પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલેકે PPF એક લાંબાગાળાનું ઉત્તમ રોકાણ

3
172
Photo Courtesy: fastread.in

પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલેકે PPF એ સરકારની સ્કીમ છે જેના અંતર્ગત તમે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં પબ્લિક પ્રોવિડંડ ફંડ માટે ખાતું ખોલાવી શકો છો. PPFમાં દરવર્ષે તમે તમારી સગવડ અનુસાર ઓછામાંઓછા રૂ 500 અને વધુમાંવધુ રૂ 1,50,000 ડીપોઝીટ કરી શકો છો. આ સ્કીમ 15 વર્ષની છે અને એના પર હાલ 7.6% વાર્ષિક વ્યાજ મળે છે જે ટેક્સ ફ્રી છે. તમે જેટલા રૂપિયા PPFમાં ડીપોઝીટ કરો એટલા રૂપિયા તમને તમારા આવકવેરામાં બાદ મળે છે એ વધારાનો ફાયદો થયો. 15 વર્ષની મુદત પૂરી થયે તમે તમામ પૈસા ઉપાડી શકો અથવા બીજા પાંચ વર્ષ માટે એને રીન્યુ કરી શકો છો

Photo Courtesy: fastread.in

મોટાભાગે લોકો આ PPF દ્વારા આવકવેરામાં રાહત મેળવવા જ ખોલાવતા હોય છે પરંતુ આ સ્કીમ એવી છે કે ઘરના તમામ વ્યક્તિએ ખોલાવવી જોઈએ અને લાંબાગાળાના રોકાણ નો લાભ લેવો જોઈએ. હા માયનોરના નામે પણ તમે PPF એકાઉન્ટ ખોલાવી શકો અને સીનીયર સીટીઝન પણ આ ખાતું ખોલાવી શકે છે. સીનીયર સીટીઝન જો ખાતું ખોલાવે તો ૧૫ વર્ષ એમના માટે બહુ લાંબો સમય કહેવાય પરંતુ અહી નોમિનીને જો પૈસા આપવા હોય ખુબ આવક હોય તો આ ખાતું ખોલાવવાથી એ લાભ મળે છે એથી સીનીયર સીટીઝને આવકવેરામાં લાભ લેવા અને અંતે નોમીનીને એ મળે એ હેતુ થી આ ખાતું ખોલાવી શકે છે.

લાગતું વળગતું: બચતને મજબૂત બનાવતા કારીગરો: બેંક ખાતું અને ફિક્સ્ડ ડીપોઝીટ

PPF ખાતામાંથી તમે સાતમે વર્ષે આંશિક રકમ ઉપાડી શકો છો જે છેલ્લા ત્રણ વર્ષ પહેલાની જમા રકમના આશરે 50 ટકા જેટલી ઉપાડી શકાય છે જે સાતમાં વર્ષ બાદ ગમે ત્યારે ઉપાડી શકાય. પરંતુ આ સ્કીમનો ખરો લાભ પૈસા નહીં ઉપાડવામાં છે કારણકે વ્યાજ પણ આમાં જમા થતું જતું હોવાથી વ્યાજ પર વ્યાજ ગણાતા છેવટે ખુબ મોટી રકમ જમા થાય છે.

ધંધાદારીઓ માટે આ સ્કીમ ઉત્તમ છે કારણકે આ ખાતા પર કોઈ ટાંચ મારી શકાતી નથી એથી આ એકદમ સલામત રોકાણ છે અને આમ થોડો નફો ઘરભેગો થવામાં ફાયદો રહે છે.

જેમના પગારમાંથી પ્રોવિડંડ ફંડ કપાય છે એમના માટે પણ આ સ્કીમ ફાયદાકારક છે એમણે પગારમાંથી કપાતી રકમ ઉપરાંત વધુમાં વધુ રૂ 1,50,000 સુધી આવકવેરામાં બાદ લેવા આ સ્કીમમાં ડીપોઝીટ કરવું યોગ્ય છે. જો તમે આવકવેરાના 30% સ્લેબમાં હોવ તો તમારા આ ડીપોઝીટ પર સીધી 30% જેટલી બચત થાય છે અને એથી વળતર ગણાતા 7.6% કરતા ખુબ વધુ થયું કહેવાય.

આમ PPF એ લાંબાગાળાના રોકાણ માટેની ઉત્તમ અને સલામત સ્કીમ છે

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: એનો પ્રેમ ન મળે તો એનીસાથે દોસ્તી પણ બેમિસાલ હોય જ

3 COMMENTS

    • સાચો ઉચ્ચાર પ્રોવિડંડ જ છે
      નરેશ વણજારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here