બહુત હી ક્રાંતિકારી પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયી ફેક ન્યૂઝ ફેલાવતા ઝડપાયા

1
506
Photo Courtesy: extremurn.blogspot.com

આપણને ઇન્ટરવ્યુ પતી ગયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તે સમયે આજતક સાથે જોડાયેલા પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયી દ્વારા થતી ખાનગી વાતો પકડાઈ જતો વાયરલ વિડીયો યાદ છે. આ વિડીયોમાં કેજરીવાલ પોતાના ઇન્ટરવ્યુમાં કઈ બાબતને હાઈલાઈટ કરવી તેની સૂચના પુણ્ય પ્રસૂન વાજપેયીને આપતા જોવા મળતા હતા. આ ઉપરાંત વાજપેયી પણ પોતાના તરફથી શું મદદ થઇ શકશે એની માહિતી આપીને કેજરીવાલના મંતવ્યના “બહુત હી ક્રાંતિકારી” કહીને નવાજ્યું હતું.

ત્યારબાદ પુણ્ય પ્રસૂન વાજપેયી આજતક છોડીને અત્યારે ABP ન્યૂઝમાં આવ્યા છે અને દરરોજ રાત્રે માસ્ટર સ્ટ્રોક નામનો કાર્યક્રમ ચલાવે છે. આજતકમાં કેજરીવાલનું સેટિંગ કરતા તેઓ ઝડપાઈ ગયા હતા અને હવે તેઓ મોદી સરકાર વિરુદ્ધ એક જુઠ્ઠાણું ફેલાવવાની કોશિશ કરતા ઝડપાયા છે.

આપણને ખ્યાલ છે કે આજકાલ નરેન્દ્ર મોદી નમો એપ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરે છે. આવી જ એક ચર્ચા તેમણે ગયા મહીને કેટલાક ખેડૂતો સાથે લાઈવ ચર્ચા નમો એપ દ્વારા કરી હતી. આ ચર્ચા દરમ્યાન વડાપ્રધાને છત્તીસગઢની મહિલા ખેડૂત ચંદ્રમણી સાથે વાત કરતા તેને પૂછ્યું હતું કે સરકારી મદદ/સલાહ બાદ તેની આવકમાં શો ફેર પડ્યો? તો ચંદ્રમણીએ જવાબ આપ્યો કે આવક બમણી થઇ ગઈ.

હવે આ મુદ્દે ABP ન્યૂઝે ચંદ્રમણીના ગામની મુલાકાત લીધી અને ચેનલના રિપોર્ટરે ચંદ્રમણીને સવાલ કર્યો હતો કે શું (છત્તીસગઢમાં જેને ધાન કહેવામાં આવે છે) એટલેકે ચોખાની ખેતીથી શું તેની આવક બમણી થઇ છે? જે તેણે વડાપ્રધાનને કહ્યું હતું? તો ચંદ્રમણીનો જવાબ હતો ‘ના’. ત્યારબાદ ચંદ્રમણીના સરપંચ પરશુરામ ભોયાર પર કેમેરા ફોકસ થાય છે અને પરશુરામ કહે છે કે એક સરકારી અધિકારીઓની ટીમ ગામડામાં આવી હતી અને તેણે ચંદ્રમણીને સૂચના આપી હતી કે તેણે વડાપ્રધાન સમક્ષ શું બોલવું.

આ બંને દ્રશ્યો દેખાડ્યા બાદ વોઈસ ઓવર એવું જણાવે છે કે જો ચંદ્રમણી અને પરશુરામ સાચું બોલતા હોય તો શું સરકાર જુઠ્ઠું બોલી રહી છે કે પછી સરકારી અધિકારીઓ પાસે એ કળા આવી ગઈ છે કે તેઓ સરકારને એજ વસ્તુઓ જણાવશે જે સરકારને સાંભળવી ગમશે.


હવે મજાની વાત એ થઇ કે પુણ્ય પ્રસૂન વાજપેયી પોતાના કાર્યક્રમ દ્વારા જે જૂઠ ફેલાવી ચૂક્યા હતા તેને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાની tweetમાં જોડીને તેને આગળ વધાર્યું. જો કે રાહુલ ગાંધીની સત્યતા તપાસ્યા વગર મોદી સરકાર વિરુદ્ધ ગમેતે બોલે તેને આગળ ફેલાવવાની આદત જૂની છે અને કાયમ પકડાઈ જવા છતાં તેને તેઓ વારંવાર રિપીટ કરતા હોય છે.

