ત્રીજી birthday ગીફ્ટ: માતા-પુત્ર અને પુત્રવધુના અનોખા સંબંધ પર એક લઘુકથા

4
441
Photo Courtesy: Google

પુત્રના લગ્ન થાય અને ઘરમાં પુત્રવધુ આવે એટલે થોડા સમયબાદ માતાને એવું લાગે કે પુત્ર હવે પહેલા જેવો નથી રહ્યો અને પુત્રવધુનો થઇ ગયો છે. ત્રીજી birthday ગીફ્ટ આ લઘુકથામાં આ ભાવનાનો છેદ કાઈક અલગ રીતે ઉડાડવામાં આવ્યો છે.

રસીલાબેન હવે બરાબરના ધૂંધવાયા હતા. આજે એમનો જન્મદિવસ હતો અને બપોર થઈ ગઈ હોવા છતાં તેમના દીકરાનો ફોન આવ્યો નહતો. પતિ રસિકભાઈએ કહ્યું પણ ખરું કે આવી જશે ફોન, એમાં આટલી બધી ચિડાય છે શા માટે? કોઈક કામમાં વ્યસ્ત હશે એટલે. નહીતર તારો જન્મદિવસ અને યશ ભૂલી જાય એવું બને જ નહીં! રસિકભાઈએ પત્ની રસીલાબેનને સમજાવતા કહ્યું. પણ રસીલાબેન તો જાણે તેમની વાત સાંભળતા જ ન હતા.

તેમને પાછલા વર્ષનો તેમનો જન્મદિવસ યાદ આવી ગયો જ્યારે યશે સવાર સવારમાં જ પોતાના હાથમાં ગુલાબનું ફૂલ મુકીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી અને તે દિવસે આખો દિવસ યશ રસીલાબેનની સાથે જ રહ્યો હતો અને સાંજે ત્રણેય જણા સાથે હોટેલમાં જમવા ગયા હતા. પણ આજે? આજે એવું નહીં થાય એવું એમને લાગતું હતું. અને આજે જયારે યશનો ફોન ન આવ્યો ત્યારે તેમની આશંકા સાચી ઠરી રહી હતી એવું રસીલાબેનને લાગ્યું. કારણ?? કારણ હતી ઈશિતા! ઈશિતા યશની પત્ની!

ઈશિતા અને યશે પ્રેમ લગ્ન કર્યા છે. અલબત ઘરના તમામ લોકોની મંજુરીથી. આજે તેમના લગ્નને સાત મહિના થઈ ગયા પણ રસીલાબેનને ઈશિતા જરાય ગમતી ન હતા. કારણ તો રસીલાબેનને પણ ખબર ન હતી. બસ જીંદગીમાં પેહલી વાર યશે તેની માની ઈચ્છાની વિરુદ્ધ કોઈ કામ કર્યું હતું અને એ હતા ઈશિતા સાથેના લગ્ન! રસીલાબેનની ઈચ્છા યશને તેમની બહેનપણીની દીકરી રેવતી સાથે પરણાવાની હતી પણ યશે ઈશિતાને પસંદ કરી નાખી હતી એટલે મનેકમે રસીલાબેને યશ અને ઈશીતાના લગ્નની મંજુરી આપી હતી.

ઈશીતામાં કોઈ ખામી ન હતી સુંદર, સંસ્કારી અને ભણેલી હતી ઈશિતા પણ રસીલાબેનના મનમાં તે સ્થાન લઈ શકી ન હતી. એનું એક કારણ તો ઈશીતાના કારણે પેહલી વાર યશે રસીલાબેનની વાત માની ન હતી અને બીજું લગ્નના ત્રણજ મહિનામાં તેઓ બંને અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા.પોતાના પુત્રના દુર જવા માટે રસીલાબેને ઈશિતાને જ દોષી માની હતી અને આજે?? આજે પોતાના જન્મદિવસે પણ. તેના દીકરાને તેની માનો જન્મદિવસ યાદ ના રહ્યો! તેમના યશને!

લાગતું વળગતું: લઘુકથા: સવિતા અને સરિતા

આ એજ યશ હતો જે નાની નાની વાત માટે માને પૂછતો. માની આગળપાછળ ફર્યા કરતો, પણ હવે એ યશ ક્યાં રહ્યો છે! રસીલાબેન વિચારતા હતા. આ તો થવાનું જ હતું જે એકનો એક દીકરો પોતાના માબાપને મુકીને પત્નીના કેહવાથી ઘર છોડીને જતો રહે એ દીકરો પોતાના જન્મદિવસે અહીં આવશે અને પોતાનો જન્મદિવસ ઉજવશે એવી ઈચ્છા રાખવી જ ખોટી હતી.

