નોકિયા થી સેમસંગથી RedMi સુધી ભારતના મોબાઇલ માર્કેટમાં આવેલા રસપ્રદ ફેરફારો

0
568
Photo Courtesy: mysmartprice.com

પહેલા ભારતના મોબાઈલ માર્કેટમાં નોકિયા નું નામ હતું અને તમારા બધામાંથી મોટાભાગના લોકોનો પહેલો ફોન નોકિયા હશે. એક એવી માન્યતા પણ હતી કે ભાઈ નોકિયા ના ફોનમાં રિંગ ધીમી વાગે અને જેમાં જોરથી વાગે એ બધા ફોન ચાઈનાના ફોન.

Photo Courtesy: mysmartprice.com

પરંતુ જયારે સ્માર્ટફોનની વાત આવી ત્યારે અને નવી ટેક્નોલોજી સ્વીકારવાનો સમય આવ્યો (એટલે ભારતમાં એન્ડ્રોઇડનો ઉદય થયો) ત્યારે નોકિયા એ તેને સ્વિકારવા કરતા પોતાના જ અહમમાં વિન્ડોઝ સિસ્ટમ પર ફોન બહાર પડ્યા અને નોકિયા કંપનીના મેનેજમેન્ટને ગળા સુધીનો વિશ્વાસ હતો કે ખાલી નોકિયા ના નામથી આ ફોન વેચાઈ જશે (જે કદાચ એ સમયે તેની લોકપ્રિયતા અનુસાર સાચો પણ હતો). નોકિયા ની લુમિયા સિરીઝના મોબાઇલ વેચાયા પણ ખરા પણ તેના કરતા રિટર્ન વધારે થયા.

લાગતું વળગતું: Nokia 7 Plus એજ જૂની ખૂબીઓ નવા રંગરૂપમાં આપણું મન લોભાવશે

સેમસંગે એન્ડ્રોઇડ (ઓપરેટિંગ સિસ્ટમ) નો રાજીખુશીથી સ્વીકાર કરી લીધો અને તેને વાજતેગાજતે પોતાની ફોનની ઓપરેટિંગ સિસ્ટમ બનાવી લીધી અને તેનો ફાયદો પણ ઉઠાવ્યો અને હવે લોકોએ ધીમેધીમે પોતાની મનગમતી બ્રાન્ડ નોકિયા ને અણગમતી કરી નાખી અને સેમસંગે સ્માર્ટફોનમાં પહેલા નંબરની કંપની બની ગઈ અને હવે બધાના હાથમાં સફેદ ફ્લિપ કવરવાળા ફોન જ જોવા મળતા હતા અને જેટલી માન્યતાઓ નોકિયા ના ફોન માટે હતી તે બધી માન્યતાઓ હવે સેમસંગમાટે થઇ ગઈ હતી. સેમસંગ ગમે તેટલા ભાવ રાખતા હતા તો પણ તેના ફોન વેંચાતા હતા।  એવું લાગતું હતું કે બસ  હવે સેમસંગ પોતાની આ બ્રાન્ડ વર્ષોની વર્ષો જાળવી રાખશે।

પરંતુ એક ભજન છે ને કે “ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે” એ રીતે ચાઈનાની એક કંપની ભારતમાં પોતાના નવા ફોન સાથે આવી જેનું નામ હતું MI.  જેણે નવી જ ચાલુ થયેલી ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જોડે કોલોબ્રેટ કરીને પોતાનો પેલો ફોન 1S લોન્ચ કર્યો ત્યારે મેડ ઈન ચાઈના અને ઓન લાઈન ખરીદી ને અવિશ્વાસ ને લીધે લાગતું નહોતું કે કે આ કંપની કે મોબાઇલ ભારતમાં ચાલશે પરંતુ ફ્લિપકાર્ટ ની કેશ ઓન ડીલેવરી ને લીધે અને ભારત માં પહેલી વાળ આવેલા  ફ્લેશ સેલના કોન્સેપ્ટના લીધે આ મોબાઇલ ઘણા  વેચાયા અને  ફ્લિપકાર્ટ અને MI બંનેને ફાયદો થયો (આ એવું થયું કે સ્ટાર પ્લસના લીધે બચ્ચન સાહેબને ફાયદો થયો અને બચ્ચન સાહેબથી સ્ટાર પ્લસને ફાયદો થયો).

આ ફોન વેંચાવાનું બીજું એક કારણ એ પણ હતું કે જે ફીચર્સ સેમસંગ 10000ના ફોનમાં આપતા હતા તેટલાજ ફીચર્સ આ ફોન 5 થી 7 હજારની વચ્ચે આપી દેતા એટલે ભલે કંપની ચાઈનાની હતી પરંતુ લોકો 5000 રૂપિયા સુધીનું રિસ્ક લેવામાં વાંધો નથી એ વિચારીને આ ફોન ખરીદતા હતા. ત્યારે નોકિયાવાળો અહમ સેમસંગને પણ હતો તેને હતું કે મેડ ઈન ચાઈના છે (ભારતવાળાની માનસિકતા પ્રમાણે) એટલે સેમસંગને કદાચ માર્કેટ શેરમાં 5 ટકા જેટલો ફર્ક પણ નહીં પડે એટલે તેણે પોતાના ફોનના ભાવ ઘટાડયા નહીં જે થોડા સમય માટે સાચું પણ હતું.

પણ જે રીતે MI પોતાના એક પછી એક નવા ફોન રિલીઝ કરવા માંડ્યું તેમ તેમ તેણે પોતાનું માર્કેટ બનવી લીધું અને RedMi Note 3 માં આવેલું ફિંગર પ્રિન્ટ અનલોક તો લોકો ને શ્રીમંત હોવાનો અનુભવ કરાવા લાગ્યો. (આ ફિચર સામાન્ય રીતે સેમસંગ ના મોંઘા ફોન અને આઈ ફોન માં જ આવતું) બસ! પછીતો MI એક લોકપ્રિય બ્રાન્ડ જ બની ગઇ અને RedMi Note 4 નું તો બ્લેક થવા લાગ્યું અને તે ખુબજ લોકપ્રિય ફોન બની ગયો। અને તેનો નવો ફોન RedMi Note 5 Pro ને ઓન લાઈન લેવો એક બ્લુ વ્હેલના છેલ્લા સ્ટેજ જેવું લાગ્યું અને છેવટે સેમસંગને પણ પોતાના ફોનના ભાવ ઘટાડવા પડ્યા.

eછાપું

તમને ગમશે: ઈમરોઝ – અમૃતા પ્રત્યેના પ્રેમની સ્વાર્થવિહીન પરાકાષ્ટાનું પ્રતિક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here