RedMi ભારતમાં આજે એક મોટું સામ્રાજ્ય બનાવીને બેઠી છે. તેણે પણ એક સમયના નોકિયા કે સેમસંગની જેમ પોતાનો એક ખાસ ગ્રાહકવર્ગ તૈયાર કરી લીધો છે અને ચાહકો પણ બનાવી લીધા છે. હવે જોવાનું એ છે કે આ સામ્રાજ્ય ક્યાં સુધી ચાલે છે
એવું નથી કે RedMi ના ફોન 100% સારા જ આવે છે. તેમાં પણ થોડીઘણી ખામીઓ તો છેજ અને તેના પણ ફોન બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે જેમ બધી બ્રાન્ડમાં થતું આવ્યું છે.
RedMi કંપની આટલી ઝડપથી ભારતમાં સક્સેસ થઇ તેના વિષે લોકો ઘણી ગેરમાન્યતા ધરાવે છે જે અંગે આપણે થોડી સ્પષ્ટતા કરી લેવી વધારે યોગ્ય ગણાશે.

ગેરમાન્યતા 1: RedMiમાં ઈયરફોન નથી આવતા એટલે તેના ફોન સસ્તા આવે છે.
હકીકત: આ વાતને સેમસંગ સાથે સરખાવજો તો ખબર ખ્યાલ આવશે કે વાળા અને 15,000વાળા ફોન્સમાં “”એકજ ટાઈપ ના (એક જેવા ) ઈયરફોન આવશે જ્યારે તેની સામે તમે RedMi ની વેબ સાઈટ માંથી તમારા અનુરૂપ રૂ.399થી લઇને રૂ. 2000 સુધીના ઈયરફોન ખરીદી શકો છો.
ગેરમાન્યતા 2: RedMi ઓનલાઈન સેલ રાખે છે અને ખોટો હાઇપ ઉભો કરે છે એટલે વેચાય છે.
હકીકત: જો આ વાતને સાચી માનીયે તો પણ તેમાં કશુંજ ખોટું નથી. કોઈ પણ કંપની માર્કેટિંગ માટે નવા નવા નુસખા અપનાવી શકે છે અને ફ્લેશ સેલ એક જ વાર હોય જો RedMiનો કોઇપણ મોબાઇલ ખરાબ નીકળ્યો હોત તો તો બીજા સેલમાં તેને કોઈ લેજ નહીં.
ગેરમાન્યતા 3: RedMi મેડ ઈન ચાઈના ફોન છે અને ચાઈનામાં તૈયાર થાય છે એટલે તે વધારે વેચાય છે.
હકીકત: જો આ વાત સાચી માનીયે તો તમે તમારા હાથમાં જે ફોન છે (RedMi સિવાયનો) તે 100% ટકા ચાઈનામાં નથી બનેલો કે ચાઈનાની કોઈ વસ્તુ તેમાં ઉપયોગમાં નથી લેવાઈ તે છતી ઠોકીને કહી શકશો ?? લગભગ તમારો જવાબ ના જ હશે તો પછી આ ફોન લેવામાં વાંધો શું છે?
ગેર માન્યતા 4: ઓનલાઈન મોબાઇલ વેચવાવાળી આ એક જ બ્રાન્ડ છે એટલે વધારે વેચાય છે
સાચું કારણ: RedMi સક્સેસ પછી લગભગ અડધો ડઝન ચાઈનાની કંપની ફ્લેશ સેલ મારફતે ભારતમાં આવવાનો પ્રયાસ કરેલો પરંતુ તે એક અથવા બે ફ્લેશ સેલ સુધી જ ચાલી. હકીકતમાં RedMi ના ફોન પછી ફક્ત એક વન પ્લસ કંપની જ ભારતમાં સક્સેસ ગઈ છે (જેના ફોનની કિંમત ખુબજ વધારે છે)
લાગતું વળગતું: લાખ રુપેડી નો iPhone થયો હેક! જાણો કેમ? |
RedMi વિષે આવી નાનીમોટી તો ઘણી ગેરમાન્યતાઓ છે પરંતુ RedMiના સ્માર્ટફોન્સ ફક્ત પ્રાઈઝ અને પ્રાઈઝ કરતા તેના આકર્ષક ફીચર્સના કારણે વધારે વેંચાય છે. અને એવું પણ નથી કે RedMi વર્ષો સુધી અહીંયા ટકશે, બની શકે કોઈ નવી કંપની તેનું સ્થાન લઇ લે?
કહેવાનું કારણ એક જ છે અત્યારના ભારતના મોબાઈલ માર્કેટમાં RedMiના ફોન “સસ્તું ભાડું અને સિદ્ધપુર ની યાત્રા” ની જેમ સાબિત થયા છે.
નોંધ : આ લેખ RedMiની જાહેરાત કરવા માટે નથી લખાયો. ફક્ત મધ્યમવર્ગને પોસાય તેવા ફોન આ કંપની ઉત્પાદિત કરે છે જે તેમના ફાયદા માટે છે એ વાતનો પ્રસાર કરવા માટે અહીં આ પ્રકારની માહિતી આપવામાં આવી છે જેથી ઓછા ભાવે ભારતનો મધ્યમવર્ગ સારી ગુણવત્તા ધરાવતા ફોન ખરીદી શકે.
eછાપું
તમને ગમશે: ભારતીય રાજકારણમાં ફાસ્ટ્મ ફાસ્ટ આગળ આવી રહ્યા છે ઉપવાસ