પંજાબી રસોઈની અંતરંગ વાતો અને ત્રણ મસ્ત મજાની પંજાબી રેસિપીઓ

1
541
Photo Courtesy: Aakanksha Thakore

જયારે જયારે હું પંજાબી ફૂડ વિષે વિચારું છું ત્યારે ત્યારે મને ‘જબ વી મેટ’ નો પેલો સીન યાદ આવી જાય છે, જેમાં શાહિદ કપૂર, ઉદાસ કરીના ને કહે છે કે, ‘એ ક્યાં ઓર્ડર કિયા હે, કુછ પનીર કે ટીક્કે ઓર્ડર કરતી, છોલે તે ભટૂરે ઓર્ડર કરતી!”. પંજાબી ફૂડને દર્શાવવા માટેના કેટલાક વિશેષણો છે રીચ, માઉથવોટરીંગ, ભારે, તીખું અને સ્વાદિષ્ટ – અને આ તો ફક્ત શરૂઆત છે. જો તમારું પેટ કંઈપણ પચાવી શકતું હોય તો તમારે પંજાબી ફૂડ પર ‘તૂટી પડવું’ જોઈએ. પંજાબી ક્વિઝીન શાકાહારી અને બિન-શાકાહારી બંને પ્રકારના લોકોના સ્વાદેન્દ્રીયને માટે લ્હાવો છે, અસંખ્ય મસાલા અને એકઝોટિક ફ્લેવર્સ પંજાબી ફૂડ ખાવાથી મળતા આનંદમાં ઉમેરો કરે છે. હકીકતમાં ગ્લોબલી ભારતીય ખાનપાનનો અર્થ જ પંજાબી ફૂડ છે. પંજાબી ફૂડ એક તંદુરસ્ત અને એક ગામઠી સ્વાદ ધરાવે છે જે પોતાની એક અલગ છાપ છોડી જાય છે.

પંજાબી રસોઈપ્રથામાં મહત્વની બાબત ઘી, માખણ કે ક્રીમનો અઢળક ઉપયોગ છે, અને હવે આ સાથે પનીર અને ચીઝનો પણ તેની સાથે ઉપયોગ થાય છે. એક ટીપીકલ પંજાબી મુખ્ય ભોજનની વાનગીમાં ડુંગળી, લસણ અને આદુ ના મિશ્રણથી તૈયાર થતી એક પેસ્ટ હોય તેવી શક્યતા છે. પંજાબી રસોઈપ્રથામાં બ્રેડ એક તંદૂર વાપરીને તૈયાર કરવામાં આવે છે. આ બ્રેડને પણ તંદૂર તરીકે ઓળખવામાં આવે છે, તેમાં વિવિધ સ્વાદ ઉપલબ્ધ છે. પરાઠા, નાન,કુલ્ચા અને રોટી એ એક પંજાબી મુખ્ય ભોજન માટે ના મહત્વના ઘટક છે. ગાર્લિક નાન, અમૃતસરી કુલ્ચા, રૂમાલી રોટી, પરંપરાગત તંદૂરી બટર રોટી, લચ્છા પરાઠા વગેરે પંજાબી ક્વીઝીનના લોકપ્રિય બ્રેડ વિકલ્પો પૈકીના અમુક છે.

લાગતું વળગતું: શિયાળુ રેસીપી: પીન્ની એટલે પંજાબનો અડદિયો

એક પરફેક્ટ પંજાબી થાળી શાહી પનીર, અથવા અન્ય કોઈ ક્રીમી પનીરની વાનગી, આલુ મટર, એક કોફતાની વાનગી અને દાલ મખની (માખણ અને ક્રીમ સાથે રાંધવામાં આવતી અડદની દાળ) વિના અપૂર્ણ હશે. ડેરી ઉત્પાદનો પંજાબી રસોઈપ્રથા એક અગત્યનું પાસું છે. ખરેખર તો, પંજાબીઓ દરેક ભોજન પછી લસ્સીના અનેક ગ્લાસ ગટગટાવી જવા માટે જાણીતા છે. ઇન ફેક્ટ, દિલ્હી અને અમૃતસરમાં અમુક દુકાનો એવી ક્રીમી લસ્સી આપે છે કે તે પીધા પછી કંઈપણ ખાવું અશક્ય થઇ જાય છે.

પંજાબી વાનગીઓ પ્રસિદ્ધ “મક્કે દી રોટી” અને “સરસોં કા સાગ” આપ્યા છે જે હવે વૈશ્વિક સ્તરે પણ પ્રખ્યાત છે. આ મામલે મીઠાઈઓ પણ પાછળ નથી. ગાજરનો હલવો,  ઇમરતી(જલેબી), કાજુ બરફી, પીન્ની અને સોજીનો હલવો એ પંજાબી ક્વીઝીને આપેલી મીઠી વાનગીઓમાંથી માત્ર થોડા નામ છે.

