નેહા કક્કડ ખુદ ખુલાસો કરી રહી છે કે તેને વારંવાર રડવું કેમ આવે છે!

0
365
Photo Courtesy: theindianidiot.com

મિત્રો, ચોમાસું ધીમે ધીમે જામતું જાય છે… ઘણી ખરી જગ્યાએ વરસાદે યોગ્ય ગતિ પકડી લીધી છે અને જ્યાં હજુ મેહુલો મન મૂકીને વરસ્યો નથી ત્યાં થોડા જ દિવસોમાં એ ઘટતું કરશે એ નક્કી છે…  વરસાદના આ મનોરમ્ય વાતાવરણમાં ક્યાંક લાખો કરોડો રૂપિયાની અસ્કયામતો ઘોડાપૂરમાં તણાઈ જાય છે તો એક સેલિબ્રિટી એવી છે જે વારે વારે લાગણીઓના પૂરમાં તણાઈ જાય છે…. એ મશહૂર સેલિબ્રિટી આજે આપણા fryday ફ્રાયમ્સના સેટ પર તણાઈ આવી છે…. Give her a big hands….. So hear comes નેહા કક્કડ!

Photo Courtesy: theindianidiot.com

પંકજ પંડ્યા : વેલકમ નેહાજી…

નેહા કક્કડ : આભાર…

પંકજ પંડ્યા : કેમ થોડા ડરેલાં લાગો છો….

નેક : એવું કંઈ નથી…

પંકજ પંડ્યા : તમારો ચહેરો કહી આપે છે…

નેહા કક્કડ : એ તો બસ એમ જ…. આ તો તમારા શોનું  ટાઇટલ fryday ફ્રાયમ્સ છે અને મારી સાઈઝ એવી છે કે આરામથી તાવડીમાં સમાઈ જાઉં… તમે મને ક્યાંક fry કરી નાખો તો ?

પંકજ પંડ્યા : હાહાહાહા…. Fry!!!!….તમે કહેતાં હો તો try કરી જોઉં….

નેક :  અરે ના….

પંકજ પંડ્યા : તો ઠીક… તમને તમારા કદ માટે ઈન્ફિરીયારીટી કોમ્પ્લેક્સ થાય ખરો ?

નેહા કક્કડ :  બિલકુલ નહીં… શરીરનું કદ ગમે તેવું હોય યોગ્યતાનું કદ ગણું.. અથવા એનાથી પણ વધુ કરીએ તો કદર થવાની જ છે….

પંકજ પંડ્યા : વાહહ…  તમને પહેલાં સારેગામપા લિટલ ચેમ્પ્સ અને હવે ઇન્ડિયન આઇડલમાં જજ તરીકે નિમવામાં આવ્યાં… કઇ યોગ્યતાના આધારે ?

નેક: હું ખૂબ જ જજબાતી છું એટલે..

પંકજ પંડ્યા : હાહાહાહાહા….

નેહા કક્કડ : અને ઇન્ડિયન આઇડલમાં સિલેક્ટ થવાનું તો બીજું પણ એક કારણ છે..

પંકજ પંડ્યા : તો પછી બતાવો ? રાહ કોની જુઓ છો ?

નેક : અનુ મલિકજી “આગ લગા દુંગા… આગ લગા દુંગા… આગ લગા દુંગા…”એમ બોલ્યા કરે છે એટલે મારું કામ ફાયર બ્રિગેડનું છે….

પંકજ પંડ્યા : હા એ ખરું…. તમે ઋષિકેશ જેવું દિવ્ય સ્થળ કેમ છોડ્યું ?

નેહા કક્કડ : પર્સનલ પ્રોબ્લેમ…

પંકજ પંડ્યા : જો તમને વાંધો ન હોય તો fryday ફ્રાયમ્સના માધ્યમથી તમારા ચાહકો જાણી શકે એ કારણ ?

નેક : रुसी in केश… dandruf….

પંકજ પંડ્યા : ohh….

લાગતું વળગતું: ઉડતા વિમાને ફેંટાવાળા કાકા અને એર હોસ્ટેસ વચ્ચેની રસપ્રદ ચર્ચા

નેહા કક્કડ : તમારા વિશે કંઈ કહેશો ?

પંકજ પંડ્યા : ચાર દિવસથી સરખું જમ્યો નથી……

નેક : આપ મુંબઈ સકતે હૈ….

પંકજ પંડ્યા : અરે મેડમ…. હું   કંઈ ગાયક નથી… અને અહીં  ઇન્ડિયન આઇડલનો ઓડિશન રાઉન્ડ નથી ચાલતો…. તમે fryday ફ્રાયમ્સમાં ઉપસ્થિત થયા છો….

