શેરમાં રોકાણ કરવું છે? તો કેટલીક સાવચેતી વિષે જાણવું પણ જરૂરી છે

2
207
Photo Courtesy: port-net.net

એક વાત સમજી લો કે શેરમાં રોકાણ જોખમી છે. જયારે તમે શેરમાં રોકાણ કરો છો ત્યારે તમે એક જોખમ લઇ રહ્યા છો. શેર એટલે ભાગ તમે કંપનીમાં શેર લઇ રહ્યા છો એનો અર્થ તમે એ કંપનીમાં રોકાણ કરીને તેમાં ભાગીદાર થઇ રહ્યા છો. એથી સ્વાભાવિક જેટલું ભાવી એ કંપનીનું ઉજળું એટલું તમારા રોકાણનું જોખમ ઓછું અને જેટલું એ કંપનીનું ભાવી ધૂંધળું એટલું તમારા રોકાણ પર જોખમ વધારે.

તો સવાલ એ થાય છે કે સારી ઉજ્જવળ ભવિષ્ય વાળી કંપની કઈરીતે શોધવી? તો જોઈએ એના માપદંડો.

જે કંપનીનું મેનેજમેન્ટ સારું હોય બજારમાં પ્રતિષ્ઠા હોય એ સ્વાભાવિક સૌથી ઓછી જોખમી કંપની હવે જોઈએ આ કઈરીતે નક્કી કરી શકાય.

Photo Courtesy: port-net.net

સૌ પ્રથમ તો કંપની દસ વર્ષથી જૂની કંપની હોવી જોઈએ અને નફો કરતી હોવી જોઈએ. એનું માર્કેટ કેપીટાલાઈઝેશન રૂ 20,000 કરોડથી વધુ હોય તો એ કંપની લાર્જકેપ કંપની કહેવાય એ સૌથી ઓછી જોખમી કંપની કહેવાય. જેનું માર્કેટ કેપીટાલાઈઝેશન રૂ 5,000 કરોડથી રૂ 20,000 કરોડ સુધી હોય એ મિડકેપ કંપની કહેવાય એમાં ગ્રોથના ચાન્સ વધુ પરંતુ જોખમ લાર્જકેપ કરતા વધુ. આમ જેમ જોખમ વધુ એમ ગ્રોથના ચાન્સ પણ વધુ. રૂ 5,000 કરોડથી ઓછા માર્કેટ કેપીટાલાઈઝેશન વળી કંપની જે  સ્મોલકેપ કહેવાય એમાં જોખમ મિડકેપ અને લાર્જકેપ કરતા વધુ પરંતુ ગ્રોથના ચાન્સ બંને કરતા ઝડપી. આમ જેટલું જોખમ વધારે એટલા ગ્રોથના ચાન્સ વધુ ટુંકમાં “હાયર ધ રિસ્ક હાયર ધ પ્રોફિટ“ નો સિદ્ધાંત અહી લાગુ પડે છે.

હવે આપણે જોઈએ કંપનીના ફન્ડામેન્ટલસ એટલેકે એ કેટલો નફો કરે છે એનું દેવું નહીવત છે વગેરે. તો જો કંપની છેલ્લા પાંચ વર્ષથી નફો કરતી હોય ત્રીસ ટકાથી વધુ ડીવીડંડ આપતી હોય જે કુલ નફાના ત્રીસ ટકા જેટલું હોય તો એ કંપની સારી કહેવાય. કંપનીની બેલેન્સશીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો અભ્યાસ એ ઊંડો અભ્યાસ છે પરંતુ ટૂંકમાં આ બે માપદંડ મહત્વના છે પ્રથમ દ્રષ્ટિ એ કંપનીને જજ કરવા માટે.

લાગતું વળગતું: રોકાણ દ્વારા કમાણી કરવી છે? તો પહેલા બચત કરતા શીખો

હવે જોઈએ કંપનીના ભાવી પ્રોજેક્ટ્સ. જો કંપની નવા પ્રોજેક્ટ્સ લાવતી હોય તો એમાં વિકાસની તક છે તો એનું ભાવી ઉજળું જ રહેશે અને આમાં મોટી કંપની એટલેકે લાર્જકેપ કંપની એ પ્રોજેક્ટ સાકાર કરવામાં ઓછો સમય લેશે. પરંતુ જો સ્મોલકેપ કંપની નવા પ્રોજેક્ટ સાથે આવતી હોય તો એમાં એ સાકાર કરવામાં જોખમ વધુ રહેશે એ સ્વાભાવિક છે.

