સુપર સ્ટાર મલ્હાર ઠાકર પોતાને સુપર સ્ટાર કહેવડાવવાનું પસંદ કેમ નથી કરતા?

7
321
Photo Courtesy: Malhar Thakar Facebook Page

આજના ઘણા યુવાનોમાં ફેવરિટ હીરો તરીકે બોલિવુડના નહીં પણ આપણા પોતાના ગુજ્જુ કલાકારોનું નામ ટોચ પર છે જે ગુજરાતી ફિલ્મોની વધતી જતી લોકપ્રિયતાની સાબિતી છે અને આ બધામાં અગ્રેસર એટલે જેની રગ રગ માં અભિનયનો કીડો સળવળી રહ્યો છે એવો વિકીડો ઉર્ફે મલ્હાર ઠાકર. તો જોરદાર સ્વાગત છે મલ્હાર ઠાકરનું  none other than fryday ફ્રાયમ્સમાં….

Photo Courtesy: Pankaj Pandya

પંકજ પંડ્યા : વેલકમ મલ્હાર…

મલ્હાર ઠાકર : થેન્ક્સ…

પંકજ પંડ્યા : IGFF માં વાડીલાલ આઈકોન ઓફ ધ યર એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

મ.ઠા : ખૂબ ખૂબ આભાર..

પંકજ પંડ્યા : તમને તો વાડીલાલ આઇકોન (એવોર્ડ) હમણાં જ મળ્યો… મેં તો વર્ષો પહેલાં જ વાડીલાલ આઈ (સ્ક્રીમ) કોન મેળવેલો…

મલ્હાર ઠાકર : હાહાહાહા… પણ તમારામાં સ્ક્રીમ વધારાનું આવ્યું…

પંકજ પંડ્યા :  તમને એવોર્ડ મળ્યો ત્યારે તમે પણ ખુશીના માર્યા  scream કર્યું જ હશે ને ?

મ.ઠા : હાહાહાહા….. હાહાહાહા

પંકજ પંડ્યા : પહેલાં નાટકો અને હવે ફિલ્મો…  કેવી રહી સફર…

મલ્હાર ઠાકર : મજેદાર…. મને મંચ કયું છે એની ફિકર નથી હોતી… ખરેખર તો આ દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોત પોતાના ભાગે આવેલ પાત્રો સહજીકતાથી નિભાવીએ છીએ…. સદનસીબે મને કારકિર્દીમાં અભિનય કરવાની તક મળી રહી છે જે હું સાહજીકતાથી નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું…

પંકજ પંડ્યા : . ફિલ્મોમાં કામ મળ્યા પછી નાટકો વિશે શું વિચારો છો?

મ.ઠા : નાટકે જ તો મને જિંદગીમાં આગળ વધવાની પ્રેરણા આપી છે…

પંકજ પંડ્યા : કઈ રીતે ?

મલ્હાર ઠાકર : ના…ટક…   એક જગ્યાએ ટકીને ચોંટી નહીં રહેવાનું… સદા આગળ વધતા રહેવાનું…

પંકજ પંડ્યા : વાહ… માની લો કે તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો… આજની ડેડ લાઇન છે… છેલ્લો દિવસ છે  અને ઘણુંખરું કામ બાકી છે…… શું ચાલી રહ્યું છે તમારા મનમાં ?

મ.ઠા : થઈ જશે….

પંકજ પંડ્યા : વાહ..  સુંદર અભિગમ….

મલ્હાર ઠાકર : આ જ અભિગમ કામ લાગે…. ટેન્શનનાં પોટલાં માથે લઈને ફરવાથી કઈ ના વળે..

પંકજ પંડ્યા : સાચી વાત…

મ.ઠા : દરેક વ્યક્તિ જન્મે એટલે પાસપોર્ટ તૈયાર જ હોય છે… ખબર નહીં રિટર્ન માટેનો વિઝા ક્યારે નીકળી જાય અને ક્યારે ટિકિટ ફાટી જાય…

પંકજ પંડ્યા : હાહાહાહા….. તમે દુનિયાદારી બરાબરની પચાવી જાણી છે…

લાગતું વળગતું: eછાપું Exclusive: ચેતન ધનાણી નિરાભિમાની વ્યક્તિત્વ ધરાવતા દમદાર અભિનેતા

મલ્હાર ઠાકર : હાસ્તો….  બધી વસ્તુઓ કેશ ઓન ડિલિવરી ના મળે… મન ગમતું જોઈતું હોય તો સંકુચિતતાની દીવાલો તોડી બહાર નીકળવું પડે….

