“મિત્ર એવો શોધવો”… અલ્યા પણ આ ઘોર કળિયુગમાં કેવો મિત્ર શોધવો???

0
715
Photo Courtesy: chartcons.com

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ હોય ને દુ:ખમાં આગળ હોય

એવી જૂની વાત આપણા વડવાઓ કરી ગયા છે અને ઉપર લેખની શરૂઆતમાં આ પંક્તિ એટલે લખી કે તમે કોઈ મોટા લેખકને વાંચતા હો એવી ફિલીગ આવે. પરંતુ જો તમને હાલના જમાનામાં લોકો કેવા મિત્રો પસંદ કરે છે કેવી મિત્રતા શોધે છે એનો ખ્યાલ ન હોય તો આવો જાણીએ કે લોકો ને કેવી મિત્રતા અને કેવા મિત્રો હોય છે અથવાતો હોવા જોઈએ.

Photo Courtesy: chartcons.com
  • એવો મિત્ર શોધવો જોઈએ કે જે તમને રોજ સવારે ભંગાર ગ્રાફિક્સવાળા ગુડમોર્નીગનાં મેસેજ વોટ્સએપ પર ન મોકલે, એવો મિત્ર હોવો જોઈએ કે જે તમને ફક્ત ત્યારે જ મેસેજ કરે જ્યારે એને પોતાને હનુમાનજીવાળો મેસેજ અગિયાર લોકોને ફોરવર્ડ કરવાનો હોય.
  • એવો મિત્ર હોવો જોઈએ જે તમારી દરેક ફેસબુક પોસ્ટ લાઈક કરે ફક્ત ને ફક્ત કોઈ ગુજરી ગયું હોય એવા સમાચારવાળી પોસ્ટ સિવાય અને તમને વોટ્સએપમાં પૂછી જાય કે ફેસબુક પર પોસ્ટ મૂકી છે એ જોક છે? અને જો તમે હા પાડો તો લાઈકવાળું આઇકોન બદલી તેની જગ્યા એ “હા હા હા” બટન પર ક્લિક કરી જાય  અને એની એજ પોસ્ટ ટ્વીટર પર RT કરે અને ફરી Insta પર લાઈક કરે.
  • મિત્ર તો એવો હોવો જોઈએ કે જે તમને રિલાયન્સ જીઓનું પણ રીચાર્જ કરાવી આપે અને રીચાર્જની સગવડ ન હોય લઘર વઘર અમદાવાદીની જેમ છેવટે હોટ-સ્પોટ આપે. મિત્ર એવો હોવો જોઈએ કે જેની જોડે પાવર બેંક હોય અને એના ફોનની બેટરી પણ લો હોય તોય તમને ગેમ રમવા માટે ફોન ચાર્જ કરવા દે.
  • મિત્ર એવો હોવો જોઈએ કે જે તમારા સારા ફોટા ઉપર સરખી કોમેન્ટ કરે અને “હા હા હા” નું બટન ન દબાવે, તમારા ફોટા ઉપર ડોક્ટરને બતાડ એવું લખીને ભાગી ન જાય એવો મિત્ર હોવો જોઈએ.
  • મિત્ર એવો હોવો જોઈએ કે જે બસ પહોચું જ છું, રસ્તામાં જ છું કહીને હજી ઘરે થી જ ન નીકળ્યો હોય અને અડધા મુવીએ તમારે એની ટીકીટ માટે થીયેટરની બહાર આવવું પડે અને પાર્કિગનાં રૂપિયા પણ તું આપી દેજે એવું કહેતો ન હોવો જોઈએ.
  • ફ્રેન્ડ એવો હોવો જોઈએ કે જે વારે ઘડીએ પાર્ટી માંગમાંગ કરે અને પોતે ક્યારેય પાર્ટી ન આપે.
  • મિત્ર એવો હોવો જોઈએ કે જે તમને નવરાત્રીમાં પાસનું સેટીગ કરી આપે અને ફલાણા કોન્સર્ટનાં પાસ આયા છે એવું કહેવા સામેથી ફોન કરે.
  • મિત્ર એવો હોવો જોઈએ કે જેની જોડે INSTA અને ફેસબુક સ્ટોરીમાં ખરેખર કઈક સ્ટોરી જેવું હોય અને દરેક જોક તમને વોટ્સએપમાં ફોરવર્ડ ન કરે અને જ્યારે આનો આજ જોક વોટ્સએપમાંથી ફેસબુક પર પોસ્ટ કરે ત્યારે તમને અને બીજા પચાસને ટેગ ન કરે.
  • દોસ્ત એવો હોવો જોઈએ કે જો સાઈકલ હોય તો એની પાછળ બેસાડીને તમને સ્કુલ લઇ જાય અને સ્કુટર હોય તો ટ્રિપલમાં મેમો ફાટે તો પણ તમને એની પાછળ લઇ જાય.
  • મિત્ર એવો હોવો જોઈએ કે જે તમને Netflix અને Amazon Primeનાં ID, પાસવર્ડ આપીને રાખે.
  • મિત્ર એવો હોવો જોઈએ જે તમારી જોડે PUBG, Mini Militia, Counter Strike Condition Zero, Contra, Mario, Midtown Madness,  જેવી બધી ગેમ ચીટ કોડ નાખ્યા વગર રમે.

તો આવો આ Friend Ship Day નિમિતે આપણા આવા અજુગતા મિત્રોને યાદ કરીને એમને આ લેખના કોમેન્ટ બોક્સમાં ટેગ કરીએ જેથી તેઓ આવા અજુગતા અને અજુગતા જ રહે અને મિત્રતા વર્ષોવરસ સુધી ચાલ્યા કરે એવી શુભેચ્છા સાથે.

લી- વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું 

તમને ગમશે: જો હુકુમ મેરે આકા!! કહેશો એમ કરશે તમારા Smart Phoneનો Smart Assistant

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here