સીનીયર સિટીઝન્સ એમના નાણાંનું રોકાણ કઈ જગ્યાએ કરે તો વધુ ફાયદો થાય?

0
221
Photo Courtesy: moneylife.in

સીનીયર સિટીઝન્સ જેમને પોતાની બચત જે નિવૃત્તિ સમયે એક સામટી મળે છે એનું રોકાણ કઈ રીતે કરવું એ એક મોટો પ્રશ્ન હોય છે. નિવૃત્તિ બાદ કોઈ આવક થતી નથી માત્ર વ્યાજની આવક પર હવે નિભાવવાનું છે એ સીનીયર સિટીઝન્સ સમક્ષ એ એક મોટી સમસ્યા હોય છે એથી નિવૃત્તિ સમયે જે નાણા મળે એ સૌથી સલામત રહે એ જોવાની પણ એમની જરૂરિયાત બની જાય છે તો પહેલા જોઈએ એ રોકાણ ક્યાં ક્યાં થઇ શકે.

સીનીયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ

આ પોસ્ટ ઓફિસની પાંચ વર્ષની મુદતની સ્કીમ છે જેને બીજા ત્રણ વર્ષ લંબાવી શકાય છે. અહી હાલમાં 8.3% વાર્ષિક વ્યાજ મળે છે અને વધુમાં વધુ રૂપિયા 15 લાખ રોકી શકાય છે.

પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમ

આ સ્કીમમાં સીનીયર સિટીઝન્સ વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા રોકી શકે છે અને જો જોઈન્ટ નામે મુકે તો બીજા 4.5 લાખ ઉમેરી શકાય આમ કુલ એકસાથે રૂપિયા 9 લાખ રોકી શકાય છે. આમાં વાર્ષિક 7.3% વ્યાજ મળે છે પરંતુ દર મહીને જમા થતું હોય છે.

પ્રધાનમંત્રી વયવંદના યોજના

આ સ્કીમમાં વધુંમાં વધુ 15 લાખ રૂપિયા રોકી શકાય છે જેના પર વાર્ષિક 8% વ્યાજ મળે છે જે મહીને  રૂપિયા 10,000 જેટલું થાય છે.

બેંક ફિક્સ્ડ ડીપોઝીટ

બચત માટેની આ સૌથી સરળ સ્કીમ છે. સીનીયર સિટીઝન્સ ને અહીં અન્યો કરતા 0.25% વધુ વ્યાજ મળે છે.

આ ઉપર જણાવેલ બચત ખાતા સૌથી સલામત છે, પરંતુ થોડું જોખમ લેવું હોય તો મ્યુચ્યુઅલફંડ ના મંથલી ઇન્કમ પ્લાનમાં રોકાણ કરી શકાય એમાં તમને 8% થી 10% સુધી વળતર મળે છે પરંતુ આ સ્કીમમાં રોકાણ કરો તો વાર્ષિક 6% થી 7% જે રકમ થાય એટલી રકમ જ મંથલી આવક તરીકે લેવી કારણકે અહી મંથલી ઇન્કમ એ વાસ્તવમાં વિડ્રોવલ જ છે. તો જો મ્યુચ્યુઅલ ફંડ એનાથી ઓછી આવક રળે તો તમારી મૂડી જ પાછી આપે છે આમ મૂડીમાં ઘસારો થઇ શકે છે.

કંપની બોન્ડ્સ

આ બોન્ડ્સ રૂપિયા એક લાખ કે પાંચ લાખની ફેસવેલ્યું ના હોય છે જે ડીમેટ ફોર્મમાં હોય છે અને એના પર વાર્ષિક વ્યાજ 9% થી 10% હોય છે અને વ્યાજ પર ટેક્સ TDS કપાતો નથી. આવા બોન્ડ્સમાં રોકાણ કરતા એ ધ્યાનમાં રાખવું કે AA+ કે વધુના રેટિંગ ના બોન્ડ્સ હોય જેથી સલામતી રહે. આ બોન્ડ્સ તમે ગમેત્યારે બજારમાં વેચી શકો છો આ માટે તમે તમારા શેરદલાલ ની સલાહ લઇ સલામત રોકાણ કરી શકો છો.

કંપની ફિક્સ્ડ ડીપોઝીટ

ઘણી સારી સારી કંપનીઓ બે વર્ષ ત્રણ વર્ષ માટે ડીપોઝીટ લેતી હોય છે એના પર બેંક કરતા એકાદ બે ટકા વધુ વ્યાજ મળે છે પરંતુ આ ડીપોઝીટ સિક્યોર્ડ નથી હોતી અને એમાં પૈસા ત્રણ વર્ષ માટે બ્લોક થઇ જતા હોય છે માટે સીનીયર સિટીઝન્સ  પાસે વધારાના પૈસા હોય તો જ આમાં રોકાણ કરવું સલાહભર્યું છે.

લાગતું વળગતું: મ્યુચ્યુઅલ ફંડ – રોકાણ કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી?

સીનીયર સિટીઝન્સ સૌ પ્રથમ સલામત વ્યાજની આવક ઉભી કરે અને વ્યાજની આવકમાંથી જે બચત થાય એને જોખમી મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં રોકાણ કરતા રહેવું. મારા અંગત મતે બચતના 15% થી 20% રકમ શેરમાં કે મ્યુચ્યુઅલફંડમાં રોકવા જોઈએ જેથી મોંઘવારી સામે ટક્કર લઇ શકાય અન્યથા મૂડી એટલી જ રહે અને વ્યાજની આવક પણ બાંધેલી રહે અને મોંઘવારી વધતા ખર્ચ વધે તો વૃદ્ધાવસ્થામાં નાણાની ખેચ ઉભી થાય અને સંતાનો પાસે હાથ લંબાવવો પડે.

સંતાનોની વાત નીકળી છે તો સીનીયર સિટીઝન્સ જો એની આવક પુરેપુરી બચાવે અને સંતાનો ઘરખર્ચ કરે તો આ એક ટેક્સ પ્લાનિંગ થઇ શકે છે કારણકે સંતાનની આવક વધતી હોવાથી એ આવકવેરાના 30% સ્લેબમાં આવે જયારે સીનીયર સીટીઝ સીનીયર સિટીઝન્સ ન 20% સ્લેબમાં આવે અને એની એ બચત એ સંતાનોને નોમીની કરી પાછી વાળી શકે. આમાં સીનીયર સિટીઝન્સને સંતાનો જોડે કેટલો મેળ છે એના પર આધાર રાખે છે પણ આ યોગ્ય ટેક્સ પ્લાનિંગ છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર– 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: મેરિલીન મનરો જો ખરેખર ડમ્બ હોત તો એ કદાચ વધારે સુખી હોત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here