શું કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે એટલે જ્યોતિરાદિત્ય એ નારીયેળ ફેંકી દીધું?

0
466
Photo Courtesy: timesheadline.com

કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરવા ગમેતે હદે જઈ શકે છે. શશી થરૂર હજી થોડા દિવસ અગાઉજ ભારત હિંદુ પાકિસ્તાન બની જશે એવી વાહિયાત દલીલ કરી ચૂક્યા હતા ત્યાંજ એક ઉર્દુ અખબારે એવા સમાચાર આપ્યા કે રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી હોવાનું કહ્યું હતું.

Photo Courtesy: timesheadline.com

હજી આ ઘટના તાજી તાજી જ હતી કે એક વિડીયો વાયરલ થયો છે જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પૂજા કરેલું નારીયેળ જે એમના ટેકેદારો દ્વારા તેમને શુભેચ્છા સ્વરૂપે આપવામાં આવ્યું હતું તેનો પોતાની કરમાંથી ઘા કરતા સ્પષ્ટ નજરે પડે છે.

અગાઉ પણ મનમોહન સિંહ જ્યારે ભારતના વડાપ્રધાનનું પદ શોભાવતા હતા ત્યારે ભારતના કુદરતી અને અન્ય સ્ત્રોતો પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર હોવાની વાત કરી હોવાનું સામે આવ્યું હતું. આમ રાહુલ ગાંધીની ગયા અઠવાડિયાની કહેવાતી ખુલ્લી કબુલાતના ઘણા સમય અગાઉ કોંગ્રેસ પોતે મુસ્લિમ પાર્ટી હોવાનું સાબિત કરી ચૂકી છે.

લાગતું વળગતું: અસદુદ્દીન ઓવૈસી દ્વારા સેક્યુલર મતની માંગણી કરાઈ એમાં ખોટું શું છે?

પરંતુ મુસ્લિમ પાર્ટી એટલે મુસ્લિમોના સામુહિક હિત ધરાવતી પાર્ટી કે પછી કટ્ટરવાદી મુસ્લિમ પુરુષોને ફાયદો કરાવતી મુસ્લિમ પાર્ટી એ બન્ને ચર્ચાના અલગ વિષયો છે. કારણકે જો કોંગ્રેસ મુસ્લિમોનું સામુહિક હિત મનમાં ધરાવતી પાર્ટી હોત તો એ મુસ્લિમ મહિલાઓને અસહ્ય પીડા આપતા ટ્રીપલ તલાકના રીવાજને ગેરકાયદે ઠરાવતા કાયદાનો વિરોધ ન કરત.ઇવન મનમોહન સિંહ અગાઉ રાહુલ ગાંધીના પિતાશ્રી રાજીવ ગાંધીએ શાહબાનોને ભરણપોષણ આપવાના સુપ્રિમ કોર્ટના ચુકાદાને પોતાના પક્ષને મળેલી જબરદસ્ત બહુમતિના જોરે પલટાવીને કોંગ્રેસને મુસ્લિમ પાર્ટી હોવાનું જાહેર કરી ચૂક્યા હતા જ.

આવુંજ કશુંક સ્ટેન્ડ કોંગ્રેસ હલાલાના મામલે જ્યારે પણ મહિલા તરફી કાયદો આવશે ત્યારે પણ લેશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણકે એક મુસ્લિમ પાર્ટી તરીકે કોંગ્રેસ તેનાથી વિશેષ કશું કરીને કટ્ટરવાદી મુસ્લિમોને મદદ નહીં કરી શકે.

આપણે વાત શરુ કરી હતી જ્યોતિરાદિત્ય સિંધિયાથી. મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણીઓ આવે છે અને આથી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો અત્યારથી જ તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે પન્નામાં એક મંદિરમાં પૂજા કરીને તેના પ્રસાદરૂપી નારીયેળ તેમને આપ્યું હતું.

જ્યોતિરાદિત્ય જેવા પન્ના શહેરની બહાર નીકળવા લાગ્યા કે તેમણે એ નારીયેળ એમની કારની બારીની બહાર ફેંકી દીધું હતું. આ ઘટનાનો વિડીયો આજકાલ ઘણો વાયરલ થયો છે. તો આ ઘટના બાદ કોંગ્રેસને કેટલાક સવાલ કરવાનું મન પણ થાય છે.

શું કોંગ્રેસે પોતે મુસ્લિમ પાર્ટી હોવાનો સંદેશ મુસલમાનોમાં ફેલાવવા માટે પોતાના નેતાઓને નિર્દેશ આપ્યા છે? શું જ્યોતિરાદિત્યનું કૃત્ય કોંગ્રેસના એ જ આદેશનું પાલનના ભાગ રૂપે હતું. જો કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે તો ગુજરાત અને કર્ણાટકની વિધાનસભાઓની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીની મંદિર યાત્રાઓ શેના માટે હતી? હિંદુઓને બેવકૂફ બનાવવા માટે જ ને?

જો કે કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીનું કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી હોવાનું બયાન અફવા હોવાનું કહી ચૂક્યા છે પરંતુ આ બયાન ખરેખર અફવા છે તે સાબિત કરવા તેમણે, તેમના પક્ષે અને તેમના પ્રમુખે ઘણી મહેનત કરવી પડશે એ એટલુંજ સત્ય છે. કારણકે કોંગ્રેસ જે રીતે સતત મુસલમાનોને વ્હાલા થવાની કોશિશો કરતી હોય છે તેનાથી તેની મુસ્લિમ પાર્ટી હોવાની છબી ઓલરેડી લોકોના માનસપટમાં અંકિત થઇ ચૂકી છે.

eછાપું

તમને ગમશે: મર્યાદાના અવિરત વિસ્તરણનું રૂપક – સ્ટિફન હોકિંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here