તમારા કિચનને ધમધમતું કરવા આવી ગયા છે YouTube Videos અને તેના શેફ્સ

1
322
Photo Courtesy: YouTube

છેલ્લા કેટલાક સમયથી Youtube Videos એ આપણા નવા ગુરુ બન્યા છે. કોઈ નવી વસ્તુ શીખવી હોય કે કોઈ નવી Product માટેની સામાન્ય જાણકારી જોઈતી હોય તો આપણે સહુથી પહેલા Google અને પછી Youtube ને આદેશ આપીએ છીએ. હું તો નવા નવા Mobile કે Laptops ના Unboxing Videos પણ Youtube પરથી જોતો હોઉં છું, આ સિવાય ઢગલો બધી Motivational Speecheના videos નો પણ ત્યાં ભંડાર લાગેલો છે. આજે આપણે અહીંયા નવી Technology કે Motivational Speech વિષે સહેજપણ વાત નથી કરવાના, આજે આપણે અહીંયા Top 5 Indian Youtube Cooking Channels વિષે વાત કરવાના છીએ. આમ તો અમારા eછાપું ના આકાંક્ષા ઠાકોરની  cooking column ‘ફૂડ મૂડ’ તો દર ગુરુવારે પબ્લિશ થાય જ છે પણ આજે થયું ચાલો આપણે એમના સબ્જેક્ટને થોડો Technology Touch આપીએ.

Photo Courtesy: YouTube

Nisha Madhulika

મે 2011 થી Nisha Madhulika ની Youtube Channel ચાલુ છે અને અત્યારે 4,939,418 જેટલા subscribers તેઓ ધરાવે છે. દર અઠવાડિયે 3 નવા Videos તમને અહીંયા જોવા મળશે. Nisha Madhulika વિષે સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે તેઓની Dishes માં સામાન્ય વ્યક્તિ પણ બહુ સરળતાપૂર્વક તેમની વાનગીઓ બનાવી શકે તેનું તેઓ ધ્યાન રાખે છે. ઘરે બેઠા જ ચણાંજોર ગરમ કે પછી બ્રેડ બેસન ટોસ્ટ કઈ રીતે બનાવી શકાય તે તમને તેમની ચેનલ પર શીખવા મળી શકે છે. આ સિવાય લગભગ તમામ પ્રકારની ભારતીય મીઠાઈઓમાં પણ તેઓએ મહારથ મેળવેલ છે અને તમામ Videos તમને તેમની Youtube channel પર મળી જશે.

Tarla Dalal

જયારે Cooking ની વાત આવે ત્યારે Cooking Queen ને કઈ રીતે ભૂલી શકાય, 3 જૂન 1936 માં જન્મેલ અને 6 નવેમ્બર 2013 માં સ્વર્ગસ્થ થયેલ તરલા દલાલ ની Team દ્વારા હજુ ય તેમની YouTube Channel ને ઓપરેટ કરવામાં આવે છે અને ત્યાં આશરે 6 લાખ જેટલા Subscribers તમને જોવા મળશે. Tarla Dalal ની પહેલી Cooking Book 1976 માં આવેલી અને એ પછી એમણે ક્યારેય પાછું ફરીને નથી જોયું.  100 થી વધુ Books અને એમની Website પર 17000 કરતા વધુ વાનગીઓનો રસથાળ પીરસાયેલો છે. આજની તારીખે પણ દર અઠવાડિયે ૨-૩ Videos એમના Youtube Channel પર આવતા રહે છે. Mini Burger હોય કે પછી Bread Poha અથવા તો Oats ની અલગ અલગ વાનગીઓ તમને Temni Channel પરથી જોવા, જાણવા અને શીખવા મળી રહેશે.