નેહા કક્કડ : સોરી…. આ તો તમે ચાર દિવસથી સરખું જમ્યા નથી એવું કહ્યું એટલે લાગણીવશ અને આદતવશ બોલાઈ ગયું…

પંકજ પંડ્યા : નો પ્રોબ્લેમ….  આ તો વરસાદી વાતાવરણમાં તબિયત થોડી નરમ હતી એટલે…. Btw મેં નોંધ્યું છે કે તમે ઇન્ડિયન આઇડલના સેટ પર હસતાં હોવ ત્યારે પણ તણાવગ્રસ્ત જણાઓ છો…

નેક : મેક અપ મેનના ડરથી…

પંકજ પંડ્યા : મેક અપ મેનથી વળી શું ડરવાનું ?

નેહા કક્કડ : હું વારંવાર રડી પડું છું એટલે મેક અપ લૂછાઇ જવાનો ડર રહે છે…

પંકજ પંડ્યા : હાહાહાહા…. તમારી કારકિર્દીની ગાડી બહુ સડસડાટ દોડી રહી છે…. શું રહસ્ય છે ?

નેક : મારું નામ…

પંકજ પંડ્યા : નામમાં વળી શું બળ્યું છે?   મહાન તત્વચિંતક સોક્રેટિસે કહેલું…

નેહા કક્કડ :  એ સોક્રેટિસે નહીં પણ શેક્સપિયરે કહેલું….

પંકજ પંડ્યા : જેમણે પણ કહેલું હોય…. પણ જો એ સાચું માનતા હોય તો એમને પણ વાંધો ન હોવો જોઈએ કે આ ક્વોટ શેક્સપિયારનું છે કે સોક્રેટિસનું…. What’s there in name? હાંઈ??? હા … ગાડી જરા આડા પાટે ચઢી ગઈ… તમારા નામનું શું રહસ્ય છે?

નેક : નેહા = ને.હા. = નેશનલ હાઇવે

પંકજ પંડ્યા : ઓહ… એટલે જ તમારી કેરિયરની ગાડી પૂરપાટ દોડી રહી છે ?

નેહા કક્કડ : exactly……

પંકજ પંડ્યા : તમારા માટે એવોર્ડનું શું મહત્વ છે ?

નેક : ચાહકોનો પ્યાર જ મારો એવોર્ડ છે… જ્યારે તેઓ કહે કે ,” નેહા કક્કડ… ગાતી હૈ ફક્કડ” એટલે મને મારો એવોર્ડ મળી ગયો…

પંકજ પંડ્યા :  વાહ….

નેહા કક્કડ : દાયે લગે કભી બાયે લગે…

પંકજ પંડ્યા : અરે….

નેક : નૈનો કી બુલેટ દિલ પે ધાંય લગે..

પંકજ પંડ્યા : અરે… અરે….

નેહા કક્કડ : રાજા… આયે હેલિકોપટર પે ચઢ કે જવાની…

કૂદી પેરશૂટ પે ના કર કે મનમાની..

તેરી એંડ જવાની, તેરી બેંડ જવાની…

નહિ ચાહિયે મુજ કો તેરી સેકન્ડ હેન્ડ જવાની…..

પંકજ પંડ્યા : ઓહ… મેં તમને ગાવા માટે કીધેલું ?

નેક :  હું તો બધા ઇન્ટરવ્યૂમાં ચાન્સ લઇ જ લઉં છું.. છતાંય આઈ એમ સોરી

પંકજ પંડ્યા : ઓહ.. તો તમે ખોટું બોલીને ઇન્ટરવ્યુ માટે આવ્યાં છો…

નેહા કક્કડ : હું કંઈ ખોટું નથી બોલી…

પંકજ પંડ્યા : સાડી સત્તર વાર ખોટું બોલ્યા છો તમે….

નેક : હું ક્યારે ખોટું બોલી ? કંઈ પણ ?!!!!!  કુછ ભી !!??

પંકજ પંડ્યા : પહેલાં તમે મને કહેલું … “આઈ એમ નેહા કક્કડ”…. અને હવે કહો છો… “આઈ એમ સોરી”…

નેક : હાહાહાહાહા…..

પંકજ પંડ્યા :  ખરેખર તમારી જોડે વાતો કરવાની ખૂબ જ મજા આવી…. હવે તમે બીજું  કોઈ ગીત ગાવાનું શરૂ કરી દો એ પહેલાં …. આપણે ….. આ પ્રોગ્રામ અહીં સમાપ્ત જાહેર કરીએ છીએ.. અમારા માટે સમય ફાળવીને અહીં ઉપસ્થિત થવા બદલ ખૂબ ખૂબ આભાર…..

નેહા કક્કડ : તમારો પણ આભાર… જય માતા રાની……

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: બળાત્કાર જેવા મામલે આપણે રાજકીય પક્ષાપક્ષીથી દૂર ન રહી શકીએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here