આવનારા તહેવારોમાં Oppo Find X લેવો એ પછી Vivo Nex? ચાલો નક્કી કરીએ

0
365

દર અઠવાડિયે કેટકેટલા નવા નક્કોર ફોન લોન્ચ થતા હોય છે. તહેવારો પણ નજીક છે તો આ વખતે કયો નવો સ્માર્ટફોન લેવો એ તહેવારો દરમ્યાન  હંમેશા બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા ફોન લોન્ચ થયા છે. આજે આપણે અહીંયા બે સાવ નવાનક્કોર સ્માર્ટફોન્સ એટલેકે Oppo Find X અને Vivo Nex વિષે ચર્ચા કરવી છે. શક્ય છે કે કદાચ આ બંને ફોન તમારા બજેટમાં ના પણ હોય પણ એના વિષે જાણકારી હોવી એ જરૂરી છે, જેથી કોઈ મિત્રને સલાહ આપવામાં સરળતા રહે.

Photo Courtesy: YouTube

Oppo Find X 

Oppo દ્વારા સહુથી મોંઘો ફોન Oppo Find X છે. 6.4 ઇંચના સ્ક્રીનમાં 2340×1080 ની સ્ક્રીન સાઈઝ ધરાવતા આ ફોન પર 3,00.000 થી પણ વધુ Durablity Test કરવામાં આવ્યા છે એવું કહેવાય છે. Qualcomm Snapdragon 845 પ્રોસેસર આ ફોનને અત્યાધુનિક બનાવે છે. Oppo Find X 256 GB Internal Storage અને 8GB RAM ધરાવે છે. અત્યાધુનિક પ્રોસેસર અને આટલી મજબૂત RAM હોય એટલે તમે બેધડક તમારી પ્રિય ગેમ PUBG પણ રમી શકો છો અને એક સાથે ઘણી બધી Applications પણ Use કરી શકો છો.

Oppo દ્વારા કહેવાયું છે કે Oppo Find X 3D Face Recognise કરે છે એટલે Face Unlocking પણ તમને અહીંયા ખુબ જ ફાસ્ટ મળશે. કોઇપણ સ્માર્ટફોનમાં હવે આગવું મહત્ત્વ ધરાવતા એવા Camera ની વાત કરીએ તો Oppo દ્વારા સહુથી વધુ ધ્યાન અહીંયા અપાયું છે. Oppo Find X  નો Rear Camera તમને 20 Megapixel + 16 Megapixel નો મળશે જયારે Front Facing Camera તમને 25 Megapixel નો મળશે. Camera માટે પહેલા પણ Oppo દ્વારા કોઈ કચાશ રાખવામાં આવી નથી અને અહીંયા પણ તમને Camera Satisfy કરશે એ નક્કી છે.

Oppo Find X ની 3730MaH ની બેટરીની ક્ષમતા કદાચ તમને ધાર્યા કરતા ઓછી લાગી શકે છે કેમ કે ફોન ની Operating System અને Processor ઘણા Powerful છે. હા ફોન ની Design તમને થોડી અલગ લાગી શકે છે કેમ કે Camera પણ તમને થોડો Odd જગ્યા પર મળશે.

હવે Oppo Find X ની સારી સારી બાબતો પછી તેની નબળી બાબતો વિષે વાત કરીએ. ફોન પર ભલે 3,00,000 થી પણ વધુ Durablity Test થયા હોય પણ ફોનની બોડી મહદંશે Glass ની બનેલી છે અને જો એ હાથમાંથી વારંવાર છટકી જાય તો ચોક્કસપણે નુકશાન પહોંચાડી શકે છે. આ સિવાય અહીં Face Unlock છે એટલે Finger Unlock ની જરૂર નથી એ માનવું એ થોડું ભૂલ ભરેલું છે. આ સિવાય Glass Body છે તો પણ NFC Support નથી, Wireless Charging નથી અને સહુથી મહત્વનું Gorrila Glass નથી એને લીધે Oppo Find X ને લોકપ્રિય થવામાં આ એક નુકશાન તો ચોક્કસપણે નડશે. ભારતમાં 60,000 રૂપિયાની અધધ કિંમતે વહેંચતા આ ફોન વિષે Overall Verdict વાત કરીએ તો આ ફોન મારી દ્રષ્ટિએ થોડો Over Priced છે અને આ avoid કરી શકાય તેવો ફોન છે.

