ઓનલાઈન ખરીદી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ રહી

0
735
Photo Courtesy: techprevue.com

ગયા લેખમાં આપણે કેશઓન ડિલીવરી અને ઓનલાઈન પેમેન્ટમાંથી કયો વિકલ્પ સારો રહેશે તેની ચર્ચા કરી હતી. અહીંયા અપને ઓન લાઈન ખરીદી માટે કઈ વેબસાઈટ સારી છે અથવા આપણે જે ખરીદી કરી રહ્યા હોય તે વેબસાઈટ સેફ છે કે નહીં તેના વિષે માહિતી મેળવીશું.

Photo Courtesy: techprevue.com

દુનિયાની પહેલી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Amazon.com છે જે 1994માં ચાલુ થઇ હતી તેના પછી એક વર્ષ પછી ebay.com 1995માં આવી. ભારતમાં આવી પહેલી વેબસાઈટ ફ્લિપકાર્ટ (flipkart.com) છે જે 2007માં આવી અને અત્યારે તો ઢગલો વેબસાઈટ થઇ ગઈ છે અને ઓનલાઈન ફ્રોડ પણ વધ્યા છે તેના લીધે લોકોનો ઓનલાઈન ખરીદીનો વિશ્વાસ ડગુમગુ થઇ રહ્યો છે

ભારત માં ઓન લાઈન ખરીદી કરવા માટે નીચે ની બાબતો પર ધ્યાન રાખવા જેવું છે.

તમે જયારે ઓન લાઈન ખરીદી કરો છો તો પહેલા તમારે વેબસાઈટ નું URL ચેક કરી લેવું જોઈએ. એડ્રેસબારમાં ડાબી બાજુ HTTPS  છે કે નહીં તે પહેલા તો જોઈ લેવું જોઈએ. HTTPS અને LOCKનું ગ્રીન નિશાન હોય તો તે સાઈટ સેફ સમજવી અને જો ખાલી HTTP હોય તો તે સાઈટ સેફ નથી. તેવી વેબસાઈટમાંથી ખરીદી કરવી તમને સરવાળે મોંઘી પડી શકે છે.

એક વાત સમજી લેવી જરૂરી છે કે આખા ભારતમાં એવી કોઈ જ વેબસાઈટ નથી કે જે 50,000 નો મોબાઈલ તમને 12000માં કે 6000માં આપે. આવી વેબસાઈટ કે આવી સોશિયલ મિડિયામાં આવતી પોસ્ટ ફેક જ હોય છે તેમાં તમે કેશ ઓન ડિલીવરી અને ઓનલાઈન પેમન્ટ બંને રીતમાંથી કોઈ પણ રીતે તમે ખરીદી કરશો તો તમે 100 ટકા છેતરશો જ!

(એકઝામ્પલ : જો  iPhoneનો ભાવ રૂ. 50,000 હોય અને એ iPhone તમને રૂ. 20,000માં કે તેનાથી ઓછી કિંમતમાં એક જ વેબસાઈટમાં મળતો હોય તો તે 100% ફેક વેબસાઈટ જ છે.)

જયારે તમે ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે જે વેબસાઈટમાંથી શોપિંગ કરો છો તેના રીવ્યુ ગૂગલના ઉપયોગથી  ખાસ જોઈ લેવા જોઈએ તો તમને ખ્યાલ આવી જશે કે આ વેબસાઈટ વિશ્વાસ કરવા જેવી છે કે નહીં.

લાગતું વળગતું: ટકાઉ સફળતા માટે જેફ બેઝોસ વીસ વર્ષ પહેલા બોલ્યા હતા

કોઈક વાર એવું બને કે HTTPS વાળી વેબસાઈટ હોય અને સારું structure પણ હોય તો પણ કઈ રીતે ખબર પડે કે ફેક સાઈટ છે કે નહીં?

આવી વેબસાઈટ બની શકે કે સાચી પણ હોય પરંતુ તેમાં પણ ઓડૅર આપતા પહેલા તમારા માટે ગુગલ પર તેમજ વેબસાઈટની અંદર પણ કેટલીક બાબતો ચેક કરી લેવી હિતાવહ રહેશે.

વેબસાઈટ ની અંદર નીચે મુજબ ના વિકલ્પ ચેક કરવા

  • પહેલા તો વેબસાઈટની નીચે તેની કોન્ટેક્ટની માહિતી છે કે નહીં.
  • પછી તે વેબ સાઈટમાં પ્રોડક્ટ રિટર્ન પોલિસી છે કે નહીં તે ચેક કરવું અને જો આવી પોલીસી હોય તો તે કેવી છે એ ધ્યાનથી વાંચવું.
  • તમે જે પ્રોડક્ટ ખરીદી રહ્યાં હોવ તેની ઓરીજીનલ કિંમત શું છે તે અન્ય સ્ત્રોત પાસેથી જાણી લેવી જોઈએ અને આ વેબસાઈટ જ કેમ આટલું બધું આપે છે તેના વિશે પણ વિગતવાર શાંતિથી વિચારવું જોઈએ.
  • તમે જે પ્રોડક્ટ ખરીદી કરવાનું વિચારી રહ્યા હોવ તેનું Description જોઈ લેવું જોઈએ અને વોરન્ટી ગેરન્ટી પણ જોઈ લેવી જોઈએ.

આટલી જાણકારી તમે ધ્યાનમાં રાખશો તો તમે ઓનલાઈન ખરીદી વખતે તમારી સાથે ફ્રોડ થવાના ચાન્સ ઓછા થઇ જશે.

એવું નથી કે બધીજ નવી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્રોડ જ હોય પણ હા તમે આખો બંધ કરીને વિશ્વાસ તો ન જ કરી શકોને?

જો તમને કોઈ વેબસાઈટમાંથી વસ્તુ મંગાવતા કોઈ સંકોચ હોય તો પહેલા 100  રૂપિયા સુધીનો ઓડૅર કરી ને જોઈ શકો છો અને પછી વેબસાઈટની સેવા જોઇને તો ખ્યાલ આવી જ જશે કે આ વેબસાઈટ બરાબર છે કે નહીં.

અહીંયા અમે ભારત માં જે સારી વેબ સાઈટ છે તેનું એક લિસ્ટ આપી રહ્યાં છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

www.Flipkart.com

www.Amazon.in

www.Snapdeal.com

www.Jabong.com

www.Myntra.com

www.Infibeam.com

www.firstcry.com

www.lenskart.com

ઘણા લોકોને આ આ વેબસાઈટનો પણ ખરાબ અનુભવ થયો હશે. તમે જોઈ હોય તેના કરતા સાવ અલગ વસ્તુ તમારી સુધી પહોંચી હોય અથવાતો તેને રિટર્ન કરવા માં પણ તકલીફ થઇ હોય એવું બની શકે છે.

પરંતુ આ તમામ વેબસાઈટ તો સારી વસ્તુ આપવાની સતત કોશિશ કરતી હોય છે પરંતુ તેમાં પણ ઘણા ફેક સેલર હોવાથી આવું બનતું હોય છે. તો આવા ફેક સેલર્સથી કેવી રીતે બચીને રહેવું જોઈએ તેની ચર્ચા આપણે પછીના લેખમાં કરીશું.

eછાપું

તમને ગમશે: ઉનાળામાં થતા Food Poisoning થી તમે જરૂર બચી શકો છો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here