તમે જો શેરબજારમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરવા માંગતા હોવ તો એ એક લાખ રૂપિયા માત્ર એક કંપનીમાં ન રોકાતા સાત જુદી જુદી કંપનીમાં રોકશો તો તમારું જોખમ સ્પ્રેડ થશે. વળી એ પણ ત્રણ ચાર જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં રહેલી કંપનીમાં રોકાણ કરવાથી જોખમ વધુ સ્પ્રેડ થશે.

શેર ખરીદી લાંબાગાળા માટે પકડી રાખવા હિતાવહ છે લાંબાગાળા એટલે ત્રણ વર્ષ, પાંચ વર્ષ અને દસ વર્ષ એમ કહી શકાય. પરંતુ શેરનો ભાવ વધે એટલે નફો ગાંઠે બાંધવાની ચળ ઉપડે છે તો આવા સમયે શું કરવું?

આવા સમયે જો તમે શેર વેચી દો તો અને ત્યારે પછી એટલી જ રકમ તમે બીજા સારા શેર ખરીદી લો તો એ ઉત્તમ સ્ટ્રેટેજી છે. પરંતુ આવા સમયે તમારી પાસે તમે કયો શેર ખરીદી કરશો એનો પુરતો અભ્યાસ હોવો જરૂરી છે અને તો જ તમે નફો સાચા અર્થમાં રળી શકશો અન્યથા શક્ય છે કે તમે સારી કંપનીના શેર વેચી ખરાબ કંપનીના શેર ખરીદી લેશો. માટે તમારે શેર લે-વેચ કરવામાં તમારો એવો અભ્યાસ હોવો જોઈએ કે તમે સતત સારી કંપનીઓ શોધી શકો. આમાં કોઈ સારા શેરદલાલના રીસર્ચ રીપોર્ટ તમારા માર્ગદર્શક બની શકે માટે એવા શેરદલાલ ને પકડો કે જેની પાસે પોતાનું રિચર્ચ ડીપાર્ટમેન્ટ હોય અને એ રોજેરોજ તમને સારા સારા શેરની ભલામણ કરતા રહે.

શેર લાંબાગાળા માટે પકડી રાખવા તો ક્યાં સુધી પકડી રાખવા? તો જવાબ છે જ્યાં સુધી કંપની સારું ડીવીડંડ આપતી રહે. એનું વેચાણ વધતું રહે સારો નફો કરતી રહે ત્યાં સુધી જો કંપની પાછલા વર્ષ કરતા વધુ ડીવીડંડ આપે એનો અર્થ કંપનીને વધુ નફો થયો છે તો એ કંપની વિકાસ પામી રહી છે તો એ કંપનીના શેર શા માટે વેચી દેવા જોઈએ ? એને પકડી રાખો.

આમ આવા સાદા માપદંડ પણ તમારું શેરબજારમાં રોકાણ કરવાનું જોખમ ઓછું કરી દે છે. આ ઉપર જણાવેલા નિયમો શેરબજારમાં રોકાણની શરૂઆત કરવાના થમ્બ રૂલ્સ છે. એક વાર આટલી ગણતરીઓ કરી શેરબજારમાં ઝંપલાવ્યું હોય તો ધીમે ધીમે શેરબજારની ચાલ પર પકડ આવતી જાય અને સૌથી ઓછા જોખમે તમે વધુ આવક કરતા થઇ જાવ અને સારું વળતર તમને મળતું રહે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: જિંદગીનો દરેક જંગ જીતી બતાવતા ફિલ્મ પ્રોડ્યુસર જયંતિલાલ ગડા

2 COMMENTS

    • જી હા મ્યુચ્યુઅલફંડમાં પણ રોકાણ કરી શકો મ્યુચ્યુઅલફંડ આપણા પૈસા શેરમાં જ રોકે છે ખાસ તો ઇક્વિટી મ્યુચ્યુઅલફંડ એમાં પણ ૧૨% ટકા સુધીનું વળતર છૂટે છે
      નરેશ વણજારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here