સંજય દત્ત ડ્રગનું સેવન કેમ કરવા લાગ્યો તેનો ખુલાસો તેના જ શબ્દોમાં…

1
181
Photo Courtesy: openthemagazine.com

મિત્રો, પ્રવર્તમાન ફિફા વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આપણે ગત સળંગ બે એપિસોડ ફૂટબૉલ સાથે કર્યા…. પણ ફૂટબૉલમાંથી હવા એવી નીકળી કે એની સાઈઝ બુંદી જેવડી થઈ ગઈ અને આપના શૉ માટે બુંદિયાળ સાબિત થઈ… પણ જેમ સંજય દત્ત માટે રાજકુમાર હીરાની જેમ ચમકી ઉઠ્યા એમ કોઈક આપણા માટે દેવદત્ત સોરી દેવદૂત બનીને આવે એવી પ્રાર્થના કરીએ…

 

Photo Courtesy: openthemagazine.com

 

“જી…. હા…. મૈ હૂઁ ખલનાયક…”

“અરે… કોણ બોલ્યું એ ?… ઓહ…. સંજય દત્ત!!!! “

સંજય દત્ત : હા…. સ્વાગત નહીં કરોગે હમારા ?

પંકજ પંડ્યા : આવ્યા જ છો તો બેસી જાઓ..

સંદ: આભાર….

પંકજ પંડ્યા : શું લેશો ? ચા કે કોફી ? અહીં બીજું કંઈ નહીં મળે…

સંજય દત્ત : અહીં આવવા મળ્યું એ જ બસ છે…

પંકજ પંડ્યા : તમે બસમાં આવ્યા ?

સંદ: ઓહ… ચાલુ થઈ ગયું તમારું…

પંકજ પંડ્યા : તમે એટલે જ તો આવ્યા છો…

સંજય દત્ત : એ સાચું..

પંકજ પંડ્યા :  એક વાત પૂછું ? તમે આટલા હેન્ડસમ દેખાઓ છો તો હોલીવુડમાં પણ કામ મળી ગયું હોત…. તો પછી…

સંદ: મારો પણ એ જ ઈરાદો હતો… પણ અહીં રૉકી માં કામ મળ્યું અને બોલીવુડે મને અહીં જ રોકી લીધો…

પંકજ પંડ્યા : સરસ… તમારી સિગ્નેચર વોકિંગ સ્ટાઈલ ખૂબ ફેમસ છે…. કઈ રીતે કેળવી ?

સંજય દત્ત : સિક્રેટ વાત છે… પણ આજે હું એ રહસ્ય ખોલી રહ્યો છું….

પંકજ પંડ્યા : ખોલો.. ખોલો..

સંદ: બહુ મહેનત કરેલી… વર્ષો સુધી બંને બગલમાં હાફૂસ કેરી દબાવી…  ગળામાં મણ મણ ના બે લોખંડના ગોળા લટકાવીને ચાલવાની પ્રેક્ટિસ કરી ત્યારે આવી અદભૂત સ્ટાઈલ મળી…

લાગતું વળગતું: સંજુ teaser દ્વારા રણબીર કપૂરે ઘણાબધાને shock માં નાખી દીધા

પંકજ પંડ્યા : આકરી મહેનત કરી કહેવાય…. મને એમ કે ડ્રગ્સના લીધે આમ બન્યું હશે….

સંજય દત્ત : એવું નથી… હકીકતમાં પહેલાં મને ડ્રગ્સ પ્રત્યે સખત નફરત હતી…. ડ્રગ્સની હું એક, બે ને ત્રણ કરવા માંગતો હતો…

પંકજ પંડ્યા : તો પછી શું થયું ?

સંદ: હું ગણિતમાં પહેલાંથી જ નબળો હતો….

પંકજ પંડ્યા : એટલે ?

સંજય દત્ત : ડ્રગ્સની એક, બે ને ત્રણ કરવામાં મેં ભૂલથી 1+2+3 = 6 ને બદલે 7 ગણ્યા…. અને હું ડ્રગ્સનું સેવન (7) કરવા લાગ્યો…

પંકજ પંડ્યા : ઓહ.. તમારા પિતા અને તમારામાં કેટલો મોટો ફર્ક છે ?

સંદ: ખાસ નહીં…. એ સાંસદ હતા અને હું સંસુદ છું..

પંકજ પંડ્યા : સંસુદ ?

સંજય દત્ત : સંજય સુનિલ ત્ત

પંકજ પંડ્યા : તમે આવા કેવી રીતે પાક્યા ?

સંદ: હું આડપેદાશ છું.. obnoxious weed…. મારા મમ્મી પપ્પા પ્રેમ અને કરુણાનાં સાગર હતાં..

પંકજ પંડ્યા : તો મુખ્ય પેદાશ કઈ ?

