમાં બે હાફ વચ્ચે બ્રેકમાં સોની લીવ પર આવતું ગીત માથાનો દુખાવો છે. ક્યાં પહેલાના વાકા વાકા કે કપ ઓફ લાઈફ જેવા સાંભળવા ગમે એવા ગીતો, અને ક્યાં બરાડા પાડતું આ ફૂટબોલ વર્લ્ડકપનું ઓફીશીયલ સોંગ લીવ ઈટ અપ.

દર વખતે ફૂટબોલ વર્લ્ડકપ વખતે FIFA એક ઓફીશીયલ એન્થેમ રજુ કરે છે અને કોકા-કોલા એક વર્લ્ડકપ સ્પેશીયલ વિડીયો બનાવે છે. છેલ્લા અમુક વર્લ્ડકપ માં ઘણા સારા અને ઘણા ખરાબ ગીતો આવ્યા. વાકા વાકા જેવા ગીતો એક તરફ એક માઈલ સ્ટોન બની રહ્યા જયારે બીજી તરફ અમુક ગીતો ને સંગીત અને ફૂટબોલ બંનેનું અપમાન કહીને ઉતારી પાડ્યા છે. આજે આવા બકવાસ સોન્ગ્સ વિષે ચર્ચા કરી નેગેટીવીટી ફેલાવવા કરતા અમુક સારા સોન્ગ્સ જેના પરિચય માં હું ફૂટબોલ કે વર્લ્ડકપના માધ્યમ થી આવ્યો છું, એના વિષે ચર્ચા કરીશું. અને શરૂઆત કરશું સહુથી જાણીતા એવા વાકા વાકા થી.

1. વાકા વાકા- શકીરા (ફૂટબોલ વર્લ્ડકપ 2010 – સાઉથ આફ્રિકા)

You’re a good soldier
Choosing your battles
Pick yourself up and dust yourself off and back in the saddle
You’re on the front line
Everyone’s watching
You know it’s serious we’re getting closer, this isn’t over
The pressure is on
You feel it
But you’ve got it all
Believe it
When you fall get up oh oh
And if you fall get up oh oh
Tsamina mina zangalewa (= where do you come from)
‘Cause this is Africa
પ્રસિદ્ધ કોલમ્બિયન સિંગર શાકિરા નું આ ગીત આજની તારીખે માઈલસ્ટોન સમાન છે. આ ગીત એની લીરીક્સ, અને એના સંગીતને લીધે એટલું પ્રસિદ્ધ થયું હતું કે આજની તારીખે આ ગીત માઈલસ્ટોન બની રહ્યું છે. આ વર્લ્ડકપનું ઓફીશીયલ ગીત લીવ ઈટ અપ હોય કે ગયા વર્લ્ડકપનું વી આર ધ વન, લોકો બંને ગીત ને વાકા વાકા સાથે સરખાવીને નકારતા રહ્યા છે. ગયા વર્લ્ડકપ ના એક મહિના પહેલા બ્રાઝીલના લોકોએ એવી માંગણી પણ ઉઠાવી હતી કે વી આર ધ વન ને રીજેક્ટ કરી ફરીવાર શકીરા પાસે નવું ગીત તૈયાર કરો. ઇવન આ ગીત ની અસરો એટલી હતી કે આપણા એ આર રેહમાને પણ 2011 ની કોમનવેલ્થ માટે “વાકા વાકા કરતા સારું ગીત” તૈયાર કરવાની જાહેરાત કરી હતી, અને અંતે એણે એની કારકિર્દીનું સહુથી બકવાસ એવું “જીયો ઉઠો બઢો જીતો” નામનું ગીત તૈયાર કરી લોકોની ટીકા વહોરી હતી.
એક આડવાત: આ ગીતમાં ઘણા ફૂટબોલરોપણ દેખાયા હતા, જેમાં સ્પેનીશ ડીફેન્ડર જેરાર્ડ પીકે પણ હતો. આ ગીત ના શુટિંગ દરમ્યાન પીકે અને શાકિરા એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંને એ લગ્ન પણ કરી લીધા.

૨. વેવીન ફ્લેગ્સ – ક્નાન (કોકા-કોલા એન્થેમ 2010)

Saying forever young
Singing songs underneath the sun
Let’s rejoice in the beautiful game
And together at the end of the day, we all say

When I get older I will be stronger
They’ll call me freedom just like a wavin’ flag

૨૦૧૦ નો વર્લ્ડકપ ફૂટબોલ અને સંગીત બંને માટે સારો રહ્યો હતો. એક તરફ વાકા વાકા લોકોના દિલ પર રાજ કરી રહ્યું હતું જયારે બીજી તરફ કોકાકોલાનું આ ગીત પણ લોકોને ગમી રહ્યું હતું. આ ગીત એના પ્રેરણાદાયક શબ્દોના લીધે મારું પર્સનલ ફેવરીટ છે. ઉપરાંત આ ગીતમાં જે આફ્રિકન ફીલિંગ અને ડ્રમ્સ છે એ પણ સારા છે.

