નેટ ન્યુટ્રાલિટી એટલે શું? અને એનો ગ્રાહક તરીકે આપણો ફાયદો શું?

0
194
Photo Courtesy: eteknix.com

નેટ ન્યુટ્રાલિટી માટે ભારત સરકારની મંજૂરી મળી ગઈ છે અને તે સાથે ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ થઇ ગયો છે જ્યાં નેટ ન્યુટ્રાલિટી બાબતે સખ્ત કાયદાઓ છે. આજે આપણે અહીંયા નેટ ન્યુટ્રાલિટી વિષે જ ચર્ચાઓ કરીશું.

Photo Courtesy: eteknix.com

આમ તો છેલ્લા ૪ વર્ષથી નેટ ન્યુટ્રાલિટીને લઈને ચર્ચાઓ ચાલુ જ છે અને એમાં મોટાભાગના લોકો એવા જોડાયેલા છે કે જેમને નેટ ન્યુટ્રાલિટી વિષે કોઈ જ માહિતી નથી. એક સમય હતો જયારે Facebook પર માર્ક ઝકરબર્ગને ઉદ્દેશીને લોકો લાંબી લાંબી પોસ્ટ લખતા અને એવી આશા રાખતા કે માર્ક ઝકરબર્ગ એમનું કહ્યું માની લેશે અથવા તો નેટ ન્યુટ્રાલિટી ના નામ પર પ્રોફાઈલ પિક્ચર સુદ્ધા બદલાવી નાખતા હતા, પણ હકીકત એ છે કે એ નિર્ણય ભારત સરકાર તથા ખાસ કરીને ટેલિકોમ કમિશન એ લેવાનો હોય છે અને આનંદ ની વસ્તુ એ છે કે ભારત સરકારે આ નિર્ણય આપણા પક્ષમાં રાખ્યો છે.

નેટ ન્યુટ્રાલિટી એટલે શું ?

Net Neutrality એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો Neutral Internet. Internet પર મળતી તમામ Websites તથા Blogs એકસમાન રીતે બધા જ વપરાશકર્તાઓ સુધી એક જ કિંમતમાં પહોંચી શકે. Internet Services આપતી તથા અન્ય ઘણી કંપનીઓ એવી ઇચ્છતી હતી કે દરેક સર્વિસ માટે અલગ અલગ ચાર્જ લેવામાં આવે.

સામાન્ય ઉદાહરણ આપું તો UAE માં એવો નિયમ છે કે E-Mail જેવી સામાન્ય Data Service માટે Regular Internet Charges તથા તેમાં અમુક MB જેટલો જ Social Media Data તમને મળે. જયારે અમુક AED એટલે Dirham કરતા વધુનું Pack લો તો તમને વધારે Social Media Services મળે તથા તમે Internet થી Movies અથવા Songs પણ Download કરી શકો. આપણા ત્યાં પણ આપણી Telecom Companies ઇચ્છતી હતી કે અલગ અલગ Services તથા અલગ અલગ Speed માટે અલગ અલગ Charge વસુલવામાં આવે, Whatsapp માટે અલગ Internet Pack, Facebook માટે અલગ અને જેને વધુ Speed જોઈએ છે એના માટે પણ અલગ pack હોવું જોઈએ તેવી માંગણી હતી.

લાગતું વળગતું: ભારતની ગ્રામીણ મહિલાઓનો સાથી ઈન્ટરનેટ સાથી કાર્યક્રમ

Net Neutrality હોવાના અમુક ફાયદાઓ

૧. સામાન્યજન સુધી Internet દ્વારા ઉપલબ્ધ તમામ માહિતી સામાન્ય ખર્ચે પહોંચે

૨. નવી નવી કંપનીઓ પોતાની સેવાઓ લોકો સુધી સરળતા પહોંચાડી શકે

૩. દરેક Website તથા દરેક Internet Service માટે એક સમાન કિંમત

Net Neutrality ના હોવાના અમુક ગેરફાયદાઓ

૧. જે વધુ કિંમત ચૂકવે તેને વધુ સારી સેવા, ઓછી કિંમત આપનારને મુશ્કેલીઓ

૨. Internet પર થઇ રહેલ તમામ કામગીરી Telecom Company સુધી જ સીમિત રહે

૩. અલગ અલગ Service ની અલગ અલગ કિંમત એટલે Telecom Company ને બખ્ખા

ભારત સરકાર દ્વારા ચાર વર્ષ સુધી આ મામલે તાપસ થઇ, અઢળક ચર્ચાઓ થઇ અને Telecom Companies દ્વારા અઢળક પ્રયત્ન થયા કે ભારત સરકાર પણ Net Neutrality હટાવી લે પરંતુ એવું નિરાકરણ નીકળ્યું કે Net Neutrality એ આપણા દેશહિતમાં છે અને દરેક Internet Services  સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. ગ્રાહક અથવા ઉપભોક્તા નક્કી કરે કે તેને 2G જોઈએ છે કે 3G જોઈએ છે અથવા તો એ 4G Services દ્વારા Internet નો ઉપયોગ કરવા માંગે છે અને તમામ Inetrnet Sites એ તમામ લોકો માટે ઉપલબ્ધ રહે. ગ્રાહકે નક્કી કરેલા Internet Plan મુજબ Telecom Company સેવાઓ પુરી પાડે. આ સાથે જ એવી પણ જાહેરાત થઇ છે કે સ્વયંસંચાલિત Cars તથા અન્ય સેવાઓને હાલના તબક્કે Net Neutrality માં શામેલ નહિ કરવામાં આવે.

Final Conclusion એવું થઇ શકે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જનહિત માટે વધુ એક ઉત્તમ નિર્ણય લેવાયો છે તથા આ નિર્ણય થાકી એવું કહી શકાય કે તેઓ Digital India માટે ખરેખર ખુબ જ ઉત્સાહિત છે અને દેશના સામાન્યતઃ વ્યક્તિને પણ Internet સાથે જોડવા માંગે છે.

eછાપું

તમને ગમશે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: શું આપણી નોકરીઓ ખતરા માં છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here