આવો મળીએ બોલિવુડના પોતાના હિઝ અને હર રોયલ હાઈનેસીઝને

0
322
Photo Courtesy: indianexpress.com

બોલિવુડ એટલેકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમતો કળાકારો માટેનું સ્થાન વિશેષ હોય છે પરંતુ અહીં સમયાંતરે ભારતીય સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી લોકો આવીને પોતાની કળાનું પ્રદર્શન કરતા હોય છે. સમાજના ગરીબ વર્ગમાંથી આવેલા લોકો પણ અહીં હીટ ગયા છે તો રોયલ ફેમિલીઝ એટલેકે ભારતના જૂના રાજઘરાણામાંથી આવતા લોકોએ પણ પોતાની અદાકારીના અજવાળા અહીં પાથર્યા છે.

આજે આપણે એવા જ એક એવો અદાકાર કે પછી વિવિધ અદાકારાઓ વિષે જાણીશું જેમનું બેકગ્રાઉન્ડ ભારતના કોઈને કોઈ રોયલ ફેમિલી સાથે જોડાયેલું હોય. આ લોકોને કદાચ એમના ઘરે હિઝ અથવાતો હર રોયલ હાઈનેસ કહીને બોલાવવામાં આવતા હશે પરંતુ સેટ પર તો તેમને પોતાના નામથી જ બોલાવવામાં આવતા હોય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો ચાલો મળીએ બોલિવુડના કેટલાક હિઝ અને હર રોયલ હાઈનેસીઝને.

અદિતિ રાવ હૈદરી

Photo Courtesy: deccanchronicle.com

આંધ્રપ્રદેશના વાનાપાર્થીના રાજા જે રામેશ્વર રાવ જેનું મોસાળ છે અને હૈદરાબાદના રોયલ ફેમિલીના મોહમ્મદ સાલેહ અકબર હૈદરી જેના કાકા છે એવી અદિતિ રાવ હૈદરી લગભગ છેલ્લા દસ વર્ષથી વિવિધ બોલિવુડ ફિલ્મોમાં જોવા મળી રહી છે. અદિતિ રાવ હૈદરીના દાદા અકબર હૈદરી જ્યારે હૈદરાબાદ એક સ્ટેટ હતું ત્યારે તેના વડાપ્રધાન હતા. આમ અદિતિ રાવ હૈદરીમાં બે-બે રોયલ ફેમિલીનું રક્ત વહે છે.

નવાબ ઓફ પટૌડી – સૈફ અલી ખાન

Photo Courtesy: indianexpress.com

ભારતીય ક્રિકેટમાં નવાબ ઓફ પટૌડી સિનીયર અને મનસૂર અલી ખાન પટૌડીનું પ્રદાન અપ્રતિમ છે. 1971માં જ્યારે નવાબો અને રાજાઓના સાલીયાણા બંધ કરવામાં આવ્યા અને તેમના પરથી રોયલ હાઇનેસ પ્રકારના લેબલ દૂર કરવામાં આવ્યા ત્યારે મનસૂર અલી ખાન પટૌડી, દિલ્હી નજીક આવેલા નાનકડા સ્ટેટ પટૌડીના છેલ્લા નવાબ હતા. સૈફ અલી ખાને પોતાના દાદા અને પિતા કરતા પોતાની માતા શર્મિલા ટાગોરની કારકિર્દી પસંદ કરી અને બોલિવુડમાં એક્ટિંગ શરુ કરી અને એમ કહી શકાય કે તે ઠીકઠીક લોકપ્રિય થયો છે.

કિરણ રાવ

Photo Courtesy: variety.com

અતિશય લોકપ્રિય અભિનેતા આમિર ખાનની બીજી પત્ની અને બોલિવુડ ડિરેક્ટર કિરણ રાવ આપણે આગળ જાણ્યું તે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીના મોસાળ પક્ષે સીધો સંબંધ ધરાવે છે. કિરણ રાવે ધોબીઘાટ દ્વારા બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. કિરણ રાવ અને અદિતિ રાવ હૈદરી એકબીજાના ફર્સ્ટ કઝીન્સ છે.

અલીશા ખાન

Photo Courtesy: deccanchronicle.com

બોલિવુડમાં અલીશા ખાન આમતો નવી નવી કહેવાય પરંતુ આપણે તેને અસંખ્ય હિન્દી મ્યુઝિક વિડિયોઝમાં જોઈ છે. અલીશા ખાનનો સંબંધ ગાઝીયાબાદના રોયલ ફેમીલી સાથે છે. આ ફેમીલીના નવાબ મોહમ્મદ નવાબ ગાઝિયાઉદ્દીન અથવાતો વઝીર ગાઝી-ઉદ્દીન હતા જેમના નામ પરથી ગાઝીયાબાદ શહેરનું નામ પડ્યું હતું.

ભાગ્યશ્રી

Photo Courtesy: bizasialivecom.com

સલમાન ખાન સાથે મૈને પ્યાર કિયા થી છવાઈ ગયેલી અને પછી તરતજ ખોવાઈ ગયેલી ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રોયલ પરિવારમાંથી આવી છે. તે સાંગલીના હાલના મહારાજા વિજય સિંઘરાવ માધવરાવ પટવર્ધનની પુત્રી છે.

સોનલ ચૌહાણ

Photo Courtesy: dnaindia.com

જન્નત અને બુઢ્ઢા હોગા તેરા બાપ જેવી ફિલ્મોમાં પોતાની સુંદરતા દ્વારા લોકોનું ધ્યાન ખેંચનારી સોનલ એ ઉત્તર પ્રદેશના મૈનપુરી ના રાજપૂત રોયલ ખાનદાનની સુપુત્રી છે. હજી સુધી સોનલને બોલિવુડમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનું બાકી છે.

રિયા અને રાઈમા સેન

Photo Courtesy: thehindu.com

બંગાળની અભૂતપૂર્વ અભિનેત્રી અપર્ણા સેનની પુત્રી મુનમુન સેન અને તેની બંને પુત્રી રિયા અને રાઈમા સેન પણ રોયલ ફેમીલી સાથે જોડાણ ધરાવે છે. આ બંનેની પૈતૃક બાજુ ત્રિપુરાના રોયલ ફેમિલી સાથે જોડાયું છે. રિયા અને રાઈમાના દાદી ઈલા દેવી કૂચ બિહારના પ્રિન્સેસ હતા અને જયપુરના મહારાણી ગાયત્રી દેવીના મોટા બહેન પણ  હતા.

eછાપું

તમને ગમશે: ભાજપની ઉત્તરપૂર્વ ફતેહની ઉજવણીમાં હિમંતા બિસ્વા સરમાનો ફાળો ન ભૂલાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here