લાગતું વળગતું: કેવા છે બે નવાનક્કોર Samsung Galaxy S9 અને S9+ સ્માર્ટફોન્સ?

VIVO NEX

Oppo Find X વિશે ચર્ચા કર્યા બાદ હવે તેને ટક્કર આપતા VIVO NEX વિશે વાત કરીએ. 44,000 રૂપિયાના બજેટમાં Vivo નો આ નવો નક્કોર ફોન અત્યારે બજારમાં ઉપ્લબ્ધ છે. આમ જોવા જો તો બંને ફોનમાં તેના Processor, Camera અને Battery સિવાય વધુ ખાસ કોઈ ફરક નથી. Vivo ના ફોનમાં તમને 2.8GHZ ની ઝડપે કામ કરતું Qualcomm Snapdragon 845 પ્રોસેસર મળશે. ભલે સાંભળવામાં Oppo કરતા થોડું નબળું લાગે પણ જ્યારે એક સાથે ઘણી બધી Applications operate કરવાની આવશે ત્યારે Vivo Nex પણ તમને ખૂબ સારું પરફોર્મન્સ આપશે.

ફરીથી Camera ની વાત કરીએ તો અહીંયા તમને Rear Camera 12 Megapixel અને સાથે સાથે 5 Megapixel નો dual lens પણ મળશે. Front Camera માં જ્યાં 25 Megapixel સાથે Oppoએ બાજી મારી છે ત્યાં Vivo હજુ તમને માત્ર 8 Megapixel નો Camera જ આપી રહ્યું છે. જોકે Oppo દ્વારા જ્યાં Finger Print Sensor ની જ્યાં બાદબાકી કરી દેવાઈ છે ત્યાં Vivo હવે તમને On Screen Finger Print Sensor આપે છે એટલે તમારે માત્ર Screen પર Finger Scan કરાવવાની અને Phone Unlock થઈ જશે.

હવે આવીએ Internal Storage પર તો અહીંયા તમને 128 GB Storage મળશે તથા 8 GB RAM મળશે એટલે આ ફોનનો ઉપયોગ કરતી વખતે પણ Multitasking નો અનુભવ શાનદાર રહેશે. આ સિવાય બેટરીની વાત કરીએ તો VIVO NEX માં તમને 4000mh ની બેટરી મળશે જે સામાન્ય વપરાશકર્તા માટે એક દિવસ બહુ સરળતાથી ચાલી શકે છે. Vivo nex ની એક નવી બાબત એ છે કે અહીંયા Soundcast Technology નો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તમે Screen ને જ સ્પીકર તરીકેપણ વાપરી શકો છો.

આ સિવાય જ્યારે Apple, Google અને Samsung જેવા Giants જ્યારે પોતપોતાના Virtual Assistants ને મજબૂત બનાવી રહ્યા હોય તે સમયે હબે Vivo દ્વારા પણ Jovi નામનું Assistant Launch કરવામાં આવ્યું છે જે તમારા અવાજ પર કામ કરશે. તમે Jovi ને તમારા અવાજ ઉપરાંત Phone માં આવેલ એક ખાસ Button થી પણ Activate કરી શકો છો.

Final Conclusion જો તમારી પાસે આ બંને સ્માર્ટફોન્સમાંથીજ એકને પસંદ કરવાનો વિકલ્પ છે તો ચોક્કસપણે હું એમ કહીશ કે Oppo Find X કરતા Vivo Nex ને એક તક આપવી જોઈએ. આધુનિક Processor ની સાથે સાથે અત્યંત Powerful Battery  Vivo Nex ને clear winner બનાવે છે.

eછાપું

તમને ગમશે: યુવક યુવતીઓની લાઈફ ખરાબ કરવા માટે પેરેંટ્સ કેટલા જવાબદાર?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here