પંકજ પંડ્યા : એ તો સમજ્યા… પણ આરામ પણ જરૂરી છે….

મ.ઠા :  કઠોર પરિશ્રમ એ જ શ્રેષ્ઠ રસ્તો  છે…

પંકજ પંડ્યા: એટલે તમે કઠોર ખરા…

મલ્હાર ઠાકર : ટોપા

પંકજ પંડ્યા : અંરે… અરે….

મ.ઠા : ટોપાઝ…. સાંભળ્યું છે નામ ? One of the toughest mineral naturally available…. હું મારી કર્તવ્યનિષ્ઠા પ્રત્યે એકદમ કઠોર છું…. જરાપણ ના ચલાવી લઉં…

પંકજ પંડ્યા : વાહ….  કોઈ તમને કિડનેપ કરી લે તો ?

મલ્હાર ઠાકર :  કિડનેપિંગ મારી જોડે જબરદસ્ત રીતે વણાઈ ગયેલું છે…

પંકજ પંડ્યા : કેવી રીતે ?

મ.ઠા : હું જ્યારે kid હતો ત્યારે સ્કૂલમાં ચાલુ પિરિયડે napping કરી લેતો..

પંકજ પંડ્યા : હાહાહાહાહા…..સખ્ખત….

મલ્હાર ઠાકર :  topaz…..

પંકજ પંડ્યા : હાહાહાહાહાહા……   અરે એકાએક તમે ગૂમસૂમ કેમ થઈ ગયા ? શું થયું ?

મ.ઠા : શું થયું ??? આપણે ક્રિકેટ રમતા’તા… . ચીકલાએ બોલ નાખ્યો…. નિલિયાએ  ફટકો માર્યો… હું કેચ પકડવા પાછો ગયો… મારો પગ લપસ્યો… ન મન માથામાં વાગ્યું…

પંકજ પંડ્યા : અરે મલ્હારભાઈ… શું થયું નો નહીં… fryday ફ્રાયમ્સનો સેટ છે… હાહાહાહાહા….

Btw તમે  સુપર સ્ટાર તરીકે તમારી જાતને કઈ રીતે મૂલવો છો ?

મલ્હાર ઠાકર : એવું કશું હોતું નથી… સ્ટાર શબ્દ સાંભળીને મને ન્યુઝ પેપર્સમાં આવતી એડ યાદ આવે…

પંકજ પંડ્યા : શુ યાદ આવે ?

મ.ઠા : મોટા અક્ષરે કઈંક લલચામણુ વન લાઇનર લખ્યું હોય… એની ઉપર સ્ટાર માર્યો હોય… પેલું શું કહે છે ? હા… યાદ આવ્યું.. ફૂંદડી……. અને પછી નીચે એવી જ બીજી ફૂંદડી સાથે ઝીણા અક્ષરે લખ્યું હોય….. શરતો લાગુ…..

પંકજ પંડ્યા : હું ભૂલતો ના હોઉં તો શરતો લાગુ એ તમારી આગામી ફિલ્મનું ટાઇટલ છે..

મલ્હાર ઠાકર : હા…..

પંકજ પંડ્યા :  ઓલ ધ બેસ્ટ*

મ.ઠા : એમાં ય શરતો લાગુ. ?

પંકજ પંડ્યા : હા…

મલ્હાર ઠાકર : તો તો હું ભાગું….

પંકજ પંડ્યા : જતા પહેલાં એક સવાલ..  તમારી અગાઉનાં વર્ષોમાં આવેલી બધી ફિલ્મો હિટ ગયેલી… 2018નું વર્ષ પણ ઘણું સરસ રહ્યું…. 2019 વિશે કંઈક કહેશો ?

મ.ઠા : સાહેબ આવે છે…..

પંકજ પંડ્યા :  wow…. અમારું આમંત્રણ સ્વીકારીને સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર અને આગામી બધી જ ફિલ્મો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

મલ્હાર ઠાકર : આભાર…..

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

 

eછાપું

તમને ગમશે: જરા વિચારો તો? જો ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી થઇ જાય તો?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here