જો સ્ત્રીઓ નાણાંકીય રોકાણ વિષે સમજી જાય તો દરેક કુટુંબ આબાદ થઇ જાય!

0
343
Photo Courtesy: ggindia.com

આ વિધાનને સમજવા એક ઉદાહરણ લઈએ. ધારોકે એક ત્રીસ વર્ષીય ગૃહિણી પોતાને મળતા ઘરખર્ચમાંથી મહીને માત્ર રૂ 500 બચાવે છે હવે જો એ રકમ એ જો ઇક્વિટી મ્યુચ્યુઅલફંડમાં સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIP દ્વારા રોકાણ કરે તો એને 60માં વર્ષે 12% લેખે કુલ એમની મૂડી થાય 17,47,482 રૂપિયા. પરંતુ એ જો આ જ રકમ એની તિજોરીમાં મૂકી રાખશે તો થશે માત્ર રૂ 1,80,000.

એજ રીતે જો કોઈ ત્રીસ વર્ષની ઉમરની કમાતી સ્ત્રી મહીને આવી જ રીતે માત્ર 2861 રૂપિયા ઇક્વિટી SIP માં રોકે તો એની આ રકમ એની 60 વર્ષની ઉંમરે થશે પુરા રૂ એક કરોડ અને એની બચત થઇ માત્ર રૂ. 10,29,960 આને પાવર ઓફ કમ્પાઉન્ડીંગ કહે છે. દરેક ગૃહિણી પોતાના ઘરખર્ચમાંથી કૈક ને કૈક પૈસા બચાવતી જ હોય છે તો આ બચતનું આમ સ્માર્ટલી રોકાણ કરતા એ આપોઆપ ફળદાઈ બની જાય છે.

Photo Courtesy: ggindia.com

આજે સ્ત્રીઓમાં નોકરી એ સામાન્ય બાબત ગણાય છે. હવે માત્ર ગૃહિણી બની રહેતી સ્ત્રી સામે માનભેર જોવાતું નથી અને જયારે સ્ત્રીઓ કમાવા માંડી છે તો માત્ર નોકરી કરી ગદ્ધાવૈતરું આજીવન કરતા રહેવાથી કઈ વળતું નથી. પરંતુ આવકનું આમ યોગ્ય રોકાણ કરવાથી પોતાની અને પોતાના જીવનસાથીની વૃદ્ધાવસ્થા સુધરી જતી હોય છે. પોતે કમાતી સ્ત્રી પોતાના પૈસાનું શું કરવું એનું ભાન ના ધરાવતી હોય તો એ આજીવન ગદ્ધાવૈતરું જ કરતી રહેશે પરંતુ જો એને બચત અને રોકાણ ની સમજણ હશે તો કાયમ સ્વતંત્ર રહી શકાશે કોઈ પાસે એણે હાથ લંબાવવાનો પ્રસંગ નહીં આવે.

આજે માત્ર 23% સ્ત્રીઓ જ પોતાની બચતનું રોકાણ ક્યાં કરવું એનો નિર્ણય જાતે લે છે બાકીની 77% સ્ત્રીઓ માટે આં નિર્ણય એમના પતિ કે પિતા કે ભાઈ લેતા હોય છે આ એક પરાવલંબીની નિશાની છે.

લાગતું વળગતું: બચત નું નાણાંકીય પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા પહેલાં આટલું જરૂર ધ્યાન રાખજો

સ્ત્રીઓ ભલે રોકાણ કરવાનો નિર્ણય ના લે પરંતુ એને પોતાના રોકાણ વિષે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે કારણકે જો જીવનમાં એણે એકલા રહેવાનું આવ્યું તો એ રોકાણને સમજીને એમાં વૃદ્ધિ કરી શકે, નહીં તો એના બધા પૈસા ખર્ચાઈ જશે અને કોઈ સામે એણે હાથ લંબાવવાનો સમય પણ આવી શકે છે.

મારા મતે તો એક ગૃહિણીએ પોતાના કમાતા પતિની આવકનું યોગ્ય રોકાણ કેમ કરવું એની સમજણ કેળવી લેવાથી પુરુષના માથેથી કૌટુંબિક બચતની જવાબદારી ઓછી થાય છે અને એ વધુ કમાવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આને પણ હું એક સ્ત્રીનું ગૃહકાર્ય હોવું એમ જ સમજુ છું અને આ માટે પણ સ્ત્રીઓમાં રોકાણ ની સમજણ હોવી જરૂરી છે.

નાણાકીય રોકાણની સમજણ એ કોઈ રોકેટ સાયન્સ નથી માત્ર થોડી સમજણ અને યોગ્ય જોખમ લેવાની વૃતિ કેળવતા તે આવી જાય છે અને એ રસોઈ કામ કરતા પણ સહેલું છે!!

આમ હવે સ્ત્રીઓ પોતાની આવકના રોકાણના નિર્ણયો પોતે જ લે એવો સમય આવી ગયો છે તો સાથે સાથે કૌટુંબિક જવાબદારીના એક ભાગ રૂપે પણ એ શીખી લે તો આખરે કુટુંબને જ ફાયદો થાય છે અને દંપતી ની વૃધાવસ્થા સુધરે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું   

તમને ગમશે: The Flying Lotus: Demonetization પર એક ભારતીયની અભિવ્યક્તિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here