હાઉસ વાઇફ ની એકમાત્ર લાઇફ લાઈન કઈ એ તમે જાણો છો?

0
483
Photo Courtesy: hotstar.com

આમ તો ગૃહિણી એટલે કે હાઉસ વાઇફ પર આધારિત ઘણાં લેખો, ફિલ્મો, નાટકો બનતા હોય છે જેમાં ગૃહિણીનું ક્યારેક દયાજનક તો ક્યારેક એક્દમ મજબૂત કેરેક્ટર બતાવવામાં આવે છે. હા, એ કેરેક્ટર કન્વીસીંગ છે કે નહીં તે તો જે-તે સંજોગ અને પરિણામ ઉપર નિર્ભર કરે છે.

હાઉસ વાઇફ હોવું એ એક સ્ત્રી માટે અચીવમેંટ છે. સવારથી રાત સુધી એક જ ધ્યેય, “ઘર અને ઘરનાંને સાચવીને રાખો”. ઘણું અઘરું છે આ કામ જેની સેલરી નથી આપવામાં આવતી, પણ એક યા બીજી રીતે એની કદર ચોક્કસપણે કરવામાં આવે છે.

Photo Courtesy: hotstar.com

સમય બદલાયો છે હવે. દયાજનક પરિસ્થિતિમાંથી સ્વતંત્રતા મળી છે આજની હાઉસ વાઇફને. હંમેશા બીજા માટે સમય ફાળવી ફરજ બજાવતી સ્ત્રી, પોતાને માટે પણ સમય ફાળવતી થઈ છે. બ્યુટિ પાર્લર, જિમ, યોગ સેંટર, કિટ્ટી પાર્ટી અને હવે તો રેસ્ટોરન્ટ્‌સમાં સ્ત્રીઓની ભીડ પણ આ વાતની ચાડી ખાય છે. પણ જિમ કે યોગ સેંટરમાં ઘણી સ્ત્રીઓ જઈ શકતી નથી કેમ કે તેમને માટે એ સમય કાઢવો પણ મુશ્કેલ છે. અને બ્યુટિ પાર્લર કે રેસ્ટોરન્ટમાં જવાય તેવી શક્યતા મહિને – બે મહિને એકવાર કદાચ ઉભી કરી શકાય છે.

જરા વિચારીએ તો એક હાઉસ વાઇફ, જે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય, તેનો દિવસ સામાન્ય રીતે વડીલોને સાચવવામાં અથવા બાળકોને સાચવવામાં પસાર થાય છે. જો બાળકો ભણતાં હોય તો સવારે તેમનાં સ્કૂલ કે કોલેજ ગયા બાદ, ઘરનાં વડીલો અને ઘરકામ બંને વચ્ચે તેની સવાર ક્યાં બપોર સુધી પહોંચી જાય છે તેની તેને ખબર પડતી નથી. અને બાળકોના ઘેર આવ્યા પછી પણ તેમની બીજા દિવસની તૈયારીઓ, સાંજની રસોઈ, વિગેરેમાં તેની રાત પડી જાય છે.

સવારથી ઑફિસ ગયેલા હસબંડ સાંજે ઘેર પાછા આવે ત્યારે પણ સ્ત્રી તો રસોડામાં વ્યસ્ત હોય અથવા તો ઘરના અન્ય કામોમાં. રાત્રે જમ્યા પછી જ્યારે તે હસબંડ સાથે બે ઘડી વાત કરે કે બહાર આંટો મારવા જાય, ત્યારે તેને સંતોષ થાય છે.

લાગતું વળગતું: સ્ત્રી અને પુરુષ વચ્ચેની ફ્રેન્ડશિપ- પવિત્રતા અને મર્યાદાનું ઝરણું

એટલે અલ્ટિમેટલી, એક હાઉસ વાઇફ પોતાનો પોણા ભાગનો સમય 60-70 વર્ષીય વડીલો સાથે અને તેનાં બાળકો સાથે વિતાવે છે. હસબંડ સાથે શાંતિથી વાત કરવા માટે તો તેને શનિવાર અને રવિવારની રાહ જોવી પડે છે. એવામાં, અઠવાડિયામાં પાંચ દિવસ સુધી તેને તેની ઉંમર પ્રમાણે કંપની મળતી નથી. આ એક એવો મુદ્દો છે, જે વિચાર માંગી લે છે.

