ઝીબ્રા શરીરે ચટપટા ધરાવે છે તો તેનાથી તેને કોઈ ખાસ ફાયદો થાય છે ખરો?

0
500
Photo Courtesy: sciencemag.org

મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં જોવા મળતા અને ઘોડા જેવો દેખાવ ધરાવતા ઝીબ્રા પોતાની ચામડીની ખાસ રચના માટે વિખ્યાત છે. ઝીબ્રા પોતાના શરીર પર કાળા અને સફેદ ચટપટા ધરાવે છે અને કદાચ તેની આ ચામડી જ તેને ઘોડા કે પછી ગધેડાથી અલગ પાડે છે.

Photo Courtesy: sciencemag.org

ઝીબ્રાની આ ખાસિયત પર ઘણીવાર જોક્સ પણ વાયરલ થયા છે કે ઝીબ્રાનું શરીર સફેદ હતું અને તેના પર ભગવાને કાળા પટ્ટા પાડ્યા કે પછી તેનું શરીર કાળું હતું અને ભગવાને તેના પર સફેદ પટ્ટા રંગી નાખ્યા હશે?

ટૂંકમાં ઝીબ્રા પોતાની અનોખી ચામડીને લીધે કાયમ મનુષ્યોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આફ્રિકાના જંગલોની પ્રાણીસૃષ્ટિ જોવા જતા લોકોમાં જિરાફ, હાથી, સિંહ પછી ઝીબ્રા દર્શન પણ ખાસ મહત્ત્વ ધરાવે છે. તો કુદરતે ઝીબ્રાને આવી ચામડી આપી છે તો તેની પાછળ કોઈ લોજીક ખરું કે નહીં?

લાગતું વળગતું: આશ્ચર્યમ! ન્યૂઝીલેન્ડનું તુઈ બર્ડ સારા સ્પર્ધકને સહન કરી શકતું નથી

અગાઉ થયેલા એક સંશોધન અનુસાર ઝીબ્રા ના કાળા અને સફેદ પટ્ટા તેને ગરમીથી રક્ષણ અપાવે છે એવું કહેવામાં આવ્યું હતું. આ સંશોધન એમ કહે છે કે કાળા પટ્ટા ઝીબ્રાને જે ગરમી આપે છે તેને સફેદ પટ્ટા ન્યુટ્રલ કરી દેતા હોય છે અને પરિણામે ઝીબ્રાને ગરમી લાગતી નથી.

પરંતુ એક સ્વીડિશ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર ઉપરોક્ત થિયરી ખોટી છે. આ માટે આ યુનિવર્સીટીના સંશોધનકારો એ પશુઓની ચામડી જેવાજ પદાર્થોને કાળા, સફેદ, બ્રાઉન અને ગ્રે તેમજ કાળા-સફેદ ચટપટાના રંગમાં રંગી તેને અલગ અલગ બેરલોમાં મૂકી અને સૂર્યપ્રકાશ હેઠળ મૂકી દીધા.

ત્યાર બાદ દરેક બેરલનું તાપમાન માપવામાં આવ્યું. આ પ્રક્રિયા પત્યા બાદ કાળા બેરલમાં રહેલા પદાર્થ સહુથી ગરમ થયા હતા જ્યારે સફેદ પદાર્થોનું તાપમાન સહુથી ઓછું રહ્યું હતું. જ્યારે ગ્રે અને ચટપટા ધરાવતા પદાર્થોનું તાપમાન એકસરખું રહ્યું હતું.

ટૂંકમાં કહીએ તો ચટપટાવાળા પદાર્થોનું તાપમાન ન તો ઉપર ગયું હતું કે ન તો નીચે આવ્યું હતું. આથી એક સંશોધનકારનું કહેવું હતું કે કાળા અને સફેદ ચટપટા હોવાથી ઝીબ્રા પોતાનું શરીર ઉંચા તાપમાનમાં પણ ઠંડું રાખી શકે છે એ અગાઉની થિયરી ખોટી ઠરે છે.

આ જ યુનિવર્સીટી દ્વારા આઠ વર્ષ અગાઉ ઝીબ્રા પર એક બીજું સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનથી એ સાબિત થયું હતું કે ઝીબ્રાના શરીર પર રહેલા ચટપટા તેને ખરેખર તો તેને મચ્છરથી બચાવે છે.

એ સંશોધનમાં એવું સાબિત થયું હતું કે ઝીબ્રા ના ચટપટાથી જંગલમાં રહેલા મચ્છરોની આંખો અંજાઈ જાય છે અને પરિણામે તેઓ ઝીબ્રાથી દૂર રહે છે અને તેને કરડતા નથી.

સામાન્યતઃ મચ્છરો એક જગ્યાએ જ્યાં પ્રકાશ ભેગો થાય તેના પ્રત્યે આકર્ષિત થતા હોય છે, ખાસકરીને ઘેરા પ્રકાશ પર જ્યારે સૂર્યના કિરણો રીફ્લેક્શન આપે. આ પ્રક્રિયા ચટપટા હોવાને લીધે ઝીબ્રાના શરીર પર થઇ શકતી નથી.

આમ ઝીબ્રાને પોતાની ચામડી પર ચટપટા હોવાનો જો મુખ્ય ફાયદો થાય છે તો તે છે મચ્છરથી બચવાનો બીજો કોઈજ નહીં.

eછાપું

તમને ગમશે: સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here