ફૂટબૉલ અને ફેસબુક વચ્ચે એક જબરી સામ્યતા છે! તમને ખબર છે?

0
417
Photo Courtesy: indianexpress.com

મિત્રો, ગત સપ્તાહે ફૂટબૉલ મહાશયને મળ્યા બાદ આ સપ્તાહમાં કોઈપણ મહાનુભાવને fryday ફ્રાયમ્સમાં પધારવા આમંત્રિત કરવાનું શક્ય નથી બન્યું એ બદલ ક્ષમાપ્રાર્થી છું… આવતા અઠવાડિયે ફરી મળીશું… ધમાકેદાર ફ્રાયમ્સ સાથે…. તો આવજો…. Bye bye..

ફૂટબૉલ : અરે ઊભા રહો…. હું છેક રશિયાથી…. ઊછળતો…. કૂદતો… ઉમળકાભેર આવ્યો છું અને તમે પડદો  પાડી રહ્યા છો એ કેમ ચાલે ?

પંકજ પંડ્યા : ઓહો… ફૂટબોલ મહાશય ફરી પધાર્યા…. ભલે પધાર્યા…..

મિત્રો, sorry for the earlier announcement and let’s start our chat show… with … talk of the world these days….. and our guest last episode…. none other than football….. give him a big legs…..

Photo Courtesy: indianexpress.com

પંકજ પંડ્યા : વેલકમ અગેઇન….

ફૂટબૉલ : આભાર

પંકજ પંડ્યા : fryday ફ્રાયમ્સના આટલા એપિસોડમાં એક પણ મહેમાન રિપીટ નથી થાય અને તમે સતત બીજા સપ્તાહે પધાર્યા….. અને એ પણ વગર આમંત્રણે ? Quite strange…….

ફૂબૉ : ગયા હપ્તે અહીં આવેલો…. વાતો કરવાની ખૂબ મજા આવેલી… થયું… ચાલો… લાતો ખૂબ ખાઈ લીધી…થોડીક વાતો કરતો આવું….  તમને વાંધો હોય તો પાછો જતો રહું…

પંકજ પંડ્યા : ના… ના… એમાં શું વાંધો હોય…. મારે દર અઠવાડિયે બકરો શોધવાનો હોય છે… તમે તો સામેથી પધાર્યા  છો…

ફૂટબૉલ : તમે મને બકરો કીધો ?

પંકજ પંડ્યા : અરે…. ખોટું ના લગાડતા… બકરો એટલે…. હુ ર્મનિષ્ઠ રોચક વ્યક્તિ…

ફૂબૉ : તો ભલે….

પંકજ પંડ્યા :  છેલ્લા એપિસોડમાં તમારી વિદાય પછી તમારી વિશ્વભરની અમાપ લોકપ્રિયતાનું કારણ શું હોઈ શકે એ અંગે વિચારતો હતો….

ફૂટબોલ : પછી… મળ્યું.. કોઈ કારણ ?

પંકજ પંડ્યા :  હા…..  તમારા નામમાં જ કોઈ જાદુ છે…

ફૂબૉ : ઓહો ! હું જાણી શકું એ વિશે ?

પંકજ પંડ્યા : why not ? Footballનું short form FB છે…

ફૂટબૉલ : અને Facebook નું પણ….

પંકજ પંડ્યા : exactly…… અને રમતની દુનિયામાં જેમ ફૂટબૉલ સૌથી લોકપ્રિય છે….. સોશિયલ મીડિયામાં એ સ્થાન facebook નું છે…

ફૂબૉ : wow….

પંકજ પંડ્યા : hmm….

ફૂટબૉલ : મને એક સખ્ખત આઇડિયો આયો છે.. તમારા ફાયદાનો છે….

પંકજ પંડ્યા : આવવા દ્યો…. આવવા દ્યો…

ફૂબૉ : fryday ફ્રાયમ્સનું નામ બદલીને fryday  Brayams કરી દો…

પંકજ પંડ્યા : not a bad idea…

ફૂટબૉલ : તો પાક્કુ ને ?

