મિત્રો, ફરી એક વાર fryday ફ્રાયમ્સમાં આપનું સ્વાગત છે….. તમે સૌ fryday ફ્રાયમ્સને મનભરીને માણી રહ્યા છો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર… તમને ગમે છે તો બીજાને જણાવજો જરૂર… આપણા આજના મહેમાન છે શશી થરુર ….

પંકજ પંડ્યા : વેલકમ સર…
શશી થરુર : થેન્ક્સ…
પંકજ પંડ્યા : તમારા વિશે ટૂંકમાં કંઈક જણાવશો…
શથ : હું શશી થરૂર છું… હાઈલી ઇંટલેક્ચ્યુઅલ… મારા વિચારો બીજા કરતાં તદ્દન ભિન્ન હોય છે…. અને એટલે જ કદાચ તમે મને આજના એપિસોડમાં આમંત્રણ આપ્યું છે…
પંકજ પંડ્યા : ના રે… એવું કંઈ નથી….
શશી થરુર : અરે હા…. યાદ આવ્યું… તમે તો દરેક એપિસોડ માટે બકરો શોધો છો એવું અગાઉના એપિસોડમાં જણાવ્યું હતું…
પંકજ પંડ્યા : તમે એ પણ નોંધ્યું હશે કે બકરો એટલે બહુ કર્મનિષ્ઠ અને રોચક વ્યક્તિ…
શથ: હા.. ખ્યાલ છે… એટલે જ તો હું બકરો બનીને આવ્યો છું…
પંકજ પંડ્યા : હાહાહાહાહાહા… તમે બધા કરતાં અલગ કઇ રીતે વિચારો છો ?
શશી થરુર : હું શશી થરૂર છું… હાઈલી ઇંટલેક્ચ્યુઅલ…
પંકજ પંડ્યા :અને તમારા વિચારો બીજા કરતાં તદ્દન ભિન્ન હોય છે પણ તમે કી રીતે બધા કરતાં અલગ વિચારો છો ?
શથ : UPA સરકારમાં મને રાજ્ય કક્ષાના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર તરીકે નિમણૂંક મળેલી… મેં એક્સટર્નલ અફેર્સને મારા આઉટ ઓફ બોક્સ વિચારો થકી અલગ જ અર્થ તારવીને યોગ્ય દિશામાં કામ કરેલું અને અત્યારે હું અને મારો પક્ષ સરકારમાં નથી છતાંય હું એક્સટર્નલ અફેર્સ પરત્વે આજે પણ એટલું જ ધ્યાન આપી રહ્યો છું…
પંકજ પંડ્યા : વાહ…
શશી થરુર : નેક્સટ…
પંકજ પંડ્યા : તમે JNU વાળા કનૈયા કુમારને ભગતસિંહ સાથે સરખાવેલ…
શથ: હું શશી …
પંકજ પંડ્યા : … હાઈલી ઇંટલેક્ચ્યુઅલ… અને તમારા વિચારો બીજા કરતાં તદ્દન ભિન્ન હોય છે… પણ એટલે તમારે કનૈયા કુમારને ભગત સિંહ કહી દેવાનો ?
શશી થરુર : તમે વચ્ચે બહુ બોલો છો ? એમ જ કરવું હોય તો જવા દો.. મારે કંઈ નથી કહેવું….
પંકજ પંડ્યા : સોરી…. સોરી…. હવે થી વચ્ચે નહીં બોલું…
શથ : હા તો હું શું કહેતો હતો ? હું બધા કરતાં અલગ જ અને ઊંચી કક્ષાનું વિચારું છું અને લોકો સમજ્યા વગર કૂદી પડે છે…
પંકજ પંડ્યા : એ કઈ રીતે ?
શશી થરુર : હું પણ કનૈયા કુમારનો વિરોધ કરું છું… જે ઉંમરે નોકરી ધંધો કરીને ઘરની જવાબદારીઓ ઉપાડવાની હોય એ ઉંમરે કોઈ વ્યક્તિ મફતનું ખાવા યુનિવર્સીટીની હોસ્ટેલમાં પડી રહે એવો જવાબદારીઓથી ભાગતો ઇન્સાન ભાગત સિંહ નહીં તો બીજું શું હોઈ શકે ?
પંકજ પંડ્યા : તદ્દન સાચી વાત..
શથ : તો ?
પંકજ પંડ્યા : તમેં પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનના વખાણ કર્યા એમાં પણ વિવાદ થયેલો…
શશી થરુર : સ્વચ્છતાનો વિરોધ એટલે ગંદકીની તરફદારી
પંકજ પંડ્યા : પણ સરવાળે તમારે જ સહન કરવું પડ્યું ને ?
