તમારા વારસાના વિલ જેટલુંજ મહત્ત્વનું છે આ Digital Will એની તમને જાણ છે ખરી?

0
284
Photo Courtesy: returntosender.co.nz

Digital Will ધીરેધીરે નવા યુગની જરૂરિયાત બની ગયું છે. આ પાછળનું કારણ એવું છે કે હવેની આ ડિજીટલ દુનિયામાં દરેક લોકોનો કોઈક ને કોઈક મહત્વનો ડેટા ઓનલાઈન સંગ્રહાયેલો હોય છે, જેમ કે અત્યાર સુધીના મોબાઈલ દ્વારા લિધેલા ફોટાનો બેકઅપ, વિડિયોઝ, કોન્ટેક્ટ્સ, ડોક્યુમેન્ટ્સ, ઈ-મેઇલ્સ વગેરે. આ ઉપરાંત એવા લોકો કે જેની મુખ્ય કમાણી, ફેમ ઈન્ટરનેટને આભારી છે, જેમ કે બ્લોગર્સ, યુ-ટ્યુબર્સ, એપર્સ (એપ. મેકર્સ) વગેરેનું ગુગલ કે ફેસબુક એકાઉન્ટ ખુબ મહત્વ ધરાવે છે.

Photo Courtesy: returntosender.co.nz

આમ તો ગુજરાતીઓ પોતાની વિદાય બાદ પરિવારની સંભાળ કઈ રીતે લેવી તે પ્રત્યે સજાગ છે, જેમ કે ઇન્શોયરન્સ, વિલ, વગેરે જેવા કાર્યો સમય આવ્યે કરી લે છે, પરંતુ મૃત્યુ બાદ પોતાની ડિજીટલ દુનીયાનું શું કરવું અથવા કરી શકાય તેના પ્રત્યે હજુ તેટલી રુચી ધરાવતા નથી અથવા તો તેના વિશે અજાણ છે. પોતાની ડિજીટલ દુનિયા એની મેળે નાશ થાય એમ છોડીને જતું રહેવું છે કે પછી તેનું એક Ditigal Will બનાવી આપણા ગયા બાદ પણ તેની કોઈ સંભાળ લે એમ કરવું છે?

તો આજે આપણે જાણીશું કે વિવિધ ઓનલાઈન સર્વિસિસ Digital Will બાબતે કેવા કેવા ઓપ્શન્સ પુરા પાડે છે.

ગુગલ: ગુગલ “Inactive Account Manager”નામની સર્વિસ ધરાવે છે, જેના દ્વારા તમે તમારા મૃત્યુ બાદ તમારા ડેટાનું શું કરવા માગો છો તેના માટે બે ઓપ્શન્સ પુરા પાડે છે.

  1. તમારા બધા જ ડેટાને ડીલીટ કરવો.
  2. તમારા બધા જ ડેટાને તમારા પરિવારના કે કોઈ બીજા વ્યક્તિને સોંપવો.

હવે ગુગલ કેવી રીતે જાણશે કે તમે હયાત નથી? તેના માટે ગુગલ તમારી ઓનલાઇન એક્ટિવિટી દ્વારા જાણી શકે છે કે તમે છેલ્લા કેટલા સમયથી એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો. જો તમે 3 મહિનાથી વધુ સમયથી એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો ગુગલ તમે નક્કી કરેલા ઓપ્શન મુજબ તે વ્યક્તિઓને એક મેઈલ દ્વારા જાણ કરે છે. આ Digital Will ના વિવિધ ફીચર્સ નીચે મુજબ છે.