૩. ધ કપ ઓફ લાઈફ – રિકી માર્ટીન (વર્લ્ડકપ એન્થેમ 1998 ફ્રાંસ)

The cup of life, this is the one
Now is the time, don’t ever stop
Push it along, gotta be strong
Push it along, right to the top
The feelin’ in your soul is gonna take control
Nothing can hold you back if you really want it
I see it in your eyes you want the cup of life
Now that the day is here, gotta go and get it
Do you really want it? (Yeah!)
Do you really want it? (Yeah!)
આ ગીતના બે વર્ઝન હતા, સ્પેનીશ લા કોપા દે લા વિદા અને અંગ્રેજી ધ કપ ઓફ લાઈફ. FIFA એ આ ગીતને ઓફીશીયલ વર્લ્ડકપ એન્થેમ તરીકે પસંદ કર્યું એ પહેલા પોપ્યુલર થઇ રહ્યું હતું. આ ગીતનું એનર્જેટિક સંગીત અને રિકી માર્ટીન નો જોરદાર અવાજ તમને નાચવા મજબુર ન કરીદે તો જ નવાઈ. રિકી માર્ટીન આ ગીત અને એની પછી ના વર્ષે 1999 માં આવેલા લીવીન દ વીડા લોકા ના લીધે જબરજસ્ત પ્રસિદ્ધિ મેળવી રહ્યો હતો. ઘણા લોકોના માનવા પ્રમાણે રિકી માર્ટીને શરુ કરેલા લેટીન પોપ ના વાવાઝોડા ના આધારે એન્રીકે ઇગ્લેસીયાસ અને શાકિરા જેવા ઘણા પોપ સ્ટાર્સ ને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી.

 

૪. યુ વિલ નેવર વોક અલોન – જેરી એન્ડ ધ પીસમેકર નું વર્ઝન, મૂળ ગીત રોજર્સ એન્ડ હેમરસ્ટૈન (લિવરપૂલ ફૂટબોલ ક્લબ)

Walk on through the wind
Walk on through the rain
Though your dreams be tossed and blown
Walk on, walk on
With hope in your heart
And you’ll never walk alone
ઈંગ્લીશ પ્રીમિયર લીગમાં જયારે લિવરપૂલ એના ઘરના સ્ટેડીયમ એનફિલ્ડ માં રમતું હોય ત્યારે એના અડધો લાખ ફેન્સ જયારે એક સાથે આ ગીત ગાતા હોય એ માહોલ ખરેખર માણવા જેવો હોય છે. આ ગીત લિવરપૂલ ક્લબ ના ઈતિહાસ સાથે 1960ના દસકા થી સંકળાયેલું છે, અને કલબનાં લોગો માં અને ઓફીશીયલ સૂત્ર તરીકે સ્થાન પામેલું છે. ઉપરાંત આ ગીત એટલું પ્રસિદ્ધ હતું કે એલ્વિસ પ્રિસ્લી જેવા કલાકારો અને પિંક ફ્લોઈડ જેવા બેન્ડએ પણ પોતાની રીતે આ ગીતના વર્ઝન ગયેલા.

૫. ફાયર વિથ ફાયર – સીઝર સિસ્ટર્સ (FIFA 11 વિડીયો ગેમ)

You can see that you’re being surrounded
From every direction
And love was just something you found
To add to your collection

It used to seem we were number one
But now it sounds so far away
I had a dream we were running from
Some blazing arrows yesterday

You said, fight fire with fire
Fire with fire
Fire with fire
Through desire, desire -sire, desire
Through your desire

આમતો ગેમ માં આવતા ગીતો અને મ્યુઝીક હંમેશા એવાજ હોય છે કે જે ગેમની સાથે ભળીજાય અને બહુ વધારે ધ્યાન ના ખેચે, પણ FIFA 11 માં આવેલું ગીત માત્ર ધ્યાન ખેચનારું જ નહિ પ્રેરણાદાયક પણ છે. આ ગીતની ટયુન, એના શબ્દો બધુજ સરળ અને પ્રેરણાદાયક છે. અને એટલે જ આ ગીત પણ મારું પર્સનલ ફેવરીટ છે.

 

તો આ હતા મારા ફેવરીટ ગીતો જેનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ છે. આ ઉપરાંત વર્લ્ડકપના બધાજ ઓફીશીયલ સોન્ગ્સ નો સંગ્રહ અહિયાં શેર કર્યો છે.

આશા રાખું છું કે આ અપસેટ સર્જનારો વર્લ્ડકપ હવે વધારે કોઈ અપસેટ ન સર્જે અને અત્યાર સુધી હતો એટલોજ એન્ટરટેઈનીંગ બન્યો રહે….

ઇન્જોય ધ વર્લ્ડકપ….

eછાપું

તમને ગમશે: લાંચ નું લંચ કે ડિનર ડિપ્લોમસી – આપણા પચાસ ટકા રાખજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here