પંકજ પંડ્યા : તમારો સુજાવ એડિટર સાહેબને મોકલી જોઉં…. એ સ્વીકારે તો એકદમ પાક્કુ…

ફૂબૉ : હા….. તો આપણે ફૂટબૉલ અને ફેસબુકની વાત કરતા’તા… લોકપ્રિયતાની ચરમસીમા બંનેમાં એકસમાન છે… એ સિવાય બીજી કોઈ સામ્યતા ?

પંકજ પંડ્યા :  ફેસબુકમાં લોકો પોસ્ટ મૂકે… ફૂટબૉલમાં દડાને (goal) પોસ્ટમાં પહોંચાડવાનો હોય…

ફૂટબોલ : સાચું… બીજું કંઈ…

પંકજ પંડ્યા : ફેસબુકમાં બધાના અલગ અલગ ગોલ હોઈ શકે જ્યારે ફૂટબૉલમાં ગોલ જ બધુ હોય છે..

ફૂબૉ : વાહ… એ સિવાય….

પંકજ પંડ્યા : ફૂટબૉલમાં ગોલ માટે ખેલાડીઓ કીક મારે… જ્યારે ફેસબુકમાં લોકો અમથી કીકો માર્યા કરે…

ફૂટબોલ :  હજુ એક છે… હું કહું ?

પંકજ પંડ્યા : હા… હા… ચોક્કસ…

ફૂબૉ : ફૂટબૉલમાં goalનું સામ્રાજ્ય છે… જ્યારે ફેસબુકમાં LOL નું…

પંકજ પંડ્યા : ROFL… મને પણ એક યાદ આવ્યું…

ફૂટબૉલ : ફરમાવો….

પંકજ પંડ્યા : ફૂટબૉલમાં ખેલાડીઓની લાત જોવા મળે…. ફેસબુકમાં વકીલાત

ફૂબૉ : કોની વકીલાત ?

પંકજ પંડ્યા :  વર્લ્ડકપ પતી જાય એટલે નવું ફેસબુક એકાઉન્ટ ખોલી એમાં માત્ર ભારતીય લોકોને જ ફોલો કરજો…

ફૂટબૉલ : ok..

પંકજ પંડ્યા : ભારતમાં આવ્યા છો તો ક્રિકેટ વિશે કંઈક કહો…

ફૂટબૉલ: નો કોમ્મેન્ટ્સ…

પંકજ પંડ્યા : એવું ના ચાલે….

ફૂબૉ : ક્રિકેટમાં ખેલાડી ફ્રન્ટ ફૂટ પાર આવીને રમે છે… જ્યારે ફૂટબૉલમાં ખેલાડી ક્રિક પર આવતો હોય એવું કંઈ નોંધાયું નથી…

પંકજ પંડ્યા : ત્યાં ક્રિક નહિ….. તો કીક હોય છે…

ફૂટબૉલ : એ ખરું…..

પંકજ પંડ્યા : બંનેનો સંગમ થાય તો kicket રચી શકાય…

ફૂબૉ : એમ થાય તો ઇતિહાસ રચાઈ જાય…..

પંકજ પંડ્યા : હવે રશિયા.. સિધાવો….

ફૂટબૉલ : મને શીખવાડો નહીં…. હું કંઈ નાનો કીકો નથી…

પંકજ પંડ્યા : હાહાહા……

ફૂબૉ : સારું ચાલો… હું ઉપડું હવે… bye…

પંકજ પંડ્યા : ok… bye….

ફૂટબૉલ :  હો રંગ રશિયા…. ક્યાં ખાઈ આવ્યા લાત જો….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: પુસ્તક રીવ્યુ: રેડી પ્લેયર વન – ગેમ નહીં આ છે સંપૂર્ણ નવલકથા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here