સેમસંગ ની વિશ્વની સહુથી મોટી મોબાઈલ ફેક્ટરી અંગે કેટલીક રોચક હકીકતો

0
156
Photo Courtesy: indianexprss.com

ગઈકાલે દિલ્હી નજીક આવેલા નોઇડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઇન દ્વારા ઈલેક્ટ્રોનિક જાયન્ટ સેમસંગના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સેમસંગ એવો દાવો કરે છે કે 2020માં જ્યારે આ ફેક્ટરી સંપૂર્ણપણે બની જશે ત્યારે તે વિશ્વની સહુથી મોટી મોબાઈલ ઉત્પાદિત કરતી ફેક્ટરી બની જશે.

આમતો સેમસંગની નોઇડા ફેક્ટરી છેક 1990ના દાયકાથી કાર્યરત છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેઇક ઇન ઇન્ડિયા હેઠળ આ ફેક્ટરીના વિસ્તારમાં અને તેની ક્ષમતામાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી ગયા વર્ષે દક્ષિણ કોરિયાની મૂલાકાતે ગયા હતા અને ગત જૂનમાં સેમસંગ દ્વારા નોઇડા ફેક્ટરીને વધારવાનો અને તેમાં રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Photo Courtesy: indianexprss.com

સેમસંગ દ્વારા સ્થાપવામાં આવનાર આ ફેક્ટરી પાછળ તેના વિશ્વની સૌથી મોટી મોબાઈલ બનાવતી ફેક્ટરી હોવાનું કે પછી વધુ રોજગારી ઉત્પન્ન કરવા જેટલીજ હકીકતો નથી પરંતુ તેની પાછળ કેટલીક અન્ય હકીકતો પણ સામેલ છે જે અત્યંત રસપ્રદ છે.

 • નોઈડામાં સેમસંગની આ ફેસિલીટી વર્ષ 1997માં શરુ થઇ હતી જ્યાં શરુઆતમાં ટેલિવિઝન બનાવવામાં આવતા હતા. ત્યારબાદ 2005માં અહીં મોબાઈલ ફોનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું હતું.
 • ગયા વર્ષે જૂન મહિનામાં સેમસંગ દ્વારા આધિકારિકરીતે નોઇડા પ્લાન્ટને વિક્સાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે સેમસંગ દ્વારા રૂ. 4,915 કરોડનું ભારે રોકાણ કરવામાં આવ્યું છે. હવે અહીં સ્માર્ટફોનનું ઉત્પાદન લગભગ બમણું થઇ જશે. સેમસંગનું લક્ષ્ય નોઇડા ફેક્ટરીમાં દર વર્ષે 120 મિલિયન સ્માર્ટફોન્સ ઉત્પાદિત કરવાનું છે, અત્યારે તેનું ઉત્પાદન 67 મિલિયન ફોન્સનું છે.
 • ભારતમાં ઉત્પાદન થતા સ્માર્ટફોન્સમાં હાલમાં સેમસંગ 10% હિસ્સો ધરાવે છે જે હવે આ પ્લાન્ટ કાર્યરત થતા 50% થઇ જશે.
 • સેમસંગે ખુદ જાહેર કર્યું હતું કે તેના નોઇડા પ્લાન્ટનું એક્સ્પાનશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશાસ્પદ પ્લાન મેઇક ઇન ઇન્ડિયા હેઠળ છે અને પ્લાન્ટ વિકસતા અહીં હવે બે હજાર લોકોને સીધી રોજગારી મળશે.
 • નોઇડા જેમના ન્યાયક્ષેત્રમાં આવે છે તેવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દાવો કર્યો છે કે આ પ્લાન્ટને લીધે સીધી અને આડકતરી એમ બંને રોજગારીને ધ્યાનમાં લેવાય તો કુલ આંકડો 35,000 સુધી પહોંચી જશે. આ જ કારણસર ઉત્તર પ્રદેશ સરકારે પ્લાન્ટ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિનિર્ધારણ પૂરું પાડવામાં ઝડપ દેખાડી હતી.
 • ભારત હાલમાં મોબાઈલ ફોન્સના વપરાશના સંદર્ભમાં વિશ્વમાં બીજા નંબરે છે, જે 2014માં 120મા નંબરે હતું.
 • સેમસંગ નોઇડામાં ઉત્પાદિત થનારા કુલ મોબાઈલ ફોન્સમાંથી 30% યુનિટ્સ SAARC દેશો, એશિયા અને આફ્રિકામાં નિર્યાત થશે. આમ ભારતના નિર્યાતને પણ બળ મળશે જે મેઇક ઇન ઇન્ડિયાના મૂળ હેતુઓમાંથી એક હતો.
 • 2012માં સેમસંગ ભારતમાં સહુથી વધુ મોબાઈલ ફોન્સ વેંચતી કંપની બની હતી તે સમયે તેણે તેનો સર્વપ્રથમ Galaxy S3 અહીંથી રિલીઝ કર્યો હતો.
 • નોઇડા ઉપરાંત સેમસંગ તમિલનાડુમાં શ્રીપેરામ્બુદુર ખાતે પણ એક અન્ય પ્લાન્ટ ધરાવે છે.
 • નોઇડાના પ્લાન્ટ ખાતે સેમસંગ માત્ર સ્માર્ટફોન્સ જ નહી પરંતુ રેફ્રીજરેટર, ટેલિવિઝન પેનલ્સ પણ ઉત્પાદિત કરશે.
 • નોઈડામાં સેમસંગનું રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર હશે આ ઉપરાંત એક ડિઝાઈન સેન્ટર પણ હશે.

eછાપું

તમને ગમશે: ચંદ્રાબાબુ નાયડુ માટે આ નવું નથી પરંતુ નવાઈ પમાડે તેવું જરૂર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here