ગુરુપૂર્ણિમા વિશેષ – પરણેલા પુરૂષ માટે (પોતાની) પત્ની જ સાચો ગુરુ છે

0
437
Photo Courtesy: YouTube

આ વખતે ગુરુપુર્ણીમા ગુરુવારની જગ્યાએ શુક્રવારે આવી છે તો જાણીએ ગુરુ થવાનું મહત્વ. કહેવાય છે કે માણસે પોતે જ પોતાના ગુરુ થવું જોઈએ પણ માણસ પરણી જાય પછી સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ એણે પોતાની આઝાદી ભૂલી જવી જોઈએ એટલે એ પોતે જ પોતાનો ગુરુ બની શકતો નથી. પરણ્યા પહેલા આપણે સ્કુલમાં ટીચર પાસેથી કોલેજમાં પ્રોફેસર પાસેથી ઘણું બધું શીખીએ છીએ પરંતુ  પરણ્યા પછી મોટા ભાગે પરણેલો પુરુષ બધું પત્ની પાસેથીજ શીખતો હોય છે એટલે જીવનમાં પત્નીથી મોટો કોઈ જ ગુરુ નથી આવો તો જાણીએ આપણે જીવનમાં પત્નીરૂપી ગુરુ પાસેથી શું શીખ્યા છીએ.

Photo Courtesy: YouTube

ક્યા શું બોલવું?

પરણ્યા પહેલા આપણો સ્વભાવ મોટાભાગે બોલકણો હોય છે ક્યા શું બોલવું એનું આપણને ભાન હોતું નથી પરણ્યા પછી એ વાત પત્ની આપણને શીખવાડે છે. તમને બોલવાનું ભાન જ નથી ક્યા શું બોલવું એની ખબર જ નથી પડતી એવી ટકોર કરી કરીને આપણને ક્યાં શું બોલવું એના પાઠ શીખવે છે. ઘણા લોકો તો એટલી હદે શીખી જાય છે કે મોટા ભાગે સોશિયલ ફંકશનમાં ચુપચાપ રહેતા હોય છે ખાસ કરીને જયારે આવું સોશિયલ ફંકશન સાસરા પક્ષ દ્રારા આયોજિત કરાયેલું હોય.

છેતરામણી થી કેવીરીતે બચવું 

‘’ આ અમારે બહુ ભોળા ગમે ત્યાં છેતરાઈ ને આવે ‘’

બસ આજ મેણા ટોણા પરણેલા પુરુષને ખરીદી કરતી વખતે પત્નીને સાથે રાખવાનું અને પત્ની જ્યારે દુકાનદાર જોડે ભાવતાલ કરતી હોય ત્યારે ચુપ રહેવાનું શીખવાડે છે. આમ આપણા ગુરુ આપણને ચીટ થતા બચાવે છે.

લાગતું વળગતું: પરણેલા પુરુષ માટે પત્ની ની ઈચ્છા એજ સુપ્રિમ કોર્ટનો આદેશ

રિસાયેલ વ્યક્તિને કેવીરીતે મનાવવી

પરણ્યા પહેલા કોઈ વ્યક્તિ રિસાય તો એને કેવીરીતે મનાવવાની એ બાબતનું કોઈ જ્ઞાન પુરુષને હોતું નથી. ધીમે ધીમે પત્ની જોડે રહીને પુરુષ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આજ જ્ઞાન એને પોતાના બાળકો રિસાય ત્યારે પણ કામ લાગે છે.

ખોટા વખાણ  

પરણ્યા પહેલા પુરુષને ખોટા વખાણ કરતા આવડતું હોતું નથી પણ પરણ્યા પછી એને ખોટા વખાણમાં મહારથ હાસલ થઇ જાય છે જેમકે….

“શાક કેવું બન્યું છે??”

“મસ્ત”

“આજે નવું બનાવાનું ટ્રાય કર્યું હતું કેવું હતું?”

“મસ્ત – સરસ”

“હું આ સાડી માં કેવી લાગુ છું??”

“ખરેખર સરસ.”

“સાચે કેજો ખાલી મને ખુશ કરવા નાં કહેતા કેવી લાગુ છું?”

“અરે એકદમ સરસ.”

આ જ્ઞાન પરણેલા પુરુષને નોકરીમાં પણ કામ લાગે છે. આવું જ્ઞાન મેળવી ને જ તે પોતાના બોસના પણ ખોટા વખાણ કરતા શીખી જાય છે જેને સમાજ ચાપલુસી પણ કહે છે.

કહેવાય છે કે દરેક સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે એટલે આડકતરી રીતે પત્ની એ તમારી ગુરુ છે તો એને ગુરુ માની ને તમે આજે વંદન કરશો તો આખું વર્ષ તમને ચંદ્રગ્રહણ શું કોઈ ગ્રહણ નહીં નડે  અને તમારે જ્ઞાન શોધવા ક્યાય બહાર નહીં જવું પડે. સમગ્ર જ્ઞાનનાં સાગર એવી પત્ની એટલેકે ગુરુ જોડેથી તમને સમગ્ર સંસારનુ જ્ઞાન મળી રહેશે.

ઈછાપુંના તમામ વાચકોને ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાવભરી શુભેચ્છાઓ.

અજ્ઞાન ગંગા

આ Swiggy અને Zomato નાં ટી-શર્ટ વાળા માણસો દરેક ચારરસ્તે એટલા જોવા મળે છે કે આગળ જતા આ લોકો નો એક અલગ સમાજ હશે અને એ સમાજ પણ સરકાર જોડે અનામત માંગશે.

લી.- વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

તમને ગમશે: જલિયાંવાલા બાગ હત્યાકાંડનો માસ્ટર-માઈન્ડ જનરલ ડાયર નહોતો !?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here