રસીલાબેન નિરાશ થઈને મનોમન વિચારતા વિચારતા ઘરની બહાર બજારમાં જવા નીકળી ગયા અને કાંઈ જ ખરીદવાનું ન હોવા છતાં બજારમાં ફરતા રહ્યા અને મોડી સાંજે ઘરે પરત આવ્યા અને ઘરે આવ્યા તો આ શું? પોતાના ઘરમાં પ્રવેશતા જ યશે દોડીને મમ્મી happy birthday કેહતાને વળગી પડ્યો. તેમનું ઘર રસિકભાઈ અને ઈશિતાએ સરસ મજાનું શણગારી રાખ્યું હતું અને ઘરમાં રસીલાબેનના સગા-વ્હાલા અને તેમના પિયર પક્ષના લોકો મોટેથી happy birthday ગાઈ રહ્યા હતા અને રૂમની વચ્ચે રસીલાબેનનો યુવાનીના ફોટાવાળો કેક હતો.

રસીલાબેન તો અવાચક થઈ ગયા આવું તો તેમણે ધાર્યું પણ ન હતું. પછી તો યશે જ કહ્યું, “મમ્મી હું તો સવારે જ તને ફોન કરવાનો હતો પણ ઈશિતાએ જ ના પાડી અને કહ્યું કે આપણે મમ્મીને આ રીતે surprise આપીશું. મમ્મી sorry મેં તમને સવારે ફોન ન કર્યો પણ શું કરું જો સવારે ફોન કર્યો હોત તો અત્યારે જે ખુશી તમારે ચેહરા પર જોવા મળી છે એ ના મળત અને અને આ બધું જ PLANNING ઈશિતા એ કર્યું છે અને પપ્પાએ પણ એમાં અમારો ખુબ સાથ દીધો છે.”

યશે પોતાની વાત પૂરી કરી. ત્યાંજ ખૂણામાં ઉભેલી ઈશિતા બોલી, “sorry મમ્મી તમને થોડા હેરાન કર્યા એ માટે! પણ યશે કહ્યું હતું કે તમારો જન્મદિવસ કયારે પણ ઉજવવામાં આવ્યો નથી એટલે જ મે અને યશે આવું PLANNING કર્યું હતું અને હા happy birthday મમ્મી! અને આ તમારી ગીફ્ટ!” એમ કહીને ઈશિતાએ રસીલાબેનના હાથમાં એક કવર મુક્યું. “મારા અને યશ તરફથી! તમારે આ ગીફ્ટ સ્વીકારવી જ પડશે એમાં હું કઈ જ નહીં ચલાવી લઉં. ઈશિતાએ કહ્યું. કવરમાં જોયું તો એમાં સીમલાની ટીકીટ હતી એ સીમલાની જ્યાં જવાનું રસીલાબેન અને રસીકભાઈનું સપનું હતું!

રસીલાબેન તો આશ્ચર્યથી ઈશિતા સામે જોઈ રહ્યા ત્યાં ઈશિતાએ કહ્યું, “અમે અમદાવાદમાંથી અહી TANSFERની વાત કરી નાખી છે. ત્યારે ત્યાં જવું જરૂરી હતું જો તેમ ન કર્યું હોત તો કદાચ આ નોકરી યશના હાથમાંથી જતી રહી હોત એના બદલે થોડા મહિના ત્યાં રહ્યા અને જુવો હવે અમે હવે હંમેશ માટે અહિયાં આવી જશું! આ હતી તમારી બીજી ગીફ્ટ!” એમ બોલીને ઈશિતા તેમના કુટુંબી જનો સાથે વાત કરવા લાગી.

ના..આજે રસીલાબેનને બે ગીફ્ટ નહોતી મળી! ત્રીજી ગીફ્ટ પણ હતી અને સૌથી અમુલ્ય હતી અને એ હતી ઈશિતા તેમની પ્રિય દીકરી!

eછાપું

તમને ગમશે: જો હુકુમ મેરે આકા!! કહેશો એમ કરશે તમારા Smart Phoneનો Smart Assistant

4 COMMENTS

  1. Article saru hatu. Article mara papa no birthday jae 6th August che te babate vicharto kari bidho. Chelle maa te maa bija badha vagda na va. Always love you maa.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here