શું તમે જોબ ઇન્ટરવ્યુ માટે જાવ છો? તો આ ટિપ્સ ખાસ વાંચીને જજો

2
858
Photo Courtesy: medium.com

આમતો આપણે જીવનમાં ઘણા ઈન્ટરવ્યુ આપીએ છીએ, ક્યારેક નોકરીના તો ક્યારેક છોકરીના! પણ નવાઈની વાત તો એ છે કે આ બધું આપણે અનુભવના આધારે શીખીએ છીએ. કોઈપણ શાળાના અભ્યાસક્રમમાં તમને સારું શાક કેવી રીતે લેવું અથવા ઈન્ટરવ્યુ માટે શું કરવું જેવી બાબતો જોવા નથી મળતી. ઈન્ટરવ્યુ એટલે એકવાર મળી લોકો ખ્યાલ મેળવે છે કે તમારું વ્યક્તિત્વ કેવું છે. તો આવો આપણે આજે ઈન્ટરવ્યુ માટે જતી વખતે અને ઈન્ટરવ્યુ આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિષે માહિતી મેળવીએ.

  1. જોબ ઈન્ટરવ્યુ આપવા જતા પેહલા જરૂરી છે તમારી Dressing sense, જે લોકો ઇન્ટરવ્યુ લેવા બેઠા હોય છે તે લોકો પેહલા એ જુએ છે કે તમારી Dressing Sense કેવી છે. જો તમે લઘરવઘર, વાળ પણ ઓળ્યા વગર ગયા હશો તો પણ ખબર પડી જશે અને જો તમે મીસમેચ પેહરીને ગયા હશો તો પણ ખ્યાલ આવી જશે. ઇન્ટરવ્યુ માટે એમ ને એમ પહોચી ન જાવ. બની શકે તો ફોન પર પેહલેથી સમય નક્કી કરી ને જાવ. શક્ય હોય તો ઈસ્ત્રી કરેલા કપડા પેહરીને જાવ. જો કોઈ Executive ના ઇન્ટરવ્યુ માટે જતા હોવ તો ટાઈ પણ પેહરો.
  2. બીજી મહત્વની વાત છે જૂતા. હા ઘણા લોકો ટાઈ પેહરીને નીચે સાદા ચંપલ પેહલીને ઇન્ટરવ્યુ માટે જતા હોય છે. જે લોકો ઇન્ટરવ્યુ લેવા માટે બેઠા હોય છે તે લોકો ઘણી નાનીનાની બાબતો નોટીસ કરતા હોય છે. તમને એક જ નજરમાં આવરી લેતા હોય છે. તો જયારે તમે કોઈ ઇન્ટરવ્યુ માટે જતા હોવ ત્યારે તમારા જૂતા તમારા dress સાથે બરાબર મેચ થાય છે કે નહીં તે જુવો.
  3. ઘણા લોકોને ટેવ હોય છે ઇન્ટરવ્યુ વખતે વારેવારે નાક પર હાથ ફેરવવાની કે માથે હાથ ફેરવવાની કે પગ હલાવતા રેહવાની જે તમારી સામે બેઠેલા લોકો નોટીસ કરતા હોય છે. આ બધી નિશાનીઓથી તમે નર્વસ છો તેવું સાબિત થાય છે. તમે જયારે કોઈને મળો તો તમારી Body Language હકારાત્મક હોવી જરૂરી છે. તો આ બાબતો હમેશા ટાળવી જોઈએ.
  4. જો વોક ઇન ઇન્ટરવ્યુ હોય તો તે આપવા જતી વખતે હમેશા પેન, સ્ટેપલર, ફેવીસ્ટીક સાથે રાખવી. હમેશા વોક ઇન ઇન્ટરવ્યુમાં પેહલા તમારી વિગત દર્શાવવા ફોર્મ ભરવાનું હોય છે. તેમાં કદાચ તમારા ફોટોની પણ જરૂર પડી શકે. એ સમયે જયારે તમે કોઈ પાસે પેન માંગો તો તે તમારી બેદરકારીની નિશાની છે તેવું બતાવે છે. જો તમારી પાસે આ બધું હાજર હશે તો તમે એક વ્યવસ્થિત વ્યક્તિ છો તેવું દેખાય છે.