  1. તમે વધુમાં વધુ 10 વ્યક્તિઓને તમારો ડેટા સોંપી શકો છો.
  2. તમે 3 મહિના થી લઈને 18 મહિના સુધીનો સમયગાળો નક્કી કરી શકો છો કે જેના પછી જ નક્કી કરેલા લોકોને મેઈલ મોકલવામાં આવે.
  3. થોડા થોડા સમય અંતરે ગુગલ દ્વારા તમારા કરેલા સેટિંગ્સ તમને મેઈલ દ્વારા જણાવવામાં આવે છે જેથી જો કોઈ સંપર્ક ઇમેઇલ અથવા નમ્બરમાં ફેરફાર હોય તો તે કરી શકાય.
લાગતું વળગતું: જાણો કેવીરીતે તમે તમારા PCમાંથી ઈન્સ્ટાગ્રામ પર તમારા મનગમતા ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો

ફેસબુક: ફેસબુક “Legacy Contact“ નામની સુવિધા પુરી પાડે છે, જેના દ્વારા તમે કોઈ એક Legacy Friend એટલે કે “વારસદાર મિત્ર” પસંદ કરી શકો છો, કે જે તમારા મૃત્યુ બાદ તમારા એકાઉન્ટનો ડેટા મેળવી શકે છે. તમારા દ્વારા તમારા આ Digital Will માં નક્કી કરાયેલ “વારસદાર મિત્ર”ને નીચે મુજબની સગવડતા મળે છે.

  1. તે તમારા ડેટાનો બેકઅપ લઇ શકે છે, પરંતુ…
  2. તે તમારા એકાઉન્ટમાં લોગીન થઇ શકતો નથી.
  3. તે તમારી વોલ પર એક છેલ્લી પોસ્ટ લખી શકે છે, પરંતુ…
  4. તમે મુકેલી પહેલાની પોસ્ટને સુધારી કે રદ કરી શકતો નથી.
  5. તમારો પ્રોફાઈલ પિક્ચર તથા કવર ફોટો બદલી શકે છે.
  6. કોઈની આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ રિજેક્ટ કે એક્સેપ્ટ કરી શકે છે, પરંતુ…
  7. કોઈને નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકતો નથી.

આ ઉપરાંત તમે ઈચ્છોતો તમારી પ્રોફાઈલ સંપૂર્ણ રીતે રદ કરી શકો છો. ગુગલની જેમ ફેસબુક 3 મહિનાની ઈનેકટીવીટી બાદ તમારું એકાઉન્ટ તમારા વારસદાર મિત્રને સોંપાતું નથી. પરંતુ તેના માટે તમે નક્કી કરેલા વ્યક્તિએ આપેલ ફોર્મ ભરીને ફેસબુકને જણાવવાનું રહે છે, પ્રૂફ સાથે. ત્યારબાદ ફેસબુક તમારા એકાઉન્ટને “memorialization (યાદગીરી)” મોડમાં ફેરવીને તમે નક્કી કરેલા ફ્રેન્ડને ઉપર મુજબ એકાઉન્ટ સોંપે છે.

ઇન્સ્ટાગ્રામ: વધુ નહીં પરંતુ ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામ પણ “યાદગીરી” મોડમાં ફેરવાવાની સુવીધા આપે છે.

માઇક્રોસોફ્ટ: આ એકાઉન્ટનો તમે કોર્ટના ઓર્ડર દ્વારા જ એક્સેસ મેળવી શકો છો આથી અહીં Digital Will કોઈ ખાસ મહત્ત્વ ધરાવતું નથી.

ટ્વિટર, લિન્કડઈન, પિન્ટરેસ્ટ: આ ત્રણેય કંપનીના એકાઉન્ટમાં પ્રુફ આપ્યા બાદ માત્ર યુઝરનું એકાઉન્ટ ડિલીટ કરવાની રિક્વેસ્ટ કરી શકાય છે. કોઈપણ ડેટા લઈ શકાતો નથી.

આ ઉપરાંત તમે પોતાના પર્સનલ બ્લોગસ કે પોતાની વિવિધ સાઈટ્નો હક તમારા મૃત્યુ બાદ કોને જવો જોઈએ તે Digital Will માં ઉમેરી શકો છો. આવનારો યુગ ડિજિટલ હોવાથી આ બાબતમાં વિચારવું હવે જરૂરી બનતું જાય છે જેથી તમારી વિદાય બાદ તમારા પરિવારને થોડી સરળતા રહે.

eછાપું

તમને ગમશે: હોળીનું એક અલગ અને વરવું સ્વરૂપ દેખાડતી દામિની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here