સાઇકોલોજી એવું કહે છે કે આપણે આપણી ઉંમરની વ્યક્તિઓ સાથે વધારે સારી રીતે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. રીઝન જે હોય તે પણ મારા મત મુજબ, સરખી ઉંમરની વ્યક્તિઓને એકબીજાને સમજવા માટે સમય લાગતો નથી. કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવા માટે એકબીજાનાં અનુભવ કામ લાગે છે. વડીલો પાસેથી ચોક્કસ અનુભવ લઈ શકાય પણ ઉંમરનો તફાવત “સમજદારી” ની સામે આવી જ જાય છે જેને આપણે જનરેશન ગેપ પણ કહીએ છીએ.

સ્ત્રીને , ખાસ કરીને હાઉસ વાઇફને પોતાના અનુભવો શેર કરવા માટે તેની ઉંમરની વ્યક્તિ સાથે સંકળાયેલા રહેવું જરૂરી છે. અને એટલે જ મિત્રો હોવા જરૂરી છે. એ પછી સ્કૂલ ગ્રુપ હોય, કોલેજ ગ્રુપ હોય, પડોશમાં રહેતી મિત્ર હોય કે whatsapp ગ્રુપ હોય. હમઉમ્ર સાથે વાત કરવી એ એક સામાન્ય પરિસ્થિતિ છે. એના ફાયદા પણ ઘણાં છે.

જેમ કે, સ્વાભાવિક ચર્ચાઓ કરવી, ઘરનાં સભ્યોથી કોઈ ઇસ્યુ હોય તો તેનું ડિસ્કશન કરીને અનુભવો પરથી યોગ્ય નિર્ણયો લેવા, અલગ – અલગ વિષયો ઉપર ચર્ચા કરીને જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન વધારવું જેથી કરીને સમય સાથે ચાલી શકાય,બાળકો વિશે પણ જાણવા મળે, દુનિયાથી દૂર રહીને પણ દુનિયા સાથે સંકળાયેલા રહેવાય વિગેરે વિગેરે. પણ મિત્રો સાથે સમય પસાર કરવાની સૌથી મોટો ફાયદો એ છે કે  “ડિપ્રેશન” ને આસાનીથી ભગાડી શકાય છે.

બધી જ ગૃહિણીઓ ક્યારેક તો ડિપ્રેશનનો ભોગ બને જ છે. “મોનોટોનસ લાઇફ સ્ટાઇલ, બહારની દુનિયાથી દૂર, કમ્યુનિકેશન ગેપ, સોશિયલાઈઝેશનથી દૂર, પોતાના ઘરમાં રહેવાથી હસબંડ પર થતી શંકા ” જેવાં અનેક કારણો, ડિપ્રેશન લાવવા માટે ઇનફ છે. આ ઉપરાંત, પોતાની ફાઇનાન્સિયલ ડીપેન્ડન્સી પણ ક્યારેક ડિપ્રેશન તરફ લઈ જાય છે. આવી દરેક પ્રકારની પરિસ્થિતિમાં જો એક કે તેથી વધુ મિત્ર હોય તો તેને મનની વાત કરીને, એક ગૃહિણી તેનું ટેન્શન દૂર કરી શકે છે.

એકબીજાનાં પરિશ્રમને ડિસ્કસ કરીને પોતાના જીવનથી સંતોષ માની લે છે. અને ક્યારેક ક્યારેક રૂબરૂ મુલાકાત લઈને પણ ફ્રેશ થઈ જ શકે છે. લાઇફની સ્ટાઇલ ચેંજ કરજો, લાઇફનો ટાઇમ નહીં કેમ કે ટાઈમ તો કોઈને માટે ઊભો નહીં રહે. જીવન એક જ છે, તેને કેમ માણવું એ આપણા હાથમાં છે.

જો આપ હાઉસ વાઇફ છો અને મારી વાત સાથે સંમત છો તો અચૂક કમેંટ કરજો અને આ આર્ટિકલ તમારા મિત્રો સાથે શેર કરજો. જીવનમાં મિત્રો હોવા જરૂરી છે, જે આપણને સમય સાથે ચલાવે છે.

અસ્તુ.

eછાપું

તમને ગમશે: Thanos એક વાર આવ મારા મલકમાં – એક અર્બન ગુજરાતી ચલચિત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here