લાગતું વળગતું: iPhone ધારકો માટે WhatsApp લાવ્યું નવું YouTube અપડેટ

CookingShooking  Hyderabad ના યમન અગ્રવાલ  જેઓ પોતે ખાવા-ખવડાવવાના ખુબ શોખીન છે તેમની YouTube channel પર તમને નવી નવી વાનગીઓનો રસથાળ તેમના videos થકી જોવા મળશે. Barbecue હોય કે પછી Sizzling Sizzlers ની અફલાતૂન નવી વાનગીઓ તમને Cooking Shooking ની Youtube Channel પર જોવા મળશે. યમન અગ્રવાલ દ્વારા CookingShooking ની 2 Channel ચલાવવામાં આવે છે. પહેલી ચેનલમાં તમને English Videos મળશે જયારે બીજીમાં તમને Hindi videos મળી રહેશે. આ channel પર તમને ઘરે બેઠા No Egg, No Oven Cookies કઈ રીતે બનાવી શકાય એ જાણવા મળશે તથા બહાર Hotel જેવું જ Soft Paneer કઈ રીતે બનાવી શકો એ ય જાણવા મળશે. છેલ્લા કેટલાક સમયથી પ્રખ્યાત થયેલ Burger King ની Crunchy Onion Rings ઘરે બેઠા કઈ રીતે બનાવી શકો છો તે તમને CookingShooking પર યમન અગ્રવાલ શીખવાડી દેશે.

Hebbars Kitchen

સુદર્શન હેબ્બર અને અર્ચના હેબ્બર દ્વારા Hebbars Kitchen નામની Youtube Channel ચલાવવામાં આવે છે. સહુથી પહેલા મજ્જાની વાત એ કે આ ચેનલ અર્ચના હેબ્બર  દ્વારા શરુ કરવામાં આવેલી અને પછી એમના પતિદેવ પણ તેમાં જોડાઈ ગયા. 2016 માં એક Blog દ્વારા શરૂઆત થયેલી અને એ પછી આજે India ની Top 5 Cooking Youtube Channels માં 3rd Rank તેઓ ધરાવે છે. શરૂઆતના સમયે ઘરગથ્થું અથવા તો local Dishes થી શરૂઆત થયેલી અને આજે લગભગ તમામ ભારતીય dishes તથા ઘણીખરી વિદેશી Food Dishes પણ તમને તેમની Channel પર શિખવા મળી જશે. Oats Dishes હોય કે પછી Ragi ની કોઈ Fancy Item અથવા તો ચાર અલગ અલગ પ્રકારની Breakfast Special ચટણી કઈ રીતે બનાવી શકો તે પણ તમને અહીંયા જોવા તથા શીખવા મળશે.

October 2011 માં Rajshri Films દ્વારા તેમની Youtube Channel શરુ કરાઈ હતી અને તેમાં વરુણ ઈનામદાર, નુપુર, રૂચી ભરાની જેવા Gennext Chefs ની મદદ દ્વારા નવા નવા Videos Upload થાય છે. Quick Food હોય કે પછી પારંપરિક dish હોય તે તમામ અહીંયા તમને શીખવા મળશે. ઘરે સગડી વગર તમે કઈ રીતે Barbecue Food ની મજ્જા લઇ શકો છો તે તમને અહીંયા શીખવા મળશે (બંદા અહિયાંથી ઘણી ઘણી dishes શીખી અને Sunday Cook બની રહ્યા છે :P) Eid સમયે ખાસ વાનગીઓ તો પછી Monsoon Food Cravings ને સંતોષવા તેનું એક અલાયદું Playlist તમને અહીંયા મળી જશે.

તો કેવી રહી આજની Food Express ?? તમે આમાંથી કઈ dish બનાવવાનું વિચારી રહ્યા છો ? અમારી eછાપું ની Team તમારે ત્યાં ધામો નાખવા આવવા તૈયાર જ છીએ અને હા અમારા In House Chef  આકાંક્ષા ઠાકોર તો તમારી મદદે આવવા તૈયાર જ છે. તો બોલો ક્યારે આવીએ ??

eછાપું

તમને ગમશે: eછાપું Exclusive: ચેતન ધનાણી નિરાભિમાની વ્યક્તિત્વ ધરાવતા દમદાર અભિનેતા

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here