સંજય દત્ત : પ્રેમ અને કરુણા… પ્રીત અને દયા… પ્રીત-દયા… પ્રિયા-દત્ત…

પંકજ પંડ્યા : વાહ…. તમે આતંકવાદીઓનો સાથ કેમ આપ્યો…

સંદ:  મેં ક્યારેય સાથ નથી આપ્યો….

પંકજ પંડ્યા : તો તમારા ઘેર આટલાં બધાં શસ્ત્રો કેમ સંતાડવા દીધાં ?

સંજય દત્ત : દેશ પ્રેમના લીધે…

પંકજ પંડ્યા : દેશપ્રેમ ?

સંદ: હા… મને એમ કે હું મારા ત્યાં શસ્ત્રો સંતાડવા દઈશ અને પાછાં નહીં આપું તો એ શસ્ત્રો વડે એટલી ખુવારી ઓછી થશે… પણ કોઈએ પોલીસને ખોટી બાતમી આપી દીધી….

પંકજ પંડ્યા :  મને એમ કે તમે 72 હૂરોના ચક્કરમાં આતંકવાદનો સાથ આપ્યો હશે…

સંજય દત્ત : વાહિયાત વાતો છે.. hur કે huri… કંઈ નથી હોતું… ટોટલ mad

પંકજ પંડ્યા : Mad-huri ?

સંદ: નો કૉમેન્ટ્સ… હું જાઉં હવે.. હું (મુન્નાભાઈ) એમ બી બી એસ છું અને લાગે છે કે મારા માટે તમને એમ બી….. બાયસ છે..

પંકજ પંડ્યા : ok… સોરી…તમે અગાઉ કહ્યું એમ..  તમે ગણિતમાં કાચા હતા…. વિજ્ઞાનમાં કેમનું હતું ?

સંજય દત્ત :  મારા ફિઝિક્સના લીધે જ મને ફિલ્મોમાં કામ મળે છે… કેમિકલ લોચા વિશે તમે લગે રહો મુન્નાભાઈમાં જોયું જ હશે… મારી બાયો પિક અત્યારે ધૂમ મચાવી રહી છે..

પંકજ પંડ્યા : પરફેક્ટ…  મુન્નાભાઈ વિશે થોડું કહેશો ?

સંદ: તમે જાણતા હશો કે ચંદ્ર સ્વયંપ્રકાશિત નથી… ચાંદની હકીકતમાં  સૂર્યપ્રકાશનું રિફલેક્શન છે….

પંકજ પંડ્યા : તો ?

સંજય દત્ત : રાજકુમાર હીરાણી મારા માટે સૂર્ય સમાન છે અને હું moon નહીં તો moonના ભાઈ છું…

પંકજ પંડ્યા : હાહાહા… તમારા માટે હીરાણી વોશિંગ પાઉડર છે…

સંદ: ખરેખર…… સંજુ પછી સલમાન એવી આશા રાખીને બેઠો છે કે હીરાણી એના માટે સુલ્લુ બનાવશે… એણે ખુશામત પણ ચાલુ કરી દીધી છે..

પંકજ પંડ્યા : તમને કેવી રીતે ખબર ?

સંજય દત્ત : રેસ 3માં હીરીયે.. વાળું ગીત હીરાણીને ઉદ્દેશીને જ મૂકવામાં આવ્યું છે..

પંકજ પંડ્યા : સાચી વાત છે..

સંદ: લોકોને નેગેટિવ પર્સનાલિટીની ઇમેજમાંથી મુક્તિ આપવા આમ જ સંજુ અને સલ્લુ જેવી ફિલ્મો બનતી રહેશે…

પંકજ પંડ્યા : અને દર્શકો ઉલ્લુ બનીને થિયેટરો પર ટંકશાળ પાડવા તત્પર છે ત્યાં સુધી વાંધો નહિ આવે…

સંજય દત્ત : hmm

પંકજ પંડ્યા : . તમને સ્પોર્ટ્સમાં રસ ખરો ?

સંદ:  હકીકતમાં હું ખેલ નાયક બનવા માગતો હતો.. સંજોગોએ મને ખલ નાયક બનાવી દીધો…

પંકજ પંડ્યા : huh… સંજોગો…  Sanju go…..

સંજય દત્ત : બઢિયા… મૈ બઢિયા તૂ ભી બઢિયા…

પંકજ પંડ્યા : બઢિયા…. ચાલો bye…

સંદ: bye bye…..

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: પરીક્ષા હોય કે તહેવારો કે વિવિધ Days આ Wish કન્યા આપણી સાથેજ હોય છે

1 COMMENT

  1. Wah Pankaj Pandya…. Tame to articles ma ladu javi mithash gholva mandya…… Adbhoot prasanupas ane shabdo ni gath jod…. Virodh paksho e jodan k v rite karvu, e Guru mantra tamari pase thi shikhvo joi e…. Jay Ho

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here