ભારતીય માતાપિતા બે વર્ષથી નીચેના બાળકોને દત્તક લેવાનું પસંદ કરે છે

0
312
પ્રતિકાત્મક તસ્વીર Photo Courtesy: scroll.in

2017-18ના વર્ષમાં લગભગ 80 ટકા માતાપિતાઓએ બે વર્ષની ઉંમરથી નીચેના બાળકોને દત્તક લેવાનું પસંદ કર્યું હતું. આ આધિકારિક ડેટા એમ પણ જણાવે છે કે ભારતમાં કાયદેસર ચાલતા અનાથાશ્રમોમાં આ ઉંમરના બાળકોની સંખ્યા ઘણી ઓછી છે. એટલે બાળકોની માંગ અને તેમની હાજરી વચ્ચે ખૂબ મોટું અંતર છે એમ કહી શકાય.

પ્રતિકાત્મક તસ્વીર
Photo Courtesy: scroll.in

બાળકોને દત્તક આપવાની વિધિ પર નિયમન કરતી સંસસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી એટલેકે CARAના આંકડાઓ અનુસાર 2017-18ના વર્ષમાં બે વર્ષથી ઓછી ઉંમરના 2,537 બાળકોને એડોપ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે બે વર્ષથી ઉપરની ઉંમર હોય અને તેમને દત્તક લેવામાં આવ્યા હોય તેવા બાળકો માત્ર 597 જ હતા.

CARAના આંકડા આગળ જણાવે છે કે દેશભરમાંથી તેમની સાથે રજીસ્ટર થયેલા 8,000થી પણ વધુ અનાથ આશ્રમોના 90% થી પણ વધુ બાળકો પાંચ કે છ વર્ષથી વધારે ઉંમરના છે, પરંતુ આ ઉંમરના જૂથના બાળકોને દત્તક લેનારા માતાપિતાઓની સંખ્યા ઘણી ઓછી છે. આ પ્રકારના બાળકોને ફોસ્ટર કેર સેન્ટર્સમાં મોકલી આપવામાં આવે છે.

આ ફોસ્ટર કેર સેન્ટર્સ એટલે એવા કુટુંબો જ્યાં ખુદના બાળકો જરૂર હોય છે પરંતુ પાંચ વર્ષથી ઉંમરના બાળકોને કુટુંબની હુંફ મળી રહે અને જો ન મળે તો તેઓ ગેરમાર્ગે ન દોરવાઈ જાય એટલા માટે તેમને ત્યાં રાખવામાં આવે છે. જો કે વિદેશની જેમ ફોસ્ટર કેર સેન્ટર્સનો આઈડિયા ભારતમાં હજી સુધી વિકસિત થયો નથી અને આથી અહીં પણ સમસ્યા તો છે જ.

CARA સાથે હાલમાં લગભગ વીસ હજારથી પણ વધારે દંપત્તિઓ રજીસ્ટર થયેલા છે જેમને એક બાળકની ચાહ છે. પરંતુ મોટાભાગનાઓ ને બે વર્ષ કે તેથી નીચેની ઉંમરના બાળકને દત્તક લેવાની જ ઈચ્છા છે અને તેવા બાળકોની સંખ્યા આપણે આગળ જાણ્યું તેમ ઘણી ઓછી છે.

દેશ ઉપરાંત વિદેશથી પણ દંપત્તિઓ ભારતમાં આવીને ભારતીય બાળકોને એડોપ્ટ કરતા હોય છે. ગયા વર્ષે 718 બાળકોને વિદેશી દંપત્તિઓએ દત્તક લીધા હતા જેમાંથી બે વર્ષથી નીચેની ઉંમરના બાળકોની સંખ્યા 389 હતી. આમ અહીં પણ આ ઉંમરના વર્ગના બાળકોની માંગ અડધાથી પણ વધારે છે. વિદેશથી આવતા દંપત્તિઓ એક બાબત જરૂર સરળ બનાવે છે અને તે છે દિવ્યાંગ અથવાતો specially abled બાળકોને દત્તક લેવાની વાત. વિદેશી દંપત્તિઓ આ પ્રકારના બાળકોને દત્તક લેતા બિલકુલ અચકાતા નથી.

એક માનસશાસ્ત્રીના કહેવા અનુસાર માતાપિતાઓની જીદ કે તેઓ બે વર્ષ કે તેનાથી પણ ઓછી ઉંમરના બાળકોને જ દત્તક લેશે તેની પાછળનું કારણ એક જ છે કે આ પ્રકારના બાળકો સરળતાથી તેમને સ્વિકારી લેતા હોય છે કારણકે તેમની સમજશક્તિ હજી સુધી વિકસી હોતી નથી. જ્યારે પાંચ વર્ષે બાળક ઘણું બધું સમજી લેતું હોય છે અને આથી માતાપિતાઓમાં ડર હોય છે કે દત્તક લીધા પછી પણ એ બાળક પોતાની સાથે એડજેસ્ટ નહીં થાય તો?

eછાપું

તમને ગમશે: ‘શ્રી’ અને હું – ક્યારેય નહીં લખાયેલી લવસ્ટોરી નો ઉત્સવ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here