ડાંગ એટલે સંખ્યાબંધ ધોધની હારમાળા વાંસનાં ગાઢ જંગલો અને પ્રકૃતિનો પ્રેમ

4
946
Photo Courtesy: lbb.in

ડાંગ જિલ્લામાં સાગ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. કુદરતના અદભુત સાનિધ્યને માણવા માટે બેસ્ટ પ્લેસ એટલે ડાંગ. ડાંગમાં સંખ્યાબંધ નાના મોટા ધોધ પણ આવેલા છે. ડાંગના જંગલોની બારે મહિના વીઝીટ કરી શકાય છે પણ ડાંગ માણવાની સૌથી વધુ મજા વરસાદી મોસમમાં જ આવે.

ડાંગમાં વ૨સાદનાં સમયમાં જયારે જંગલનો વૃક્ષો લીલાછમ હોય ત્યારે ખૂબ જ જોવાની મઝા ૫ડે છે. પ્રવાસીઓ માટે ડાંગ જીલ્લામાં એક જ પ્રવાસન સ્થળ સાપુતારા જ પ્રખ્યાત બન્યું છે. ડાંગમાં સાપુતારા કરતાં પણ વધુ આનંદ આપે તેવા ધોધ, નેશનલ પાર્ક, બોટોનિકલ ગાર્ડન અને મંદિર આવેલા છે. પ્રવાસીઓ ડાંગના ઘણાબધા પ્રવાસન સ્થળોથી અજાણ છે.

ડાંગ જીલ્લાના કુદરતી સૌંદર્યને માણવા માટે હવે આ લેખ અને ગુગલ મેપ ઉપયોગી નીવડશે.

ડાંગ જિલ્લામાં ગિરા નદી, અંબિકા નદી, પુર્ણા નદી, ખાપરી નદી, સર્પગંગા નદીઓ આવેલી છે. આ નદીઓ પર ઘણા બધા નાના મોટા ધોધ આવેલા છે, જેવાકે બરડીપાડા ધોધ, કાલીબેલ ધોધ, ભેંસકાતરી ધોધ, માયાદેવી ધોધ, શીવઘાટ ધોધ, બરડા ધોધ, જમાલપાડા ધોધ, ગીરામલ ધોધ, ચીમેર ધોધ, ગીરા ધોધ આવેલા છે. આ સિવાય નાના ધોધ પણ ઘણાં આવેલા છે.

ડાંગ જીલ્લાના ધોધ જોવા જવા માટે અમદાવાદથી 333 કી.મી પર સોનગઢ પહોંચી જવાનું જ્યાંથી સોનગઢથી જંગલનો વિસ્તાર શરુ થાય છે. સોનગઢથી ડાંગ જીલ્લામાં પ્રવેશ લઇ 25 કી.મી પર બરડીપાડા ધોધ આવે. બરડીપાડાથી આગળ જતાં જમણી બાજુ 9 કી.મી પર કાલીબેલ ધોધ આવે છે. કાલીબેલ થી ભેંસકાતરી ધોધ 7 કી.મી પર આવે અને ભેંસકાતરી થી માયાદેવી મંદિર 1 કી.મી ઓફ રોડ પર આવે છે.

લાગતું વળગતું: ટ્રાવેલિંગમાં તમારા મોબાઈલ માટે જરૂરી આ એસેસરીઝ સાથે લેવાનું ભૂલાય નહીં

માયાદેવી મંદિર પુર્ણા નદી કિનારે આવેલુ સરસ સ્થળ છે. મંદિર પાસે ધોધ પણ છે. મંદિર પાસે બેસી નાસ્તો પાણી કરવાની સગવડ પણ છે. ભેંસકાતરીથી બરડાધોધ 37 કી.મી પર આવે છે. બરડા ધોધથી શીવઘાટ ધોધ 1 કીમી પર છે.

શીવઘાટ મંદિર રોડ પર પહાડોને અડીને આવેલું છે. પહાડો પરથી કુદરતી રીતે મંદિર પર પાણીનો અભિષેક થતો રહે છે. શીવઘાટથી 3 કી.મી પર આહવા આવે છે. આહવા ડાંગનું મુખ્ય મથક છે. આહવામાં રહેવાની સગવડ છે. અહીં રાત્રિ રોકાણ કરી શકાય. આહવામાં સનસેટ પોઇન્ટ જોવા જઇ શકાય.

આહવાથી બીજા દિવસે 50 કી.મી પર ગીરમાલ ધોધ જઇ શકાય. ડાંગ જીલ્લાના ગિરમાળ ગામમાં આવેલો ગીરામલ એ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે. આ ધોધ ગીરા નદી પર આવેલો છે. આ ધોધ 300 ફૂટની ઉંચાઇએથી પડે છે. આટલી ઉંચાઇએથી પડતાં ધોધને જોવાની મજા અલગ હોય છે.

ગીરામલથી સુબીર નામનું નાનુ ટાઉન આવે છે. અહીં નાસ્તો પાણી કરી શકાય છે. સુબીરથી 18 કી.મી દૂર ચીમેર ધોધ છે. સુબીરની આસપાસ શબરી ધામ, પમરાટ સરોવર જોવાલાયક સ્થળ છે. શબરી ધામ પાસે એક રહેવા માટે જંગલ રીસોર્ટ છે. તેમાં મોબાઇલ, ટીવી નેટવર્ક નથી આવતું અને કયારેક લાઇટ પણ જતી રહે છે. કુદરતની વચ્ચે ડીજીટલ દુનિયાથી બહાર રહેવા માટે આ બેસ્ટ રીસોર્ટ છે.

શબરી ધામથી 68 કી.મી પર ગીરા ધોધ આવેલો છે. વઘઇ ગામ પાસે આવેલો ગીરા ધોધ સરસ છે. ચોમાસા સિવાય અહીં ન્હાવા માટે સરસ જગ્યા છે. નજીકમાં વધઇ પાસે બોટોનિકલ ગાર્ડન અને વાસંદા માં નેચરલ પાર્ક પણ જોવાલાયક સ્થળ છે.

વઘઇથી 67 કી.મી પર સાપુતારા છે. સાપુતારામાં રાત્રિ રોકાણ કરી. સવારે સાપુતારા ફરી અમદાવાદ પરત ફરી શકાય.

વરસાદની મોસમમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક ટીપ્સ

1 તમારી કાર SUV પ્રકારની હશે તો તમને જંગલમાં કાચા રસ્તામાં ફરવામાં આસાની રહેશે.

2 તમારો ડ્રાઇવર જંગલના રસ્તાઓ પર ડ્રાઇવીંગ માટે કુશળ હોવો જરુરી છે.

3 જંગલમાં પેટ્રોલ પંપ નથી એટલે ટેંક ફુલ કરાવી જરુરી છે.

4 જંગલના રસ્તાઓમાં સફર કરતી વખતે ગુગલ મેપ અને લોકલ લોકોની મદદ લેવી.

5 સમયસર જંગલમાંથી સેફ જગ્યાઓ પહોંચી જવુ

6 કોઇપણ ધોધમાં ન્હાતા પહેલા સેફટી નું ધ્યાન રાખવું. જોખમી સેલ્ફી લેતા પહેલા વિચારવું. જંગલમાં બચાવનાર કોઇ નથી.

નોંધ: લેખમાં આપવામાં આવેલા કીલોમીટર આશરે અને ગુગલ મેપના આધારે છે.

eછાપું

તમને ગમશે: નરેશ અગ્રવાલ – રાજ્યસભાની એક સીટ માટે ભાજપે લાખો ટેકેદારોને નિરાશ કર્યા

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here