  5. ઇન્ટરવ્યુ કઈ જગ્યા એ છે તેના પરથી નક્કી થાય છે તમારા કપડા અને મેકઅપ, ખાસ કરીને લેડીઝની બાબતમાં, ઘણી છોકરીઓ જાણે કોઈ ફેશન પરેડમાં આવતી હોય તે રીતે તૈયાર થઈને આવતી હોય છે. તૈયાર થવું તે ખરાબ બાબત નથી પણ બની શકે એટલો ઓછો મેકઅપ કરવો જોઈએ. હા તમે કોઈ entertainment ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરવ્યુ આપવા જતા હોવ તો વાત અલગ છે. તેમાં તમારો મેકઅપ હોવો જરૂરી છે. પણ પેહલા જાણી લો કે કઈ જગ્યા માટે અને કઈ કંપની માટે તમે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો અને પછી તેને અનુરૂપ તૈયાર થવાનું રાખો.
  6. જયારે ઇન્ટરવ્યુ પેનલ બેસે અને ઇન્ટરવ્યુ લેવાવાળા એક કરતા વધુ વ્યક્તિ હોય ત્યારે એક વ્યક્તિ બોલી લે તેની રાહ જોવો. તરત તેમના સવાલનો જવાબ ન આપો. બે થી ત્રણ સેકન્ડ રાહ જોવો જવાબ આપવામાં. અને જેટલું પૂછવામાં આવ્યું હોય તેટલી જ બાબતનો જવાબ આપો. બિનજરૂરી માહિતી પૂરી પાડવામાં પણ તમારી ઇમ્પ્રેશન ડાઉન થઇ શકે છે.
  7. ક્યારેક એવું બને છે કે ગભરાટમાં તમે ખોટી માહિતી બોલી જાવ. તો તેને તરત જ સુધારી લો. ગભરાટમાં બોલેલું હોય તે તરત પકડાય જાય છે જો તમે સુધારી નહી લો તો તરત તમને તેના પર બીજો સવાલ પૂછવામાં આવશે. અને તમને તેની માહિતી નહીં હોય. ટેક્નીક્લ બાબતોમાં પણ શક્ય છે કે તમને બધી માહિતી ન હોય. તો તેમાં તમે sorry કહી શકો છો અથવા તેમને જણાવી શકો છો કે તમને એ બાબતની માહિતી નથી. ખોટી વાતથી આગળ જવા કરતા તમને ખબર ન હોય તે બાબતમાં ચુપ રહેવું વધારે સારું હોય છે.
  8. હમેશા નવી બાબતો શીખવા માટે ઉત્સુકતા બતાવો. જો તમે નવા હોવ તો તેમને training આપવાનું જણાવો અથવા તેમને કહો કે તમને જે નથી આવડતું તે તમે શીખવા માટે ઉત્સુક છો.
  9. ઇન્ટરવ્યુ વખતે હમેશા Eye કોન્ટેક્ટ રાખી ને વાત કરવી જોઈએ. આજુબાજુની બાબતો તરફ જોવાનું કે ફાંફા મારવાનું ટાળવું જોઈએ.
  10. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ તમારી દરેક બાબત નોટીસ કરતી હોય છે. તમારું સેન્સ ઓફ હ્યુમર કેવું છે તે પણ નોટીસ થતું હોય છે.તમારી બોલવાની કળા, જવાબ આપવાની કળા, કોઇપણ સવાલથી ન ગભરાવાની કળા આ બધી બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે.
  11. ખુબ જ જરૂરી બાબત છે આત્મવિશ્વાસ. એ તમારી વાતચીતમાં દેખાવો જોઈએ. દરેક વ્યક્તિ અલગ હોય છે. તમારી પાસે જે છે તે બીજા પાસે નહીં જ હોય. બસ જરૂર છે તે શોધવાની કે તમે કઈ બાબતમાં નિપુણ છો. તમારો આત્મવિશ્વાસ તમારા પેહેરવેશથી પણ આવે છે. જો આત્મવિશ્વાસ પૂર્વક તમે ઇન્ટરવ્યુ આપશો તો તમે જ સેલેક્ટ થશો.

તો આવતા ઇન્ટરવ્યુ માટે ઓલ ધ બેસ્ટ!

eછાપું

તમને ગમશે: લ્યો બોલો!! શેખર ગુપ્તા કરે ઈ લીલા પણ સહેવાગ કરે તો છીનાળું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here