પરંતુ એક નવી વેબસાઈટ MyNation દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી. આ વેબસાઈટના પ્રતિનિધિ પણ ચંદ્રમણીને મળ્યા અને તેમને જે જાણવા મળ્યું તે અત્યંત આઘાતજનક છે, એટલીસ્ટ એ લોકો માટે જે કોઇપણ ટીવી ચેનલ કે મિડિયા દ્વારા ફેલાવવામાં આવતા કોઇપણ સમાચારની સત્યતા તપાસ્યા વગર તેને સાચા માની લે છે કારણકે એ તેમના અતિ મોદીદ્વેષને પંપાળે છે.


MyNation સાથે વાત કરતા ચંદ્રમણીએ દાવો કર્યો હતો કે તેણે ક્યારેય એવું નહોતું કહ્યું કે ધાન (ચોખા)ની ખેતી કરીને તેની આવક બમણી થઇ છે. તેણે વડાપ્રધાન સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે તેણે સરકારી સલાહને અનુસરીને પરંપરાગત ખેતીને બદલે ફ્રુટ પલ્પ પ્રોસેસિંગને અપનાવતા આવક બમણી થઇ છે. ચંદ્રમણીએ જાતે મહિલાઓનું એક ગ્રુપ બનાવ્યું છે જે સીતાફળના પલ્પનું માર્કેટિંગ કરીને પહેલા કરતા બમણી આવક ઉભી કરી રહી છે.

ચંદ્રમણીએ એમ પણ ઉમેર્યું હતું કે તેણે વડાપ્રધાન મોદી સાથેની ચર્ચામાં પણ કહ્યું હતું કે તેને સીતાફળના બાગમાંથી સીતાફળ તોડવાના પચાસ રૂપિયા મળે છે અને ત્યારબાદ તેના પલ્પની પ્રોસેસની ટ્રેઈનીંગ લીધા બાદ આવક બમણી થઇ ગઈ છે. વડાપ્રધાન સાથેની સમગ્ર ચર્ચામાં તેણે માત્ર અને માત્ર સીતાફળની જ વાત કરી હતી અને ક્યાંય ચોખાનું નામ પણ તેણે લીધું ન હતું.

અહીં મહત્ત્વની બાબત એમ પણ છે કે ક્યાંય ચંદ્રમણીએ એમ નથી કહ્યું કે અધિકારીઓએ તેને વડાપ્રધાન સામે શું કહેવું તેની સૂચના આપી હતી, આ વાત સરપંચ પરશુરામે જ કહી હતી. આમ બે અલગ અલગ વ્યક્તિઓના નિવેદનને જોડીને પુણ્ય પ્રસૂન વાજપેયી દ્વારા સરકારની ઈમેજ ખરાબ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મોદી સરકારની તરફેણ કરતા મિડિયા હાઉસને ‘ગોદી મિડિયા’ કહી તેમને ઉતારી પાડવામાં એક સેકન્ડની પણ રાહ ન જોનારા વામપંથી અને લિબરલ પત્રકારો શું આ રીતે ખોટા સમાચારો ફેલાવીને પુણ્ય પ્રસૂન વાજપેયી ની જેમ ક્રાંતિકારી બનવા માંગે છે?

eછાપું

તમને ગમશે: ફક્ત આજેજ નહીં પરંતુ કાયમ પ્રિય રહેવાની છે આ નારી….

1 COMMENT

  1. બિહાર વિધાનસભા ટાઈમ ચુનાવી કોન્કલેવ માં દેકારો કરી નાયખો કે બીજેપી જીતશે તો બિહાર ને અંબાણી અદાણી વેચી નાખવા માં આવશે…

    પીપી ના એજન્ટો દરેક ગ્રામ્ય કે શહેર વખત આ પ્રશ્નો લોકલ ઉમેદવારો ને પણ પૂછતા.. ને જયારે અમિત શાહ સાથે ઓપન ઇન્ટરવ્યૂ થયું ને એમને પણ આજ સવાલ પૂછ્યો તો શાહ સ્પષ્ટ કીધું કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય અમે અદાણી કે અંબાણી ને એક ઇંચ આપવા ના નથી.. ત્યારે આજ બાઘડબિલ્લો પીપી વાજપેયી કહે તો અદાણી અંબાણી માં તમને તકલીફ શું છે ઈ પણ દેશ ના જ બિઝનેશ મેન છે… નફ્ફટાય ની હદ બહાર પણ નફ્ફટાય કરતા હોય છે આ પત્રકારો.. મોદી સરકાર ના અનેક સ્ટેપ એવા છે જે માટે એમના વિરોધ માં બે શબ્દ કહેવા નું મન થાય પણ આ મોદી વિટાધી જમાત ની આવી બક્લોલી જોઈ જ એમ થાય કે હર હાલ માં પણ મોદી નો આંધળો સમર્થક જ બનવું જોઈ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here