 

દાલ મખની

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

200 ગ્રામ આખા અડદ

50 ગ્રામ નાના રાજમા

1 તમાલપત્ર

3-4 લીલી ઈલાયચી

1 + 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ

1 + 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદુ

1/4 કપ ઘી

1/3 કપ ઝીણું સમારેલી ડુંગળી

2/3 કપ ટમેટા પ્યુરી

1/2 ટીસ્પૂન હિંગ

2 ટીસ્પૂન લાલ મરચા પાઉડર

1 ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન ધાણા પાઉડર

3 ટેબલસ્પૂન + 1 ટેબલસ્પૂન તાજા ક્રીમ

1/2 ટેબલસ્પૂન કસુરી મેથી

1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

પાણી જરૂરમુજબ

સ્વાદ મુજબ મીઠું

સ્વાદ મુજબ ગરમ મસાલા

રીત:

  1. રાજમા અને આખા અડદને યોગ્ય રીતે ધૂઓ અને તેમને 7-8 કલાક માટે પલાળી રાખો.
  2. પલાળવા માટે વપરાયેલા પાણીને દૂર કરો, પ્રેશર કૂકરમાં અડદ-રાજમા મિશ્રણ લો અને સ્વાદ મુજબ મીઠું, તમાલપત્ર, ઈલાયચી, 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદુ ઉમેરો. દાળના સ્તરથી લગભગ 3 ઇંચ સુધી પાણી ઉમેરો અને તેને 5-7 સિસોટીઓ માટે રાંધવા.
  3. એક થીક બોટમ પાનમાં, 1/4 કપ ઘી લો. ડુંગળી ઉમેરો અને સારી રીતે સાંતળો. હિંગ, લસણ, આદુ અને સારી રીતે સાંતળો.
  4. ટમેટો પ્યુરી, લાલ મરચાં પાવડર, ધાણા પાઉડર, હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. 5-7 મિનિટ માટે ટમેટો પ્યુરી પકવા કરવા દો.
  5. તેમાં બાફેલી અડદ-રાજમાનું મિશ્રણ ઉમેરો, પાણી સાથે.
  6. મેશર વડે મિશ્રણને વ્યવસ્થિત રીતે ભેગું કરો. મીઠું, કસુરી મેથી અને ગરમ મસાલા ઉમેરો.
  7. 15-20 મિનિટ માટે ધીમી આંચ પર, ઘટ્ટ થાય ત્યાંસુધી ખદખદવા દો
  8. 3 ટેબલસ્પૂન ક્રીમ અને સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  9. 1 ટેબલસ્પૂન ક્રીમ અને કોથમીરથી સજાવી, પરાઠા અથવા જીરા રાઈસ સાથે પીરસો.

પનીર-કોર્ન ટીક્કી મસાલા

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

ટીક્કી માટે:

½ કપ પનીર

½ કપ બાફેલા મકાઈના દાણા

1 ટેબલસ્પૂન લીલા મરચા

1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 ટીસ્પૂન આમચૂર પાઉડર

3 ટેબલસ્પૂન મેંદો

મીઠું, મરી સ્વાદ મુજબ

ઘી જરૂર મુજબ

 

સબ્જી માટે:

2 ટેબલસ્પૂન ઘી

1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ

¼ કપ કાજુની પેસ્ટ

1 કપ ફેંટેલું દહીં

¼ કપ બ્રાઉન ઓનિયન પેસ્ટ

1 ટીસ્પૂન ગરમ મસાલા

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

મીઠું સ્વાદ મુજબ

સજાવવા માટે ક્રીમ/મલાઈ અને ફુદીનાના પાન

 

રીત:

ટીક્કી માટે:

  1. તમામ સામગ્રી, એક બાઉલમાં લઇ, બરાબર મિક્સ કરી લો.
  2. તેને હળવે હાથે ટિક્કીનો આકાર આપો.
  3. એક તવા પર ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે બધી ટિક્કીને એક પછી એક શેકી લો.

સબ્જી માટે:

  1. એક પેનમાં ઘી ગરમ કરી, તેમાં લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.
  2. તેમાં કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  3. હવે તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી બરાબર ભેળવી લો.
  4. હવે તેમાં ફેંટેલું દહીં અને બ્રાઉન ઓનિયન પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  5. આ ગ્રેવીમાં ટીક્કી ઉમેરી દો.
  6. ક્રીમ અને ફુદીનાના પાનથી સજાવીને પરાઠા સાથે પીરસો.

પનીર ચટાકા:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

400  ગ્રામ પનીર
1/3 કપ ડુંગળી-લસણ-આદુની પેસ્ટ

1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
2 કપ ટોમેટો પ્યુરી

¼ કપ કાજુની પેસ્ટ

1 ટેસ્પૂન તેલ

3 ટેબલસ્પૂન બટર

3 ટેબલસ્પૂન ક્રીમ

2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

1 ટેબલસ્પૂન કસૂરી મેથી

1 ટેબલસ્પૂન ક્રીમ (મલાઈ) સજાવટ માટે

મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ

 

રીત:

  1. એક પેનમાં બટર અને તેલ ગરમ કરી તેમાં ડુંગળી-લસણ-આદુની પેસ્ટ ઉમેરી, સાંતળી લો.
  2. હવે તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી તેને ખદખદવા દો.
  3. તેમાં ક્રીમ, કાજુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. મીઠું, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  4. પનીરના ટુકડા ઉમેરી, પેનને થોડીવાર ઢાંકી દો, જેથી મસાલો બરાબર ભળી જાય.
  5. ક્રીમ વડે સજાવી, ગરમાગરમ પરાઠા સાથે પીરસો.

eછાપું 

તમને ગમશે: ઉનાળામાં ગરમ થયેલા આત્માને તૃપ્ત કરીને ઠંડક આપતા આઈસ્ક્રીમ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here