ઝરમર વરસાદમાં ભરેલા બટેટા સાથે સ્પાઈસી અનીયન્સ ખાવાની કેવી મજા પડે?

0
603
Photo Courtesy: femina.wwmindia.com

મોડી મોડી પણ આપણા ગુજરાતમાં હવે વર્ષા ઋતુ મૂડમાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. આમતો શ્રાવણ મહિનો સરવરીયા માટે પ્રખ્યાત છે અને જો આવો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બારીમાંથી કે ગેલેરીમાં બેઠાબેઠા એને જોતા હોવ અને સાથેસાથે ભરવા આલૂ એટલેકે ભરેલા બટેટા જેવો ગરમાગરમ નાસ્તો ડીશમાં હોય તો એ ઝરમર વરસાદ જોવાની મજા બમણી થઇ જાય કે નહીં?

આ તો ઓછું છે, પરંતુ જો આ જ ભરવા આલૂ સાથે ખાવા માટે સ્પાઈસી અનીયન્સ એટલેકે આપણને હોટલમાં જાંબલી રંગની સમારેલી ડુંગળીનું સેલડ મળે છે એવુંજ સેલડ મળી જાય તો? મોઢામાં પાણી આવી ગયુંને? તો ચાલો જાણીએ મોઢામાં પાણી ભરી દેતી બે વાનગીઓની રેસીપી.

સ્પાઈસી અનીયન્સ

Photo Courtesy: wikimedia.org

સામગ્રી

2 મધ્યમ કાપેલી ડુંગળી

4 ટી સ્પૂન ટોમેટો કેચઅપ

2 ટી સ્પૂન લીંબુનો રસ

2 ટી સ્પૂન ખાંડ

2 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર

2 ટી સ્પૂન કાપેલી મેથી (લીલી)

2 ટી સ્પૂન કાપેલી કોથમીર

મીઠું જરૂરિયાત મુજબ

ટોપીંગ્સ માટે

2 ટી સ્પૂન લીલા મરચાનો સોસ

ચાટ મસાલો જરૂરિયાત મુજબ

રીત:

  1. મધ્યમ કાપેલી ડુંગળીને એક મોટા બાઉલમાં ઉપર જણાવેલી માત્રામાં લીધેલા લીંબુના રસ અને ટોમેટો કેચઅપમાં એક દિવસ માટે મેરીનેટ કરવા મૂકી દો.
  2. કાપેલી લીલી મેથી અને કોથમીરને એક બીજા બાઉલમાં મુકો.
  3. બીજે દિવસે સવારે કાપેલી અને કોથમીર સાથે મીઠું, ખાંડ, લાલ મરચાનો પાઉડર ઉમેરીને મેરીનેટ કરેલી ડુંગળીમાં ઉમેરી દો.
  4. અલગ પ્લેટમાં લઈને તેને ભરવા આલૂ સાથે સર્વ કરો.

આ તો થઇ સ્પાઈસી અનીયન્સ, પરંતુ તેને ખાવાની અસલી મજા તો ત્યારેજ આવશે જ્યારે તેની સાથે કોઈ ગરમાગરમ વાનગી હશે. ચોમાસામાં વળી ગરમાગરમ વાનગીઓ ખાવાની અમસ્તીય ઈચ્છા થઇ જતી હોય છે. તો ચાલો જાણીએ એક એવી જ વાનગીની રેસીપી જે તમે ગરમાગરમ ખાઈ શકો છો અને તે પણ સ્પાઈસી અનીયન્સ સાથે જેથી તમારા સ્વાદની મજા ડબલ થઇ જશે!

લાગતું વળગતું: બંગાળના પાંચ ફોરોન મસાલા દ્વારા બનેલી એક મજેદાર વાનગી

ભરવા ફલદારી આલૂ

Photo Courtesy: femina.wwmindia.com

સામગ્રી:

4 મધ્યમ સાઈઝના બટેટા

2 ટેબલ સ્પૂન ખાદ્ય તેલ

4 કપ પાણી

ફિલિંગ માટે

50 ગ્રામ ફોલેલું દાડમ

50 ગ્રામ સમારેલું જામફળ

50 ગ્રામ ચીઝ

1 ટેબલ સ્પૂન સમારેલું આદુ

1 ટી સ્પૂન એલચી

1 ટી સ્પૂન લાલ મરચાનો પાઉડર

અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાઉડર

2 ટેબલ સ્પૂન સુકી કાળી દ્રાક્ષ

2 ટેબલ સ્પૂન સુકું ખજૂર

2 ટેબલ સ્પૂન કાજુ

50 ગ્રામ સમારેલું પાઈનએપલ

50 ગ્રામ સમારેલું સફરજન

1 ટેબલ સ્પૂન સમારેલું લસણ

1 ટી સ્પૂન સમારેલું લીલું મરચું

અડધી ટી સ્પૂન સુકી કેરીનો પાઉડર

અડધી ટી સ્પૂન ચાટ મસાલો

અડધી ટી સ્પૂન કાલા નમક

મીઠું જરૂરિયાત અનુસાર

ડ્રેસિંગ માટે

100 ગ્રામ દહીં

50 ગ્રામ ફ્રેશ ક્રીમ

2 ટેબલ સ્પૂન કોથમીર પેસ્ટ

¼ કોથમીર પાઉડર

50 ગ્રામ કાજુની પેસ્ટ

1 ટી સ્પૂન લાલ મરચાની પેસ્ટ

2 ટેબલ સ્પૂન ફુદીનાની પેસ્ટ

¼ ટી સ્પૂન કાચી કેરી

¼ ટી સ્પૂન મસાલા પાઉડર

રીત:

  1. બટેટાની છાલ કાઢીને એક અલગ વાસણમાં રાખી દો અને ત્યારબાદ તેમાં સામાન્ય ઠંડુ પાણી ઉમેરીને ગેસ પર ઉંચી ફ્લેમ પર મુકો.
  2. એકવાર પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને બટેટાને એ જ પાણીમાં પાંચ મિનીટ સુધી રાખી મુકો.
  3. હવે વધારાનું પાણી કાઢી નાખો અને બટેટાને ટીશ્યુથી સુકવી દો.
  4. હવે એક કઢાઈ લો અને તેને ઉંચી ફ્લેમ પર મુકો અને તેમાં પૂરતું તેલ લઈને બટેટાને ડીપ ફ્રાય કરો.
  5. એક વખત બટેટા ડીપ ફ્રાય થઇ જાય પછી તેની વચ્ચેનો ભાગ કાઢી લો.
  6. હવે એક પેનને ધીમી ફ્લેમ પર મુકો અને તેમાં ફોલેલું દાડમ, જામફળ, સફરજન, પાઈનએપલ, આદુ, ચીઝ, લસણ, દ્રાક્ષ, કાજુ, ખજૂર અને લીલું મરચું સાંતળો
  7. તેમાં કાલા નમક, ચાટ મસાલો, સુકી કેરીનો પાઉડર, એલચીનો પાઉડર, જીરાનો પાઉડર, મરચા પાઉડર અને મીઠું ઉમેરો.
  8. બે મિનીટ બાદ પેનમાંથી આ સ્ટફિંગ બહાર કાઢી તેને એક મધ્યમ સાઈઝના બાઉલમાં પાંચ મિનીટ માટે ઠંડુ પાડવા મુકો.
  9. કોટિંગ માટે મધ્યમ સાઈઝનું બાઉલ લો અને તેમાં દહીં, ફ્રેશ ક્રીમ, લાલ મરચાનો પાઉડર, મીઠું, ફૂદીનાની પેસ્ટ, કાચી કેરી, કોથમીરની પેસ્ટ, કોથમીરનો પાઉડર, ગરમ મસાલો અને કાજુની પેસ્ટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી બાજુમાં રાખી દો.
  10. હવે બટેટા લો અને કોટિંગ અગાઉ બનાવેલું સ્ટફિંગ તેમાં ખાલી કરેલી જગ્યા પૂરેપૂરી ભરાઈ જાય એ રીતે સ્ટફ કરો.
  11. હવે આ બટેટાને પ્રી હીટેડ અવનમાં સળિયાઓમાં ભરાવીને 250 ડિગ્રીએ આઠ થી દસ મિનીટ માટે મૂકી દો.
  12. હવ બટેટાને બહાર કાઢીને દરેક બટેટા પર ઘી અથવાતો તેલ થોડી માત્રામાં ચોપડી દો.
  13. દરેક બટેટાને અડધા ભાગમાં કાપી તેના પર આગળ બનાવેલું કોટિંગ સજાવીને ગરમાગરમ સર્વ કરો.

eછાપું

તમને ગમશે: OnePlus 6 તમે ખર્ચેલા રૂપિયાની પાઈ પાઈ પરત કરે એવો સ્માર્ટફોન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here