ગુજરાતમાં પડનારા નવરાત્રી વેકેશનની સાઈડ ઈફેક્ટસ વિષે વિચાર્યું છે ખરું?

1
585
Photo Courtesy: newindianexpress.com

તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે, નવરાત્રી વેકેશન. ઘણા સોશિયલ મીડિયાના ચાહકો એ કૈક પોસ્ટ કરવાની લ્હાયમાં લખી નાખ્યું કે લો બોલો હવે નવરાત્રીનું પણ વેકેશન તો ભણવાનાં દિવસો કેટલા?? આ દરેક લોકોને જણાવવાનું કે સરકાર વાર્ષિક રીતે શૈક્ષણીક દિવસો ઓછા ન કરી શકે અને આથી નવરાત્રીના વેકેશનથી ભણવાના દિવસોમાં કોઈ ફર્ક નહિ પડે. પણ દિવાળીનું વેકેશન 21ના બદલે 14 દિવસનું થઇ જશે.

Photo Courtesy: newindianexpress.com

આ તો માત્ર જાણ માટે, જો હવે નવરાત્રી વેકેશનની વાત કરીએ તો શું સરકારનું આ પગલું યોગ્ય છે?? મારા ખ્યાલથી તો ના, અરે યાર મને સખત ઈર્ષા થઇ રહી છે અત્યારે આ સમાચારથી. અમે પણ નાના બાળકો હતા, અને અમને પણ ગરબા રમવાનો શોખ હતો, અમે પણ બીમાર પડી શકતા હતા અને અમારી પણ પરિક્ષાઓ આવતી. તો આ અન્યાય શા માટે?

એક રીતે સાંત્વના મેળવી શકાય કે હવેના વિદ્યાર્થીઓ એટલા બધા નાજુક છે કે આ બધું પ્રેશર એક સાથે હેન્ડલ કરી શકતા નથી અને એટલે જ સરકારે એમને રજા આપી દીધી છે. પણ પ્રશ્ન એ પણ છે કે આ રજાઓનો સદુપયોગ/દુરઉપયોગ એ લોકો માત્ર ગરબા રમવા માટે જ કરશે? સંભાવનાઓ ઘણી છે. લેટ્સ ચેક…

લાગતું વળગતું: વિદ્યાર્થીઓ ની એજ કરમકહાણી: હાય રે અમારો સિલેબસ!!

1) નાની-નાની બાળકીઓ ગરબા રમવા માટે આમ-તેમ દોડશે, બાકીના સ્ટેપ એમને આવડી જશે પણ એમને કોઈ ત્રણ તાલ શીખવશે નહીં. અને પ્રોપર ડ્રેસકોડ ન પહેરાવવો પડે એટલે એમની મમ્મીઓ એમને ગરબીમાં રાખશે નહીં.

2) આ રજાઓનો ફાયદો લઈને સાયન્સ ટીચર વિદ્યાર્થીઓને જર્નલ પૂરી કરવાનું કહેશે અને એ લગભગ ન થઇ શકે એવું હોમવર્ક હોવાથી વિદ્યાર્થીઓ નવરાત્રીના દિવસો દરમિયાન રાતના 10 વાગ્યા સુધી જર્નલ પૂરી કરશે અને 12 વાગ્યા સુધી ગરબા રમશે. જોકે નવરાત્રી દરમિયાના વિદ્યાર્થીઓ પાસે બીજું એક મહત્વનું કામ પણ હોય છે અને એ છે સોશિયલ મિડિયા અપડેટ કરતા રહેવાનું.

3) નાના સીટીમાં રહેતા છોકરાઓ માટે તો ગરબા રમવાનો કોઈ સ્કોપ જ નથી એટલે આ દિવસોમાં તે ગલીમાં આમ-તેમ છોકરીઓને જોવા આટા-ફેરા મારી શકે છે અને અમુક પઢાકુ છોકરાઓ ક્લાસમાં કેમ ટોપ કરી શકાય એ વિષેની સ્ટ્રેટેજી બનાવશે.

4) હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ અંત્યંત આનંદાયક સમાચાર છે કેમકે તેઓને જન્માષ્ટમી પછીના થોડાક જ દિવસોમાં લાંબી રજાઓ મળશે જેથી તે એ દિવસો દરમિયાન પણ સારી વાનગીઓ આરોગી શકશે અને વળી દશેરાની મીઠાઈ એમને કોઈ સાથે વહેચીને નહીં ખાવી પડે. આ ઉપરાંત જો નવરાત્રી પહેલા કે પછી શનિ-રવિની રજા આવતી હશે તો આ વેકેશન લંબાઈને 10-12 દિવસનું થઇ શકશે.

5) હવેના વર્ષોથી પ્રિન્સ-પ્રિન્સેસની કોમ્પીટીશન થોડી વધુ ટફ થશે અને નવરાત્રી પહેલાથી જ વિદ્યાર્થીઓ પણ એ વાતની પ્રેક્ટીસ શરુ કરી દેશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ગરબા રમતા નથી આવડતા એમના માટે શરમજનક બાબત થઇ જશે કેમકે હવે સ્કુલ-કોલેજનું બહાનું પણ કાઢી શકાશે નહીં અને તેથી તેઓ ગરબા શીખવા જશે અને પરિણામે ગરબા કલાસીસવાળા લોકોને વધુ ફાયદો થશે.

6) ક્લાસીસ જોઈન કરવા છતાં ગરબા ન શીખી શકતા છોકરાઓ કઈ રીતે DJ કે ગાયક બનવું તેની તૈયારીમાં લાગી શકે છે અથવા તો શેરી-ગલીના ગરબા માટે એક સારું ગરબા કલેકશન આપી શકે છે.

eછાપું

તમને ગમશે: પતિ અને પત્ની – માત્ર એક તાંતણે બંધાયેલો સમજણનો સંબંધ

1 COMMENT

  1. નવરાત્રી માં રજા રાખવા ને બદલે નવ દીવસ પુરતો સવારની મોર્નિંગ સ્કુલ / કોલેજ નો ટાઈમ એક અથવા બે કલાક મોડો કર્યો હોત તો વિદ્યાર્થીઓ નું ભણતર બગડે નહી તેવો નિર્ણય વધારે યોગ્ય ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here