5 કારણો – શા માટે તમારે Ant-Man And The Wasp જોવી જોઈએ!

0
669
Photo Courtesy: Universal Communications

એક્ટર Paul Rudd વળી પાછો આવી ગયો છે સિલ્વર સ્ક્રીન પર  Scott Lang તરીકે Ant-Man and The Wasp માં, અને આ વખતે તેની પાર્ટનર છે Hope VanDyne (એક્ટર Evangeline Lily), જે ફિલ્મની હેડલાઇનિંગ સુપરહીરોઇન તરીકે જોડાય છે!

Marvel’s Studio ની એક્દમ શક્તિશાળી ફિલ્મ તરીકે તાજેતરમાં આવેલી Avengers: Infinity War પછી આવેલી Antman And The Wasp, માં જાણે Marvel Studios એ રમૂજ અને મજાકની લાગણી સાથે એક્દમ રિફ્રેશિંગ લાઇટ-હાર્ટઍડ ટ્રીટ તેના ફેન્સને આપી છે. આ ફિલ્મ રમૂજી તો છે જ પણ સાથે સાથે  એક ઉત્તમ સ્કેલવાળી અને Avengers 4 સુધી દર્શકોને લઈ જતાં પ્રસંગો રજૂ કરીને વાર્તા પણ આગળ વધારે છે.

Photo Courtesy: Universal Communications

ખૂબ અપેક્ષિત સિક્વલ, કૅપ્ટન અમેરિકા: સિવિલ વૉરની ઘટનાઓના પરિણામે સ્કોટ (Ant-Man) અને તેના સાથીઓને 2019 ની Avengers 4 સાથે સીધો સંબંધ ઊભો થતાં આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઘણાં બધાં ફેમિલિઅર ફેસ જોવા મળે છે જેમ કે Michael Douglas (Hank Pym), Ant-Man નો વફાદાર સાથી Luis એટલે કે Michael Pena તેનાં નવા રીક્રુટર્‌સ Laurence Fuahburne અને Walton Goggins. Michael Douglas ની સામે સુંદર Michelle Pfeiffer પણ જોવા મળશે. વિદેશી પ્રદેશો જ્યાં પહેલેથી આ ફિલ્મ રિલીઝ થઈ છે તે રેકોર્ડ્સ ભંગ કરી રહી છે, Ant-Man સિક્વલની વૈશ્વિક સમીક્ષા સર્વસંમતિથી હકારાત્મક રહી છે.

Ant-Man And The Wasp ની ટિકિટ બૂક કરાવતા પહેલા જાણો 5 અગત્યનાં કારણો કે જે આ ફિલ્મને એક્દમ ખાસ બનાવે છે.

The Wasp

આ સિક્વલની સાથે સાથે Marvel’s ની સુપર – હિરોઇન જે હેડલાઇન્સમાં છે, તે છે Evangeline Lilly. તે Wasp તરીકે ઘણી પાવરફૂલ છે. તેની પાસે વિંગ્સ અને બ્લાસ્ટર્સ છે પણ એણે ઘણાં ટાઇપના વિલન સાથે ટ્રેલરમાં બતાવ્યા મુજબ ફાઇટ કરવાની હોય છે. તેણે Ant-Man સાથે અદ્ભૂત કામ કર્યું છે. અને કેટલાક એક્શન દ્રશ્યોમાં તો Wasp બાજી મારી જાય છે, સમીક્ષાઓ મુજબ Captain Marvel ની સાથે સાથે , The Wasp પણ , સુપરહીરોની નવીનતામાંની એક છે.

Michelle Pfeiffer ફરી વખત મોટા પડદે

સૌથી સુંદર અને વખાણાયેલી અભિનેત્રી પૈકીની એક, Michelle Pfeiffer (Cat woman ને કેમ ભુલાય), તે સુપરહીરોને સપોર્ટ કરવા પાછા આવે છે અને આ વખતે Hank Pym ની વાઇફ તરીકે કે જે ઓરિજનલ Wasp, Janet VanDyne છે અને તે એક મિસાઇલને ડીએક્ટિવેટ કરવાના એક મિશનમાં એક્દમ નાનામાં નાની સાઇઝમાં તબદીલ થઈને Quantum Realm માં કાયમ માટે ફસાઇ જાય છે . આ અભિનેત્રીનો ફિલ્મમાં રજૂ થયેલો રોલ જોવા લાયક ખરો.

લાગતું વળગતું: Black Panther હોલીવુડનું જૂનું મ્હેણું ભાંગી શકશે?

Avengers 4 તરફ લઈ જતો ફિલ્મનો એન્ડ અને ક્રેડિટ સીન

વૈશ્વિક સમીક્ષાઓએ એક અતિશય મહત્વપૂર્ણ અને સંલગ્ન અંતિમ-ક્રેડિટ દ્રશ્ય વિશે એવી રીતે દર્શાવ્યું છે, જે આખો ઘટનાક્રમ, એવેન્જર્સ 4 સુધી લઈ જવામાં નિર્માણ કરે છે, અને એક સંકેત આપે છે કે Ant-Man નું પાત્ર, Infinity War બાદના સંજોગોમાં કદાચ કેવી રીતે ફીચર થઈ શકે છે – જો તમે સુપરહીરોના કીરદારથી રોમાંચિત થતાં હો તો આ ફિલ્મ ચોક્કસ ચૂકી ન શકાય!!

Michael Pena’s ના રમૂજી સંવાદો

Scott Lang ના એક ખાસ ફ્રેન્ડના પાત્રમાં ચમકતા, Luis, એટલે કે Michael Peña એ Ant-Man ના પહેલા ભાગમાં જ તેની એક્ટિંગથી દર્શકોના મન જીત્યા હતા. વિનોદી અને ઝડપી ડાયલૉગ ડિલીવરી માટેની તેમની પ્રતિભાએ પ્રથમ ભાગમાં ગંભીરતા સામે કોમિક રાહત આપી હતી. ટ્રેઇલર્સ અને સમીક્ષાઓ વધુ મિશ્રિત રમૂજ તત્વનું વચન આપે છે, ખાસ કરીને Michael Peña અને Paul Rudd ના દ્રશ્યોમાં.

વિશાળ Ant-Man, Hello Kitty gum and અનેક પ્રકારનાં VFX!

એક વિશાળકાય Ant-Man યાટ પર સવાર લોકોને આઘાતમાં નાખી દે છે, એક મોટું Hello Kitty Gum વ્યસ્ત રોડ પર તહેલકો મચાવે છે, કાર ક્રેશ સીન અને સુપરહીરોનો તરખાટ વિગેરેથી Ant-Man and the Wasp ફિલ્મ, Marvel’s દ્વારા એક્શન દ્રશ્યોના સેટ થયેલા ટ્રેડમાર્કને જાળવવામાં સફળ થઈ શકી છે.

જો તમે Marvel’s ના ફેન હો તો તમને આ ફિલ્મ ચોક્કસ ગમશે. આજે જ તમારા નજીકના થીએટરમાં જોવા જાઓ અને એક રોમાંચક અનુભવ લેજો. આ ફિલ્મ 13 જુલાઈ, 2018 ના રોજ, English, Hindi, Tamil ane Telugu માં રિલીઝ થઈ ગઈ છે.

રખે ચૂકતા!!

અસ્તુ.

eછાપું

તમને ગમશે: પોતાની જાતને એપ્રિલ ફૂલ બનતા અટકાવાના ઉપાયો By Stephen Hawking

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here