અમદાવાદનો એક પ્રખ્યાત રોડ કમિશનર વિજય નહેરા શોધી શક્યા નથી

3
177
Photo Courtesy: Twitter

Welcome once again to your favourite  show ….  Fryday ફ્રાયમ્સ….  મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે વિજય નહેરા એક એવા મહેમાન કે જેમણે નવા શહેરમાં આવીને એક પણ દિવસની મહેમાનગતિ માણ્યા વગર પોતાનું કામકાજ સુપેરે સંભાળી લીધેલ છે… તો સ્વાગત કરીએ અત્યંત કર્મઠ, પ્રામાણિક અને ઉર્જાવાન એવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર શ્રીનું…

પંકજ પંડ્યા : વેલકમ સર…

વિજય નહેરા : આભાર…

પંકજ પંડ્યા :  તમે અમદાવાદના કમિશ્નર તરીકે ખૂબ જ ધમાકેદાર એંન્ટ્રી મારી…

વિ. ન. : મેં તો મારી ફરજ બજાવી છે…

પંકજ પંડ્યા : થોડાક જ દિવસોમાં તમે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી.

વિજય નહેરા: સૌનો પ્રેમ છે… પણ પ્રેમ કરતાં સાથ વધુ મળે એ શહેર અને દેશ માટે હિતાવહ છે..

પંકજ પંડ્યા : સાચી વાત…  છતાંય તમારી બદલી માટેના પ્રયત્નો કરવામાં આવેલા ત્યારે પ્રજાજનોએ ખૂબ સાથ આપેલો…. મને લાગે છે કે તમારી અટક નહેરાની જગ્યાએ વાજપેયા કે અડવાણા હોત તો કોઈએ આવી ચેષ્ટા ના કરી હોત…

વિ. ન. : હાહાહા.. હકીકતમાં એવું કશું બન્યું જ નહોતું…  એ વાત અફવા સાબિત થયેલી…

પંકજ પંડ્યા : ઓકે… સર…

વિજય નહેરા : તમારી એક મદદની જરૂર હતી…

પંકજ પંડ્યા : ફરમાવો સાહેબ.

વિ. ન. :  આખું અમદાવાદ ફરી વળ્યો…. પણ એક રોડનો પત્તો નથી મળતો…

પંકજ પંડ્યા : કયો રોડ ?

વિજય નહેરા. : SPRING Road…

પંકજ પંડ્યા : એવો તો કોઈ રોડ નથી…..

વિ. ન. : અરે મેં ક્યાંક વાંચ્યું છે ને ? ના હોય એવું બને જ નહીં….

પંકજ પંડ્યા : ઓહ… હાહાહાહાહા…

વિજય નહેરા : શું થયું ?

પંકજ પંડ્યા : આપણે ક્રિકેટ રમતા હતા…

વિ. ન. : એમ નહીં… એવું તે શું થયું કે તમે આમ હસો છો ?

પંકજ પંડ્યા : સર… એ spring road નહીં… S P ring road છે..

વિજય નહેરા : ઓહો… એમ વાત છે….

પંકજ પંડ્યા : યસ….  તમારી સાથે જે પોક મૂકવામાં આવેલ છે એ પણ ખૂબ કર્મનિષ્ઠ છે…

વિ. ન. : કર્મનિષ્ઠ પોક ? એ વળી શું ?

પંકજ પંડ્યા : પોલીસ મિશ્નર….

વિજય નહેરા : હાહાહાહા…  સાચી વાત છે…. એમનો ખૂબ સુંદર સાથ મળી રહ્યો છે…

પંકજ પંડ્યા :  અમદાવાદમાં તમારું આગમન ચોમાસાની સિઝનમાં થયું છે… એક રીતે એ ચેલેન્જ ભરેલું નથી લાગતું ?

વિ. ન. : કેમ ચેલેન્જ ભરેલું ?

પંકજ પંડ્યા : ચોમાસામાં રસ્તા પર ખાડા પડે એટલે તંત્ર ખાડે ગયાનાં મહેણાં સાંભળવા પડે એટલે…

વિજય નહેરા :  અખાડે જવા કરતાં ખાડે જવું સારું…

પંકજ પંડ્યા : હાહાહાહાહા….. સુપર સિક્સર….

વિ. ન. : જોક અપાર્ટ… પણ અમે બધી રીતે પહોંચી વળવા સતત સાબદા હોઈએ છીએ…

પંકજ પંડ્યા : સરસ….   તમારા માટે જિંદગીની સૌથી મહત્વની પલ કઈ ?

