ફેક ન્યૂઝનો સામનો કરવા WhatsAppનું નવું ફીચર કેટલું કારગત નીવડશે?

1
302
Photo Courtesy: dnaindia.com

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતથી ગંગટોક સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી બાળકોને ઉપાડી જતી કોઈ ગેંગ વિષે ફેક ન્યૂઝે ઉપાડો લીધો હતો. જ્યાં પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય કે લોકો તેને મારવા જ લાગતા. WhatsApp દ્વારા ફેલાતી આ પ્રકારની અફવાને રોકવા કેન્દ્ર સરકારે તેને એક ખાસ ફીચર લાવવાની તાકીદ કરી હતી.

Photo Courtesy: dnaindia.com

જવાબમાં WhatsApp પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયું હતું અને તેણે ભારત સરકારને બને તેટલું ઝડપી કોઈ એવું ફીચર લાવવાનું વચન આપ્યું હતું કે જેનાથી તેના યુઝર્સ ફેક ન્યૂઝ ફેલાવતા અટકી જાય. WhatsApp દ્વારા આ અંગે ઝડપથી પગલાં લેવામાં આવ્યા અને હવે તે એક નવું ફીચર લાવ્યું પણ છે.

આ ફીચર તમારા મોબાઈલમાં મેળવવા હવે જ્યારે તમને તમારું WhatsApp અપડેટ કરવાની સૂચના મળે ત્યારે તેને જરૂરથી અપડેટ કરી લેશો. કારણકે હવે તમને એક એવી સુવિધા મળશે જેનાથી તમે નક્કી કરી શકશો કે તમને આવેલો મેસેજ ઓરીજીનલ છે કે પછી ફોરવર્ડ કરેલો છે.

Photo Courtesy: thehindu.com

ઉપર તમે જો ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તે આ નવું ફીચર કેવી રીતે કાર્ય કરશે એ અંગેનો છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને કોઈ મેસેજ ફોરવર્ડ કરશે ત્યારે તેના પર ‘Forwarded’ એવું લેબલ આવી જશે. જે પ્રકારે ભારતમાં ફેક ન્યૂઝ કે પછી અફવાઓ ફેલાય છે તેના પરથી એક બાબત તો સાબિત થઇ છે કે તેની પાછળ મોટેભાગે ફોરવર્ડ કરેલા મેસેજીઝ જવાબદાર હોય છે.

WhatsAppનું આ નવું ફીચર એટલીસ્ટ તમને બે મિનીટ વિચારવા માટે તો મજબૂર કરી જ દેશે કે તમારે એક ફોરવર્ડ કરેલા મેસેજ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં? એક સામાન્ય સમજ એવું કહે છે કે ફોરવર્ડ કરેલા મેસેજ બિલકુલ વિશ્વાસપાત્ર હોતા નથી.

લાગતું વળગતું: EVM હેકિંગ બાય સાગરિકા ઘોષ

ફોરવર્ડ થયેલા મેસેજીઝ પ્રત્યે મોટેભાગે WhatsApp યુઝર્સ સિરિયસ નથી હોતા અથવાતો તેની ચકાસણી તેઓ કરતા નથી હોતા અને તેને એમનેમ આગળ ધપાવી દેતા હોય છે. મારા મિત્ર એ કે મારા સગા કે સંબંધીએ મને મેસેજ કર્યો એટલે એ સાચો જ હશે એમ માનીને જ મેસેજ ફોરવર્ડ થતા હોય છે.

આથી, તમને કોઈ એવો મેસેજ આવે જેના પર આ નવા ફીચર અનુસાર ઉપર ‘Forwarded’ લખ્યું હોય અને એ મેસેજ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી ન આવ્યો હોય તો હવે તમારી એ ફરજ બનશે કે તમે તેને આગળ ન વધારો.

બેશક તમામ ફોરવર્ડ મેસેજ ખોટા પણ નથી હોતા પરંતુ તમામ ફોરવર્ડ મેસેજની ચકાસણી જરૂરી તો બની જ જાય છે. પહેલા તો કદાચ તમને ખ્યાલ નહોતો આવતો કે કયો મેસેજ ઓરીજીનલ છે અને કયો ફોરવર્ડ કરેલો, પરંતુ WhatsApp દ્વારા શરુ કરવામાં આવેલું આ નવું ફીચર હવે તમને કામમાં લાગશે.

આ પ્રકારે ફોરવર્ડ થયેલા ખોટા મેસેજને આગળ ન મોકલવા ઉપરાંત જેણે તેને મોકલ્યો છે એને પણ ચકાસણી કર્યા બાદ તે અંગે ખરી માહિતી પહોંચાડવાથી અફવાઓ ફેલાતી અટકાવવામાં મદદ મળશે. આ ફીચર પર્સનલ અને ગ્રુપ એમ બંને જગ્યાએ અવેલેબલ હશે આથી ગ્રુપમાં પણ કોઈ મેમ્બર આ પ્રકારે ખોટો મેસેજ ફોરવર્ડ કરે તો તેની યોગ્ય ચકાસણી કર્યા બાદ ગ્રુપના એડમીન હોવ કે ન  હોવ તે સભ્યને ફરીથી આ પ્રકારે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવાની તાકીદ પણ કરી શકાય.

અફવાઓ રોકવા સરકાર અને WhatsApp જો આટલું કરતા હોય તો આપણે માત્ર જાગૃત રહીને એક ભારતીય તરીકે આપણી નાનકડી ફરજ બજાવવા જેટલું કામ તો કરી જ શકીએને?

eછાપું

તમને ગમશે: પૂતળા વિનાશનું યુદ્ધ – ધ્વંસ થનારા પૂતળા છે કે ધ્વંસ કરનારા આપણે?

1 COMMENT

  1. Whatsapp avu features banve k jena thi msg vachnar ne idea aavi jay aa msg khoto che k sacho

    Msg ma blink kare aa forweded che ana badle avu blink kare k aa sacho che ya to khoto che to

    Koi e pan moklyo hoy(relatives) to pan idea aavi jay k e khoto che k sacho che

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here