શથ : સર વાળે કે મેડમ વાળે…. સ્વચ્છતા જરૂરી છે…
પંકજ પંડ્યા : હાહાહાહા…..તમે થોડા દિવસ પહેલાં કહ્યું કે 2019માં ભાજપ જીતશે તો ભારત હિન્દુ પાકિસ્તાન બનીને રહેશે…
શશી થરુર : તો ખોટું શું કહ્યું એમાં ?
પંકજ પંડ્યા : તમારી વાત કઈ રીતે સાચી માની શકાય ? ભારત પાકિસ્તાન જેવું થોડું બની જવાનું છે ?
શથ : ત્યાં જ ભૂલ થાય છે તમારી… હું..
લાગતું વળગતું: શું શશી થરુરની કલ્પના અનુસારનું હિંદુ પાકિસ્તાન શક્ય છે ખરું? |
પંકજ પંડ્યા : હા.. હા.. તમે શશી… ઓહ..સોરી.. પાછા તમે ક્યાંક ઊભા થઈને ચાલવા માંડશો
શશી થરુર : હું એમ કહેવા માગું છું કે તમે અલગ રીતે વિચારો… અંગ્રેજી બ્રિટિશરોની ભાષા છે અને આપણે રોજ બરોજની વાતચીતમાં એનો બેફામ ઉપયોગ કરીએ છીએ..
પંકજ પંડ્યા : અને એમાંય તમે તો અંગ્રેજોને પણ ના સમજાય એવું ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી બોલી જાણો છો…
શથ : એ તો એક આડવાત થઈ… પણ જસ્ટ ફોર અ ચેન્જ… મેં ઉર્દુ ભાષાનો ઉપયોગ કર્યો … તો તમે બધા જ ગોથાં ખાઈ ગયા….
પંકજ પંડ્યા : કંઈ સમજાયું નહીં….
શશી થરુર : સિમ્પલ… જ્યારે મેં એમ કહ્યું કે 2019માં ભાજપ જીતશે તો ભારત એક હિન્દુ પાકિસ્તાન બનીને રહી જશે… ત્યારે પાકિસ્તાન એટલે આપણું પાડોશી રાષ્ટ્ર નહીં… પણ ઉર્દુમાં એનો જે અર્થ થાય… પવિત્ર ભૂમિ… એમ કહેવા માંગતો હતો…
પંકજ પંડ્યા : એટલે કે જો 2019માં ભાજપ જીતે તો ભારત હિન્દુઓની પવિત્ર ભૂમિ બની જશે … એમ જ ને ? લાયા લાયા બાકી… btw આ રાહુલ ગાંધીને બટાટામાંથી સોનું બનાવવાનો આઈડિયા તમારા જેવા ઉચ્ચ કક્ષાના વિચારકે જ આપ્યો હશે.
શથ : ના… એ એમની ખુદના ભેજાની નીપજ છે… એમાં થયું એવું કે એક વખતે અમે કોંગ્રેસી મિત્રો બોલીવુડના રાજ કપૂરના ફેમિલી વિશે વાતો કરતા હતા… કે બધા જ મેમ્બર્સ અમૂક ઉંમર પછી આલૂ જેવા ગોળ મટોળ થઈ જાય છે જવમ કે રાજ કપૂર પોતે.. શમ્મી કપૂર, શશી કપૂર ઋષિ કપૂર વગેરે… રાહુલજીએ અડધી પડધી વાત સાંભળેલી અને એવું સમજ્યા કે બધા કપૂર આલૂ જેવા હોય છે… એ પછી એમણે કોઈ અખબારમાં સોનમ કપૂરનો ફોટો જોયો..
પંકજ પંડ્યા : સમજી ગયો…
શશી થરુર : તમે જલ્દી સમજી જાઓ છો..
પંકજ પંડ્યા : થેન્ક્સ.. તમારા પહેલાં ઘણા મહેમાનો આવું કહી ચૂક્યા છે…
શથ : તો તો હું મારા શબ્દો પાછા લઉં છું..
પંકજ પંડ્યા : કેમ ?
શશી થરુર :કેમ કે..
પંકજ પંડ્યા : તમે બધા કરતાં અલગ વિચારો છો….
શથ : હાહાહાહાહા….
પંકજ પંડ્યા : તો તો તમે મરણોપરાંત અહીં જ બેસી જ રહેશો ને?
શશી થરુર : ના રે.. કેમ એવું પૂછવું પડ્યું ?
પંકજ પંડ્યા : કેમ કે બીજા મહેમાનો તો ઈન્ટરવ્યુ પતે એટલે ઊભા થઈને જતા રહે છે… અને તમે તો…
શથ : હાહાહાહાહા… હાહાહાહાહા…. ચલો હું નીકળું… bye…
પંકજ પંડ્યા : bye….
(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)
eછાપું
તમને ગમશે: શું તમને ખુદને ગૃહિણી કહેવડાવવામાં શરમ આવે છે? શુંકામ?