વિજય નહેરા : મ્યુનિસિપલ

પંકજ પંડ્યા :   વાહ…. અત્યાર સુધીના ગો-ઇશ્નરના નામ ભાગ્યે જ લોકો જાણતા હશે… જ્યારે તમે આવતાં વેંત શાનદાર રીતે કામ શરૂ કર્યું તો તમને મોટાભાગના લોકો ઓળખે છે…

વિ. ન. : ગો-ઇશ્નર ?

પંકજ પંડ્યા : હાસ્તો… તમે હમણાં આવ્યા એટલે કમિશ્નર…. આ સ્થાન જે લોકો અગાઉ છોડીને ગયા એ બધા ગો-ઇશ્નર… સિમ્પલ….

વિજય નહેરા : હાહાહાહાહા…. જબરું લાયા….

પંકજ પંડ્યા : જબ રુલાયા ??? ? કબ રુલાયા ? કિસ કો રુલાયા ? મૈને તો કિસી કો નહિ રુલાયા…..

વિ. ન. : ઉફ્ફ…

પંકજ પંડ્યા :  સર અમારા જેવા સામાન્ય લોકો અલગ અલગ પ્રકારનાં દબાણો સંભાળી નથી શકતા….. તમે શહેરભરનાં દબાણો દૂર કરો છો… તકલીફ તો પડતી હશે…

વિજય નહેરા : જો બકા… તકલીફ તો રહેવાની …. દબાણો દૂર કરવાનું કામ કોઈ પણ રીતે સરળ નથી…. હદ તો ત્યારે થાય કે પોતાની હદ વટાવીને દબાણ કર્યું હોય અને અમારી ટીમ એ દબાણ તોડવા જાય તો એમ ન કરવા માટે અમારા ઉપર દબાણ લાદવામાં આવે… અને આ બધું પાર પાડવામાં અમારે ખૂબ દબાણ અનુભવવું પડે…

પંકજ પંડ્યા : હદ છે….

વિ. ન. : હા સ્તો વળી…..

પંકજ પંડ્યા : ટ્રાફિક નિયમન અંગે શું વિચાર્યું છે ?

વિજય નહેરા :  એ દિશામાં પણ યોગ્ય પગલાં લેવાઈ રહ્યાં છે અને નાગરિકોનો પૂરતો સાથ સહકાર પણ મળી રહ્યો છે…

પંકજ પંડ્યા : પણ તમને નથી લાગતું કે હજુ વધુ ટ્રાફિક પોલીસની ભરતી કરવાની જરૂરિયાત છે ?

વિ. ન. : મારા ધ્યાનમાં તો એવી કોઈ વાત નથી આવી… તમારા ધ્યાનમાં હોય તો જણાવો… અમે જરૂર પગલાં લઈશું…

પંકજ પંડ્યા : મને તો ભરતીની જરૂર લાગે જ છે… ક્યાં સુધી એ કામનો કોન્ટ્રાક્ટ કામધેનુ ટ્રાફિક નિયમન પ્રાઇવેટ લિમિટેડને આપ્યા કરશો ?

વિજય નહેરા :  કામધેનુ ટ્રાફિક નિયમન પ્રાઇવેટ લિમિટેડ ? મારા ધ્યાનમાં આવી કોઈ કંપની આવી નથી..

પંકજ પંડ્યા :  રસ્તે રખડતી ગાયોની વાત કરું છું…

વિ. ન. :  ઓહ…. એ અંગે પણ ચોક્કસ ઘટતું કરીશું ….

પંકજ પંડ્યા : આભાર…. આપની સાથે ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી…  તમારી ઝુંબેશ આરંભે શૂરા અને અધવચ્ચે પૂરા સાબિત ના થતાં… લાંબા સમય સુધી સફળતા પ્રાપ્ત કરતી રહે એ જ અભ્યર્થના…

વિજય નહેરા :  આભાર…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું 

તમને ગમશે: Sanjeev Srivastava ના ડાન્સની ભારતીય સમાજ પર પડનારી અસરો

3 COMMENTS

  1. લખાણ ગુજ રાતીમાં અને ડીસ્કલેમર અંગ્રેજીમાં?????લાગે છે તમેય તમાકુ અને સિગારેટવાળાની ટેકનિક ઉઠાવી છે……………પણ મઝા આવી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here